Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > #Column: વિજય નેહરા બાદ વધુ એક IAS અધિકારીને બદલવાની તજવીજ

#Column: વિજય નેહરા બાદ વધુ એક IAS અધિકારીને બદલવાની તજવીજ

0
2972

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ કમિશનર વિજય નેહરા પછી વધુ એક સીનિયર IAS અધિકારીને બદલવાની તજવીજ હાથ ધરાઇ છે. નેહરાની જેમ આ IAS અધિકારી પણ કોરોના મહામારીને સંભાળનારી રાજ્ય સરકારની મુખ્ય ટીમનો ભાગ છે. આ અધિકારીએ જે વિભાગની આગેવાની કરી છે, તેને પણ જનતાના વિરોધનો સામનો કરવો પડ્યો છે. લોકોની નજરમાં વિભાગનું ગૌરવ પાછું લાવવા પ્રયાસ કરવા અધિકારીની જગ્યાએ કોઈ બીજાને જવાબદારી સોંપાય તેવી સંભાવના છે.

આ આઇએએસ અધિકારી દ્વારા લેવામાં આવેલા ઘણા નિર્ણયોથી લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી છે. ઉપરાંત કેટલાક નિર્ણયોથી રાજ્ય સરકારને પણ શરમજનક સ્થિતિમાં મુકાવવુ પડ્યુ છે અને સાથી અધિકારીઓએ પણ કેટલાક નિર્ણયને લઇને ફરિયાદ કરી છે.

અગાઉ, રાજ્ય સરકારે અમદાવાદની પરિસ્થિતિને સંભાળવાને લઇ રાષ્ટ્રીય સ્તરે ઘણી શરમજનક સ્થિતિમાં મુકાવુ પડ્યુ હતું. કોરોના સંક્રમણને લઇને અમદાવાદમાં સ્થિતિ ઝડપથી વિકટ બની અને શહેરનું વહીવટી તંત્ર સ્થિતિને અસરકારક રીતે કાબૂ કરવામાં નિષ્ફળ ગયો હતો.

મહત્વપૂર્ણ છે કે વિજય નેહરાએ ટ્વિટર પર જણાવ્યુ હતું કે તે કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા છે અને બે અઠવાડિયા માટે હોમ ક્વોરન્ટીન રહેશે. તે બાદ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકેનો હવાલો મુકેશ કુમારને સોપવામાં આવ્યો હતો અને અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાને અમદાવાદમાં સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે સમગ્ર હવાલો સોંપાયો હતો.

(લેખક એક વરિષ્ઠ પત્રકાર છે જે બે દાયકાથી વધુ સમયથી ગાંધીનગરની અમલદારશાહી અને રાજકારણ પર નજર રાખી રહ્યા છે)

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

#Column: ગુજરાતમાં કોરોના સામેની લડાઇ દરમિયાન ક્યા ‘ગુમ’ છે રાજ્યના મુખ્ય સચિવ?