Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > પબજીનું ભૂત યથાવત: પિતાએ રૂપિયા આપવાની ના પાડતાં પુત્રનો હિંસક હુમલો

પબજીનું ભૂત યથાવત: પિતાએ રૂપિયા આપવાની ના પાડતાં પુત્રનો હિંસક હુમલો

0
42

પબ્જી પર પ્રતિબંધ હોવા છતાં પણ તે હજી રમાઈ રહી છે Pubg_attack on father

સુરતઃ પબજીની ગેમ પર ભલે પ્રતિબંધ મુકવામાં આવ્યો હોય, પરંતુ હજુ પણ લોકો આ ગેમ રમી રહ્યા છે, ત્યારે સુરતમાં એક પુત્રએ પોતાના પિતા પર હુમલો કર્યો છે, જેનું કારણ એ છે કે પિતાએ પબજી ગેમ રમવા માટેના રૂપિયા ન આપતાં પુત્રએ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.

Pubg_attack on father

લિંબાયત પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર લિંબાયતના નીલગીરી સર્કલ પાસે આવેલા જવાહર મહોલ્લામાં ડ્રાઇવર તરીકે કામ કરતાં ભાઈલાલ કારાભાઈ માળી પોતાના બે દિકરા સાથે રહે છે, અનીલ અને ઉમેશ પૈકી નાના પુત્ર ઉમેશ જે મજૂરી કામ કરે છે, તેને પિતા ભાઈલાલ પાસે પબજીની ગેમ મોબાઈલમાં રમવા માટે 500 રૂપિયાની માંગણી કરી હતી.

Pubg_attack on father

આ પણ વાંચોઃ લગ્ન મરણનાં પ્રસગમાં 100 નહીં બલ્કે 200 વ્યક્તિઓની છૂટ આપો : GCCI

જોકે પિતાએ ઉમેશને રૂપિયા આપવાની ના પાડતા તેને પિતા સાથે ઝગડો શરૂ કરી દીધો હતો. ઉમેશે ઉગ્ર થઈ પિતાને માથામાં અને પેટના નીચેના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દીધા હતાં. ઘટના બનતાં હાજર મોટો દીકરા અને અન્ય લોકો વચ્ચે પડ્યાં હતાં, અને ઉમેશ સમજાવવા લાગ્યા હતાં.

જોકે ઉમેશે એકનો બે થયો ન હતો, અને પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો હતો, બાદમાં તેને પિતાની ઇજાનો ખ્યાલ આવી જતાં ઘર છોડી નાસી ગયો હતો. ભાઈલાલને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. બાદમાં પિતાએ ઉમેશ વિરુદ્ધ લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવતાં તપાસ શરૂ કરવામાં આવી છે.