Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > જાણો Cheteshwar Pujara તેની પત્નીનો જન્મદિવસ કેમ ક્યારેય નહીં ભૂલે

જાણો Cheteshwar Pujara તેની પત્નીનો જન્મદિવસ કેમ ક્યારેય નહીં ભૂલે

0
146

નવી દિલ્હીઃ ભારતના સ્ટાર ટેસ્ટ ખેલાડી ચેતેશ્વર પૂજારા  તેમની પત્ની પૂજાનો જન્મદિવસ ક્યારેય ભૂલી શકે તેમ નથી. કદાચ તે ભૂલવા ઇચ્છે તો પણ તે ભૂલી શકે તેમ નથી.

આ પણ વાંચોઃ કોહલીના ખરાબ ફોર્મ પર Gavaskarની ‘બેશરમ’ ટિપ્પણીથી અનુષ્કા લાલધૂમ તેમની પત્ની પૂજાનો જન્મદિવસ આવે છે 9 ઓક્ટોબરના રોજ. જ્યારે ચેતેશ્વર પૂજારાએ આ જ તારીખે 2010માં તેમની આંતરરાષ્ટ્રીય ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. 32 વર્ષીય પૂજારાએ તેની ટેસ્ટ કારકિર્દીના દસ વર્ષ પૂરા કર્યા છે. Cheteshwar Pujara news

પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ફક્ત ચાર રન અને બીજા ઇનિંગમાં અણનમ 72 રન કરનારા પૂજાને આજે પોતાના દ્રવિડના વિકલ્પ તરીકે ટેસ્ટ ક્રિકેટમાં સ્થાપિત કરી ચૂક્યા છે. 32 વર્ષીય પૂજારાએ (pujara-wife birthday)77 ટેસ્ટમાં 48.66ની સરેરાશે કુલ 5,840 રન કર્યા છે. આમ તે આગામી સિરીઝમાં 6,000 રન પૂરા કરશે. પૂજારાએ આ દરમિયાન 28 સદી અને 25 અડધી સદી ફટકારી છે અને તેનો શ્રેષ્ઠ સ્કોર 206 રનનો છે. ભારતે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતી તેમા પૂજારાએ ચાર ટેસ્ટમાં ત્રણ સદીની મદદથી 521 રન કર્યા હતા. Cheteshwar Pujara news

આ પણ વાંચોઃ SRH vs KXIP: હૈદરાબાદનો શાનદાર વિજય, પંજાબના બોલરોએ ફરી એક વખત નિરાશ કર્યા

32 વર્ષના પૂજારાએ શુક્રવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાણકારી આપવાની સાથે પોતાના પ્રશંસકોનું અભિવાદન કર્યુ. પૂજારાએ ટ્વીટર તેની પત્નીને પણ જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

પૂજારાએ લખ્યું હતું કે ભારતીય ક્રિકેટર તરીકે દસ વર્ષ (pujara-wife birthday)પૂરા કરવા બદલ હું મારી જાતને ગૌરવશાળી અનુભવુ છુ. રાજકોટમાં ક્રિકેટ રમીને મોટો થયો. ક્યારેય વિચાર્યુ ન હતુ કે હું આટલા ઊંચા સ્તરે રમીશ. ટીમ માટે હું હજી પણ વધુ પ્રદાન આપવા તૈયાર છું. યોગાનુયોગ એ છે કે આજે મારી પત્ની પૂજાનો જન્મદિવસ છે, તેથી પૂજાએ તે સુનિશ્ચિત કર્યુ છે કે હું આ તારીખ ક્યારેય ન ભૂલું. Cheteshwar Pujara news