Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL મેચમાં સટ્ટો રમાડવા લઇ જનાર IBનો PSI ઝડપાયો

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL મેચમાં સટ્ટો રમાડવા લઇ જનાર IBનો PSI ઝડપાયો

0
313

આઈબીનો જ પીએસઆઇ તગડી રકમ લઇ ક્યા અધિકારીના કહેવાથી પન્ટરને લઇ જતો તે રહસ્ય

અમદાવાદઃ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં IPL મેચમાં સટ્ટા માટે આઇબીના પીએસઆઇની ધરપકડ (PSI arrested for IPL betting) કરાતા ચકચાર જાગી છે. કડક પોલીસ ચેકિંગ અને બંદોબસ્તની પોલ ખોલતી ઘટના સામે આવી છે. ચોંકાવનારી વાત એ છે કે સ્ટેડિયમમાં સટોડીયાને મુકવા માટે ખૂદ સ્ટેટ આઈબીનો પીએસઆઇ કક્ષાનો પોલીસ અધિકારી જતો હતો. તેની કારમાં તેને સટ્ટો રમડવા અને બુકકીઓને મેસેજ આપવા લઇ જતો હતો.

જોકે બહુ રકમ પીએસઆઇને  મળતી હોવાની વાત બહાર આવી છે તેના ઉપર પણ કોઈ છે તે પણ ચર્ચા નો વિષય બન્યો છે. આ પીએસઆઇની ઝોન 2 સ્ક્વોડએ ધરપકડ કરી હતી.

ભારત- ઇંગ્લેન્ડ મેચ વચ્ચે ક્રિકેટ સ્ટેડિયમમાં IPL મેચ દરમ્યાન મોટેરા ખાતે સ્ટેડિયમમાં ક્રિકેટ સટ્ટો રમતાં એક શખ્સને પોલીસે ઝડપયો હતો. ઝોન 2 ડીસીપી સ્ક્વોડે આરોપીને 108 ફાયરબ્રિગેડના પ્રવેશવાના દરવાજા પાસે બે મોબાઈલ પર સટ્ટો રમતા પકડ્યો હોવાનું બહાર આવ્યું હતું.

આરોપીની વિગતે પૂછપરછ કરતા IBમાં ફરજ બજાવતાં PSIની સાથે સ્ટેડિયમમાં પ્રવેશ મેળવ્યો હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસની ચેકિંગની સ્પષ્ટ બેદરકારી તથા ખુદ પોલીસ જ તેને અંદર મૂકી હોવાનું ફોડ પડ્યો હતો.

આ પણ વાંંચોઃ કોરોના ધરાવતાં યુવકને બોપલ પોલીસમાં 40 મીનીટ ગોંધી રાખ્યો હોવાની રાવ

જુનાગઢનો સટોડિયો પકડાતા ખુલાસો

મોટેરા ખાતે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં IPL મેચ ચાલી રહી છે. મેચને લઈ ચાંદખેડા પોલીસ અને ઝોન 2 ડીસીપી સ્ક્વોડનો પોલીસ બંદોબસ્ત હતો. પોલીસે સ્ટેડિયમમાં ફાયરબ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સના પ્રવેશવાના દરવાજેથી એક શખ્સ પાર્થ કંસારા (રહે. રાયકાનગર, જુનાગઢ)ને બે મોબાઈલ સાથે પકડી લીધો હતો.

બંને મોબાઈલ ચેક કરતાં ગોતાના નિતેશ લીંબચીયા અને છોટુ મારવાડી (રહે. રાજસ્થાન)ના કોન્ટેકમાં રહી ફોન પર ઓનલાઇન સટ્ટો રમતો હતો. આરોપીની પૂછપરછ કરતા તેણે પોતાના સાગરીત નિતેશ લીંબચીયા મારફતે IB, PSI કિશન રાવલનો સંપર્ક કર્યો હતો. 26 એપ્રિલના રોજ PSIની સરકારી ગાડીમાં બેસી સ્ટેડિયમમાં ગયા હતા. જ્યારે 27મી એપ્રિલે પણ ડફનાળાથી ઈન્દિરાબ્રિજ થઈ અને સ્ટેડિયમમાં ગયા હતા.

નિતેશે PSI સાથે સ્ટેડિયમમાં પ્રવેશ મેળવ્યો હોય પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. જોકે ઝોન 2 સ્કોવોડે પીએસઆઇ કિશન રાઓલને પકડી પડ્યો છે. તેની સઘન પૂછપરછ ચાલી રહી છે જોકે તે પ્યાદુ હોવાનું મનાય છે જોકે માસ્ટર માઈન્ડ કોણ છે તે હજુ બહાર આવ્યું નથી. PSI arrested for IPL betting

બુકકીઓ દ્વારા PSI ને કેટલા રૂપિયા મળ્યા તેની તપાસ

ક્રિકેટ સ્ટેડિયમમાં જો સ્ટેટ આઈબીના પીએસઆઇ કક્ષાનો કર્મચારી સટોડીયાના ફન્ટરને લઇ જતો હોય તો બુક્કી દ્વારા તેને કેટલી મોટી માત્રામાં રૂપિયા આપ્યા તે સમજી શકાય તેમ છે. હોવી જોવાનું રહ્યું કે આ પીએસઆઇ સામે ભ્રષ્ટચાર ની કલમો લગે છે કે તેને ઉચ્ચ અધિકારીઓના આદેશથી તપાસમાં બચાવી લેવામાં આવે છે. તે ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંંચોઃ ગુજરાત સરકારને મહત્વપૂર્ણ મુદ્દા અંગે તત્કાલ જવાબ આપવા માટે હાઇકોર્ટનું ફરમાન

પીએસઆઇ તો પ્યાદુ, મુખ્ય ભેજાબાજ કોણ ?

પીએસઆઇ (PSI arrested for IPL betting) તો પ્યાદુ છે પરંતુ અસલી ખેલાડી કોઈ ઉચ્ચ અધિકારી હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે હવે જોવાનું રહ્યું કે તપાસ અધિકારી આ મુખ્ય ખેલાડી સુધી પહોંચી શકશે કે પછી પીએસઆઇ સુધી માં મામલો રફેદફે કરી દેવામાં આવશે. પીએસઆઇ ને પન્ટરને લઈને સ્ટેડિયમમાં મોકલનાર અધિકારી કોણ તે ચર્ચાનો વિષય બન્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat