Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > પબ્જી મોબાઇલ ઇન્ડિયા માટે પ્રી રજિસ્ટ્રેશન શરૂ, ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે

પબ્જી મોબાઇલ ઇન્ડિયા માટે પ્રી રજિસ્ટ્રેશન શરૂ, ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે

0
227

ગેમ શેરિંગ કોમ્યુનિટી Tap Tap પર પબ્જી મોબાઇલ ઇન્ડિયા પ્રી રજિસ્ટ્રેશન માટે લાઇવ PUBG MOBILE INDIA

નવી દિલ્હી: પબ્જી મોબાઇલે ભારતમાં પરત ફરવાની જાહેરાત કરી છે. હવે કંપની ભારત માટે ખાસ રીતે પબ્જી મોબાઇલ ઇન્ડિયા (PUBG MOBILE INDIA) ગેમ લોન્ચ કરશે. પબ્જી મોબાઇલ ઇન્ડિયા માટે પ્રી રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. પ્રી રજીસ્ટ્રેશન એન્ડ્રોઇડ અને આઈઓએસ ડિવાઇસ માટે છે.

જોકે કંપનીએ એ નથી જણાવ્યું કે ગેમ લોન્ચ ક્યારે થશે અને ક્યારથી તેને ડાઉનલોડ કરી શકાશે. પરંતુ તેના પહેલા ગેમ શેરિંગ કોમ્યુનિટી Tap Tap પર પબ્જી મોબાઇલ ઇન્ડિયા (PUBG MOBILE INDIA) પ્રી રજિસ્ટ્રેશન માટે લાઇવ થઇ ગયું છે.

Tap Tap પર પબ્જી મોબાઇલ ઇન્ડિયા (PUBG MOBILE INDIA) ગેમને લિસ્ટ પણ કરવામાં આવી છે અને આ કોમ્યુનિટીના કેટલાક યૂઝર્સ તેના માટે પ્રી રજીસ્ટ્રેશન પણ કરાવી રહ્યા છે. આ આઈઓએસ અને એન્ડ્રોઇડ બંને જ પ્લેટફોર્મ માટે ઉપલબ્ધ છે. જોકે અત્યાર સુધી આ ગેમ ગૂગલ પ્લે સ્ટોર અને એપલના એપ સ્ટોર પર નથી આવી.

આ પણ વાંચો: પબ્જી મોબાઇલની ભારતમાં વાપસી, કંપનીએ કરી જાહેરાત

Tap Tap પર પબ્જી મોબાઇલ ઇન્ડિયા (PUBG MOBILE INDIA)ને ગેમિંગ કોમ્યુનિટી તરફથી સારો પ્રતિભાવ મળી રહ્યો છે. અત્યાર સુધી અહીં 1 લાખ પ્રી રજિસ્ટ્રેશન થઇ ચુક્યા છે. એટલું જ નહીં અહીં પબ્જી મોબાઇલ ઇન્ડિયા ગેમની ડીટેલ્સ અને ફેસબુક, ઇન્સ્ટા પેજની પણ જાણકારી આપવામાં આવી છે.

પબ્જી મોબાઇલ ઇન્ડિયા (PUBG MOBILE INDIA)નું ફેસબુક પેજ પણ છે, પરંતુ તે વેરિફાઇડ નથી. અહીં કમિંગ સૂનનું મેસેજ લખ્યું છે. Tap Tapના ગેમ ડિસ્ક્રિપ્શન મુજબ આ ગેમ હિંદી અને અંગ્રેજીમાં હશે. જોકે તેમાં કેટલી શક્યતા છે તે હાલ કહીં શકાતુ નથી.

આ પણ વાંચો: ભારતમાં બ્લૉક થઈ શકે છે ટ્વીટર, કેન્દ્ર સરકારે ફટકારી નોટિસ

ઉલ્લેખનીય છે કે કાલે જ સાઉથ કોરિયન કંપની ક્રાફ્ટન ઇન્કના તાબા હેઠળની કંપની પબ્જી કોર્પોરેશને જાહેરાત કરી છે કે ભારતમાં 100 મિલિયન રોકાણ કરવામાં આવશે અને ભારત માટે ખાસ પબ્જી મોબાઇલ ઇન્ડિયા ગેમ લોન્ચ કરવામાં આવશે.

પબ્જી કોર્પોરેશન ભારતમાં પોતાની સબસિડીરીની પણ શરૂઆત કરશે જેના માટે 100 લોકોની નિમણૂંક કરશે. કંપનીએ ડેટા સિક્યોરિટીને લઇને જણાવ્યું કે કંપની માટે યુઝર ડેટા પ્રાઇવસી અને સિક્યોરિટી ટોપ પ્રાયોરિટી છે અને તેના માટે કંપની સતત ઓડિટ કરશે.