Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મહિલા કોન્સ્ટેબલ સાથે ઈલુ -ઈલુ કરવું PSIને ભારે પડયું, DCPએ સસ્પેન્ડ કર્યા

મહિલા કોન્સ્ટેબલ સાથે ઈલુ -ઈલુ કરવું PSIને ભારે પડયું, DCPએ સસ્પેન્ડ કર્યા

0
38
  • તપાસના અંતે આખરે PSIને સસ્પેન્ડ કરાયા, જોકે સ્ટાફના જવાબમાં બચાવાયા, પણ સીસીટીવીમાં ફસાયા

  • મહિલા કોન્સ્ટેબલના પતિ હોટેલમાં આવી જતા પીએસઆઇ લિફ્ટમાં ભાગી ગયા

અમદાવાદ: શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એક પીએસઆઇ એક મહિલા પોલીસકર્મી સાથે એક હોટેલમાં ગયા હતા અને તેમના નજીકના કોઈ પોલીસકર્મીએ મહિલાના પતિને જાણ કરી દેતા તે હોટેલ પર પહોંચી ગયા હતા. જોકે પીએસઆઇની નજીક ગણાતા હોટેલના સ્ટાફે તેમને જાણ કરતા તે લિફ્ટમાંથી સીધા પાર્કિંગ જઇ ભાગી ગયા હતા. આ કિસ્સામાં ઝોન 7 ના ડીસીપી પ્રેમસુખ ડેલુએ પીએસઆઇને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ફફડાટ આવી ગયો હતો. જોકે તપાસમાં સ્ટાફના જવાબમાં પીએસઆઇને બચાવવા અથાગ પ્રયાસ થયા પરંતુ સીસીટીવી ચાડી ખાઈ જતા આખરે સસ્પેન્ડ કરવા પડ્યા હતા.

પોલીસ બેડામાં ચર્ચા મુજબ શહેરના પેટ્રોલ પંપ પાસે આવેલા એક પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને મહિલા કર્મીની આંખ મળી જતા પ્રેમ થઈ ગયો હતો. તેવામાં પ્રેમમાં એટલી હદે હતપ્રત થયેલા બન્ને જણા પોલીસ સ્ટેશનની બિલકુલ નજીકમાં આવેલી એક હોટલમાં ગયા હતા. મહિલા જ્યાં નોકરી હોય ત્યાં સુધી ત્યાં બેસી રહેતા હતા.

છેલ્લે જ્યારે મહિલા પોલીસ કર્મીના પતિને કોઈએ જાણ કરી દીધી હતી. જેથી મહિલા કર્મીના પતિ આ હોટેલ પર પહોંચી ગયા હતા. જોકે હોટેલને પ્રોટેકશન પૂરું પડતા પીએસઆઇ માટે સ્ટાફે જોર લગાવ્યું હતું અને મહિલા પોલીસ કર્મીના પતિને હોટેલમાં પ્રવેશ આપ્યો ન હતો. બીજી બાજુ પીએસઆઇને જાણ કરી દેતા તેઓ ભાગી ગયા હતા. જોકે સમગ્ર ઘટના ક્રમ બહાર આવતા શહેરના ઉચ્ચ અધિકારીએ પશ્ચિમના તમામ પોલીસ સ્ટેશનમાં ગુપ્ત તપાસ કરી હતી.

દરમિયાનમાં એક પેટ્રોલ પમ્પની બાજુમાં આવેલું પોલીસ સ્ટેશનનો ઘટના ક્રમ હોવાનું બહાર આવ્યું હતું. દરમિયાનમાં ડીસીપીએ તપાસ હાથ ધરી એસીપીને તપાસ સોંપી હતી. જોકે તપાસમાં બચાવવા ખૂબ પ્રયત્ન કર્યા હતા. આખરે હોટેલના સીસીટીવી ચાડી ખાતા આખરે મહિલા પોલીસકર્મી સાથે પીએસઆઇ આવતા દેખાયા હતા. આખરે પીએસઆઇને ટપા ટપ સસ્પેન્ડ થતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

શહેરના એક ડી સ્ટાફ પીએસઆઇ પ્રેમી મિજાજના

શહેરના એક મોટી હોસ્પિટલ નજીક આવેલી પોલીસ ચોકીમાં એક પીએસઆઇ ફરજ બજાવે છે જોકે તે સિનિયર છે. પરંતુ વાહન ચેકિંગથી લઇ ગમે ત્યાં મહિલા મળી જાય તો તે તેને પોતાનો નંબર આપી દે છે. અને મૉટે ભાગે તે ફોન પર વાતો કરતા હોય છે. જોકે આ અંગે ડિસિપિ સહિતના ઉચ્ચ અધિકારીઓ જાણે છે પરંતુ ફરિયાદની રાહ જોવે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat