Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સેટેલાઈટના ઈસ્કોન બ્રિજ નીચે કાર ચાલકે મહિલા PSIને અડફેટે લઈ રોડ પર પટકયા

સેટેલાઈટના ઈસ્કોન બ્રિજ નીચે કાર ચાલકે મહિલા PSIને અડફેટે લઈ રોડ પર પટકયા

0
228

PSIએ કાર રોકવા ઈશારો કરતા આરોપીએ બેફામ કાર ચલાવી પગના પંજા પર વ્હિલ ફેરવી ગંભીર ઈજાઓ કરી

અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસને સહકાર આપવાની જગ્યાએ લોકો દ્વારા અથડામણ કરવાં કરવાના બનાવો વધી રહ્યા છે. પોલીસ પર હુમલા કે પોલીસને ટક્કર મારી ભાગી જવાની ઘટનાઓ સતત વધી રહી છે. આવી જ ઘટના ગુરુવારે સાંજે સેટેલાઇટ વિસ્તારના ઇસ્કોનબ્રિજ નીચે બની હતી. ઈસ્કોન ચાર રસ્તા પાસે મહિલા પીએસઆઈને અડફેટે લઈ કાર ચાલકે રોડ પર પટક્યા (PSI Accident) હતા. પીએસઆઈને હાથ અને પગના ભાગે ગંભીર ઇજા થઇ હતી. સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જતા જમણા પગે ફ્રેક્ચર હોવાનું ખુલ્યું હતું. સેટેલાઇટ પોલીસે આ અને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં કાર ચાલક નિશિત શાહ નામનો વ્યક્તિ હોવાનું ખુલ્યું છે.

સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ એ.આર.બાથમ ગુરુવારે સાંજે વાહન ચેકીંગમાં સાથી પોલીસ કર્મચારીઓ સાથે ફરજ પર હતા. કર્ણાવટી કલબ તરફથી આવતી આઈ 20 કારના ચાલકને રોકવા પીએસઆઈ બાથમે હાથ ઊંચો કર્યો હતો.

આ પણ વાંચો: લોકરક્ષકનો મામલો કેમ હાઇકોર્ટમાં પહોંચ્યો?

કાર ચાસલકે પોલીસના ઈશારો જોઈ કાર ધીમી કરવાની જગ્યાએ પુરઝડપે અને બેફામપણે ચલાવી હતી. આરોપીએ કારની ડ્રાઈવર સીટની બાજુની સીટ નીચેનું વ્હીલ પીએસઆઈ બાથમના પગના પંજા પર ફેરવી દેતા તેઓ રોડ પર પટકાયા (PSI Accident) હતા.

બાથમને રોડ પર પટકાવવાથી જમણા હાથની કોણી અને પગે ગંભીર ઈજા થઇ હતી. ઇજાગ્રસ્ત પીએસઆઈ બાથમને (PSI Accident) સારવાર માટે અર્બન હેલ્થ સેન્ટર ત્યાંથી રાઠી હોસ્પિટલ લઈ જવાય હતા. રાઠી હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોકટર ન હોવાથી આંબાવાડીની અરીહંત હોસ્પિટલ ખસેડયા હતા. સારવાર દરમિયાન બાથમને જમણા પગે ફ્રેક્ચર અને કોણીના ભાગે ઇજા થયાનું જાણવા મળ્યું હતું. પીએસઆઈ બાથમ સારવાર હેઠળ (PSI Accident) છે.

સેટેલાઇટ પીઆઈ જે.બી.અગ્રાવતએ જણાવ્યું હતું કે, આરોપી કસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચાલી રહી છે. નિશિત શાહ નામનો શખ્સ કાર ચલાવતો હોવાનું ખુલ્યું છે. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.