Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > AMC ની હેલ્થ કમિટીમાં 12 શૌચાલય તોડી પાડવાની દરખાસ્ત મૂકવામાં આવી

AMC ની હેલ્થ કમિટીમાં 12 શૌચાલય તોડી પાડવાની દરખાસ્ત મૂકવામાં આવી

0
20

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના શાસકો દ્વારા એલ કમિટીની રચના બાદ પ્રથમ બેઠકમાં કોર્પોરેટર હોય જાહેર શૌચાલયનો ખુરદો બોલાવવાની દરખાસ્તો ધડાધડ મૂકવા માંડી છે. આજે મળેલી હેલ્થ એન્ડ સોલીડ કમિટીની બેઠકમાં જુદાજુદા વિસ્તારના 12 જેટલા જાહેર શૌચાલય તોડી પાડવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી.

આ તમામ સૌચાલય જરી હાલત હાલતમાં હોવાનું કહીને તોડી પાડવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી અમદાવાદ શહેરમાં શૌચાલયના કારણે આસપાસની મિલ્કતોના ભાવ ઊંચકાયા તે માટે શૌચાલયને જર્જરિત જાહેર કરી અને તેને તોડી પાડવાનું સુવ્યવસ્થિત સેટિંગ ચાલી રહ્યું છે.

અમરાઈવાડીમાં આવેલ છબીલદાસની ચાલી અને હીરાલાલની ચાલીમાં આવેલા કમ્યુનિટી શૌચાલય તોડીને તેની જગ્યા પર લાઇબ્રેરી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

નીચે મુજબના શૌચાલય તોડી પાડવામાં આવશે

1 કાશી બાઈ ચાલી ગોમતીપુર, 10 માંથી 8 જાહેર શૌચાલય તોડવામાં આવશે
2.ગુજરાતી શાળા સામે ,નારોલ
3. સરાણીયા વાસ સામે લાંભા
4. હાથીખાનાની ચાલીમાં સ્વામિનારાયણ વાડીની બાજુમાં આવેલ જાહેર શૌચાલય,શાહીબાગ
5.વણકર વાસના નાકા પર ,નવા વાડજ
6.માલધારીના છાપરા પાસે,નવા વાડજ
7.રાણીપ બસ સ્ટેન્ડથી બકરા મંડીના રસ્તા પર આવેલ કમ્યુનિટી શૌચાલય,રાણીપ
8.પરદેસી નગરની ચાલી,અમરાઈવાડી
9.ભૂરે ખાનની ચાલી,ગોમતીપુર
10.છબીલ દાસની ચાલી અમારીવાડી
11.હીરાલાલની ચાલી અમરાઈવાડી
12. સંજય ચોક ,અમરાઈવાડી

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat