Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > PSI અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં શારીરિક કસોટીમાં પાસ થનાર તમામ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ભાગ લઇ શકશે

PSI અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં શારીરિક કસોટીમાં પાસ થનાર તમામ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ભાગ લઇ શકશે

0
64

ગાંધીનગર: ગુહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં વધુમાં વધુ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ભાગ લેવાની તક મળે તે હેતુથી રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ પરીક્ષાના નિયમોમાં જરૂરી સુધારો કરવા અંગે રાજય સરકારે નિર્ણય કર્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ગૃહ વિભાગ દ્વારા 4-10-2021ના જાહેરનામાથી પ્રસિધ્ધ કરવામાં આવેલા પરીક્ષા નિયમોમાં સબ ઇન્સ્પેકટર સંવર્ગ માટે પ્રથમ શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારો પૈકી 15 ગણાં મેરીટોરીયસ ઉમેદવારો અથવા તો પાસ થયેલા તમામ ઉમેદવારો પૈકી જે ઓછા હોય તે અને તે મુજબ લોક રક્ષક સંવર્ગ માટે પ્રથમ શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારો પૈકી 8 ગણાં મેરીટોરીયસ ઉમેદવારો અથવા તો પાસ થયેલા તમામ ઉમેદવારો પૈકી જે ઓછા હોય તે ઉમેદવારોને તે પછીના તબક્કાની લેખિત પરીક્ષામાં ભાગ લેવા માટેની જોગવાઇ રદ કરવા માટે રાજયમાંથી મોટા પ્રમાણમાં ઉમેદવારો તરફથી સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી.

આ અંગે રાજય સરકાર દ્વારા ઉમેદવારોના હિતમાં હકારાત્મક વિચારણાં કરીને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા કોઇપણ ઉમેદવાર આ તકથી વંચિત ના રહે તેને ધ્યાનમાં લઇને ઉમેદવારોના હિતમાં પરીક્ષા નિયમોમાં જરૂરી સુધારાઓ કરીને તે અંગેના આવશ્યક જાહેરનામાઓ રાજય સરકાર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. આ સુધારાઓના પરિણામે આગામી સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં ઉમેદવારોનો ઉત્સાહ જળવાઇ રહેશે. તેના કારણે ઉમેદવારો ઉત્સાહપૂર્વક પરીક્ષાઓમાં ભાગ લઇ શકશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat