Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > પબ્જી મોબાઇલની ભારતમાં વાપસી, કંપનીએ કરી જાહેરાત

પબ્જી મોબાઇલની ભારતમાં વાપસી, કંપનીએ કરી જાહેરાત

0
295
  • પબ્જી કોર્પોરેશન મુજબ ભારતમાં પબ્જી મોબાઇલ ઇન્ડિયા લોન્ચ કરવામાં આવશે

  • ભારતની પબ્જી કંપની 100 કર્મચારીની નિમણૂંક કરશે PUBG Mobile India

  • કંપની પ્રાઇવસીનું સંપૂર્ણ ધ્યાન રાખશે 

નવી દિલ્હી: પબ્જી મોબાઇલ ભારતમાં પરત આવી રહી છે. સાઉથ કોરિયન કંપની પબ્જી કોર્પોરેશને જાહેરાત કરી દીધી છે. કંપની ભારતીય માર્કેટ માટે નવી ગેમ લઇને આવી રહી છે જે ભારત માટે જ બનાવવામાં આવી છે. આ વખતે ચીની કંપની સાથે કંપની કોઈ પાર્ટનરશિપ નહીં કરે. PUBG Mobile India

પબ્જી કોર્પોરેશન મુજબ ભારતમાં પબ્જી મોબાઇલ ઇન્ડિયા લોન્ચ કરવામાં આવશે. કંપનીએ જણાવ્યું કે આ નવી એપ્લિકેશન સિક્યોરિટીનું સંપૂર્ણ ધ્યાન રાખશે. ભારતમાં કંપની મોટું રોકાણ કરવા માટે પણ તૈયાર છે. PUBG Mobile India

પબ્જી કોર્પોરેશન દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર પ્રેસ રીલિઝમાં જણાવવામાં આવ્યું છે કે,

“‘પ્લેયર અનનોન બેટલગ્રાઉન્ડ (પબ્જી)ના ક્રિએટર પબ્જી કોર્પોરેશન’, જે સાઉથ કોરિયન કંપની ક્રાફ્ટોનની સબ્સિડરી છે, આજે એટલે ગુરુવારે જાહેરાત કરી છે કે ભારતમાં પબ્જી મોબાઇલ ઇન્ડિયા લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે.”

પબ્જી કોર્પોરેશન મુજબ પબ્જી મોબાઇલ ઇન્ડિયા ભારત માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવી છે. કંપનીએ વધુમાં જણાવ્યું કે આ એપ્લિકેશન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

આ પણ વાંચો: માત્ર 4,444ના હપ્તામાં ઘરે લાવો JAWA મોટરસાયકલ, આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કરીને આપી જાણકારી

પબ્જી કોર્પોરેશને એ પણ જાહેરાત કરી છે કે કંપની ભારતમાં એક સબ્સિડરી તૈયાર કરશે, જેથી પ્લેયર્સ સાથે સહેલાઇથી કોમ્યુનિકેશન કરી શકાય. ભારતની પબ્જી કંપની 100 કર્મચારીની નિમણૂંક કરશે. તેના માટે લોકલ ઓફિસ તૈયાર કરવામાં આવશે અને લોકલ બિઝનેસ સાથે મળી કંપની આ ગેમિંગ સર્વિસ ચલાવશે.

પબ્જી કોર્પોરેશનની પેરેન્ટ કંપની ક્રાફ્ટોન ઇન્ક.એ ભારતમાં 100 મિલિયન ડોલર રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ રોકાણ લોકલ ગેમ્સ, ઈ સ્પોર્ટ્સ, એન્ટરટેઇન્મેન્ટ અને આઈટી ઇન્ડસ્ટ્રીઝમાં કરવામાં આવશે. કંપનીનો દાવો છે કે આ રોકાણ ભારતમાં કોઇ પણ કોરિયન કંપની દ્વારા કરાવતું સૌથી વધુ રોકાણ હશે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં ડેટા સુરક્ષાને લઇને અને ચીન સાથેના સંબંધના કારણે પબ્જીને બેન કરાઇ હતી, આ કારણે કંપની આ વખતે પબ્લિશર તરીકે ચીની કંપની ટેન્શન્ટ સાથે મળી ભારતમાં ગેમ નહીં લાવે. જોકે બીજા દેશોમાં કંપની ટેન્સન્ટ સાથે મળી કામ કરશે. PUBG Mobile India

પબ્જી કોર્પોરેશને જણાવ્યું કે હેલ્દી ગેમ પ્લેનું એન્વાયરમેન્ટ તૈયાર કરવા માટે આ ગેમના કેન્ટેન્ટને સારુ બનાવવામાં આવશે અને તેમાં લોકલ નીડ્સ રિફ્લેક્ટ કરવામાં આવશે. આ ગેમના કેટલાક કન્ટેન્ટ ભારતીય ગેમર્સને આસાની રહે તેવી રીતે કસ્ટમાઇઝ કરવામાં આવશે. PUBG Mobile India

જોકે કંપની અત્યાર સુધી એ સ્પષ્ટ નથી કર્યું કે આ ગેમ ક્યારે લોન્ચ કરવામાં આવશે. કંપનીના સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેના સંબંધિત જાણકારી શેર કરવામાં આવશે.