Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > PMOમાં મહિલા IAS અને IFS ઓફિસરને ડાયરેક્ટર તરીકે બઢતી

PMOમાં મહિલા IAS અને IFS ઓફિસરને ડાયરેક્ટર તરીકે બઢતી

0
961

અનિલ પુષ્પાંગદન,ગાંધીનગર: વડાપ્રધાન કાર્યલયના બે નાયબ સચિવ કક્ષાના અધિકારીઓને ડાયરેક્ટર તરીકે બઢતી આપવામાં આવી છે. મહિલા IAS કવિતા પદમનાભન અને IFS અધિકારી અભિષેક શુક્લાને એજ જગ્યા પર ડાયરેક્ટર તરીકે બઢતી આપવામાં આવી છે.

ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ વિભાગ દ્વારા પીએમઓ કાર્યલયમાં ફરજ બજાવતા 2006 બેચના મહિલા IAS અધિકારી કવિતા પદમનાભનને ડાયરેક્ટર તરીકે નિમણૂંક આપી છે. તેવી જ રીતે તે જ બેચના IFS અધિકારી અભિષેક શુક્લાને પણ ડાયરેક્ટર તરીકે બઢતી આપવામાં આવી છે. આ બન્ને અધિકારીઓ પીએમઓ કાર્યલયમાં નાયાબ સચિવ રેન્કના અધિકારીઓ હતા. તેમને તે જ જગ્યા પર ડાયરેક્ટર બઢતી આપીને પુન:નિમણૂંક કરવામાં આવી છે. મહિલા IAS કવિતા પદમનાભન અને IFS અધિકારી અભિષેક શુક્લા ઘણી લાંબા સમયથી પીએમઓ કાર્યલયમાં ફરજ બજાવતા હોવાથી તેમની પુન:નિમણૂંક કરવામાં આવી છે.

આ ઉપરાંત 1995 બેચના IFS અધિકારી રવિ શંકરની રાષ્ટ્રપતિના સોશિયલ સેક્રેટરી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. 1995 બેચના IFS અધિકારી રવિ શંકર વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ કક્ષાના અધિકારી છે.

સુરત નગરપાલિકામાં વધુ એક નિવૃત આઈએસ એસ.કે.લાંગાની OSD તરીકે નિમણૂંક