Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત હાઈકોર્ટે મહિલા PSI શ્વેતા જાડેજાના 1 લાખના પર્સનલ બોન્ડ પર જામીન મંજૂર કર્યા

ગુજરાત હાઈકોર્ટે મહિલા PSI શ્વેતા જાડેજાના 1 લાખના પર્સનલ બોન્ડ પર જામીન મંજૂર કર્યા

0
113

મહિલા PSI પર દુષ્કર્મ આરોપી પાસેથી 35 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ

અમદાવાદઃ અમદાવાદના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા PSI દુષ્કર્મ (PSI shweta jadeja_High court)આરોપી પાસેથી 35 લાખ રૂપિયા લાંચ માંગવામાં કેસમાં સોમવારે ગુજરાત હાઈકોર્ટે આરોપી શ્વેતા જાડેજાના 1 લાખ રૂપિયા પર્સનલ બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે.

ગુજરાત હાઈકોર્ટે આપેલા મહત્વપૂર્ણ ચુકાદામાં નોંધ્યું હતું કે ” જામીન નિયમ છે, જ્યારે જેલ અપવાદ છે”. આ કેસના આરોપી રાજ્ય સેવક હોવાથી ભાગી છૂટશે નહિ, વળી મહિલા આરોપી 3 જુલાઈથી જેલમાં છે અને કેસમાં ચાર્જશીટ પણ દાખલ થઈ ગઈ હોવાના તમામ પાસાઓને આવરીને કોર્ટે આરોપી મહિલા PSI શ્વેતા જાડેજાના 1 લાખ રૂપિયા પર્સનલ બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે.

શ્વેતા જાડેજાનો પાસપોર્ટ જમા કરાવી જામીન મંજૂર કરાયા

કોર્ટે શ્વેતા જાડેજાને પાસપોર્ટ જમા કરાવી ગુજરાત ન છોડવાની શરતે જામીન મંજૂર કર્યા છે. અગાઉ અમદાવાદ સીટી સિવિલ અને સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દેતા હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.

આ પણ વાંચોઃ BREAKING: કરજણમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાયું

અરજદારના એડવોકેટ વિરાટ પોપટ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે આરોપી મહિલા છે અને CRPCની કલમ 437 પ્રમાણે આજીવન કેદ સુધીની સજા થનાર મહિલા આરોપીને જામીન આપી શકાય છે, જ્યારે આ કેસમાં મહત્તમ સજા માત્ર 7 વર્ષ સુધીની છે. લાંચની માંગ કરવામાં આવી હોય તેવી કોઈ બાબત ચાર્જશીટમાં રજૂ કરાઈ નથી. વોટ્સએપના માધ્યમથી થયેલી વાતચીતને પુરાવા તરીકે લઈ શકાય નહિ.

શ્વેતાએ કેનિલ શાહ પાસે 10 લાખ માંગ્યા હતા

SOG દ્વારા PSI શ્વેતા જાડેજા કેસમાં દાખલ કરેલી ચાર્જશીટમાં જણાવ્યું કે, આરોપી શ્વેતા જાડેજાએ તેના બનેવી દેવેન્દ્ર ઓડેદરા મારફતે અલગ અલગ આંગડીયા પેઢી પાસેથી લાંચની રકમ સ્વીકારી હતી. એટલું જ નહીં, આરોપી PSI શ્વેતા જાડેજાએ દુષ્કર્મ કેસના આરોપી કેનિલ શાહના ભાઈ પાસે 1.12 લાખ રૂપિયાનો ફોન પણ લાંચમાં પોતાના નામે ખરીદ્યો હતો. પીએસઆઇ શ્વેતા જાડેજાના બનેવી દેવેન્દ્ર ઓડેદરા હાલ ફરાર છે, જેની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ રમણ પાટકરના કપરાડા ખાતે ચૂંટણીના ભાષણ પર કોંગ્રેસનો વાર

આ સમગ્ર કેસની વિગત એવી છે કે દુષ્કર્મના આરોપી કેનિલ શાહ સામે IPCની કલમ 376 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને બે પોલીસ ફરિયાદ પૈકી એક ફરિયાદની તપાસ PSI શ્વેતા જાડેજા દ્વારા કરવામાં આવતી હતી. ત્યારે આરોપીને પાસા હેઠળ નાખવાની ધમકી આપી લાંચ પેટે ટુકડે-ટુકડે કુલ 30 લાખ રૂપિયા વસૂલ્યાં હોવાનો તપાસમાં સામે આવ્યું છે. એટલું જ નહીં, આરોપી PSI દુષ્કર્મ આરોપી કેનિલ શાહને ત્રીજી ફરિયાદ ન નોંધવી હોય 10 લાખ રૂપિયાની માંગ કરી હતી.