Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > આજના યુગમાં મનુષ્ય વધુમાં વધુ કેટલું જીવી શકે? 80,100 વર્ષ કે તેથી પણ વધારે

આજના યુગમાં મનુષ્ય વધુમાં વધુ કેટલું જીવી શકે? 80,100 વર્ષ કે તેથી પણ વધારે

0
192
  • વિજ્ઞાનીઓએ માન્યુ- ગમે તેટલી ટેક્નિક શોધાય છતાં વધતી વય અટકાવી શકાશે નહીં
  • નિરોગી અને સંભવિત લાંબા જીવન માટે યોગ્ય લાઇફસ્ટાઇલ અપનાવવી પડશે

સિંગાપોરઃ કહેવાય છે જીવન અને મરણ માણસના હાથમાં નથી. અરે કઇ વ્યક્તિ કેટલી જીવશે (probable age of human being) તેની પણ ખબર હોતી નથી. ત્યારે વિજ્ઞાનીઓએ મનુષ્ય વધુમાં વધુ કેટલું જીવ શકે છએ. તેની શોધ કરી છે. હાલમાં ઘણા દેશોમાં સૌથી વધુ વયના વ્યક્તિના રેકોર્ડ જોયા હશે.

કોઇ 115 વર્ષ કે કોઇ 118 વર્ષનો હોવાનો ગિનિઝ બુક માટે દાવો પણ કરાયો. હવે ખરેખર માણસની સંભવિત વયની શક્યતાઓ અંગે વિજ્ઞાનીઓ ખુલાસો કરી રહ્યા છે.

નેચર કોમ્યુનિકશનમાં મહત્તમ વય અંગે રિપોર્ટ

નેચર કોમ્યુનિકેશન (Nature Communication)માં પ્રકાશિત એક રિપોર્ટના જણાવ્યા મુજબ એક મનુષ્યની મહત્તમ વય દોઢ સો વરસ હોઇ શકે છે. વિજ્ઞાનીઓ ગણતરીના આધારે આ દાવો કરી રહ્યા છે. જેમાં સિંગાપોરના વિજ્ઞાનીઓએ મનુષ્યની મહત્તમ વય માપવા માટે ખાસ પ્રકારના ઇન્ડિકેટર્સ બનાવ્યા છે. જેને ડાયનેમિક ઓર્ગેનિઝ્મ ઇન્ડિકેટર્સ (DOSI)કહેવામાં આવે છે. તેનાથી મનુષ્યનું શરીર વધુમાં વધુ કેટલા વર્ષ સુધી જીવવા માટે તેનો સાથે આપી શકે તે જાણી શકાય છે.

આ પણ વાંચોઃ કોઇના બાપમાં દમ નથી કે મારી ધરપકડ કરે- સોશિયલ મીડિયા પર બાબા રામદેવનો વીડિયો વાયરલ

રિપોર્ટ મુજબ આના માટે ખાસ પ્રકારથી લોહીની તપાસ કરવાની હોય છે. વિજ્ઞાનીઓએ લોહીની આ તપાસ કર્યા બાદ તેમના ઇન્ડિકેટર્સ (DOSI)સાથે મેચ કરીને કરી જોયું. જેમાં સાબિત થયું કે જો આરોગ્ય બરોબર હોય અને પરિસ્થિતિઓ મનુષ્યને અનુકુલ રહે તો તે 120થી 150 વર્ષ સુધી જીવી (probable age of human being)શકે છે.

વિજ્ઞાનીઓએ વય સંબંધી વેરિએબલ્સ અને ઉંમર વધવાની ટ્રેજેક્ટરી (ગતિ)ને સિંગલ મેટ્રિકમાં નાંખીને જોયું તેનાથી સંભવિત મહત્મ ઉંમર જાણવા મળે છે. શરીર બીમારીઓથી સંક્રમિત થવાની સાથે તેના અંગો કામ કરતા રહેવાની સ્થિતિને બાયોલોજીની ભાષામાં વયનું વધવું કહેવાય છે. બીજુ મોટું કારણ શરીરના ડીએનએનું સતત વિભાજન થવું. તેના કારણે રોગ વધુ અસર કરે છે અને શરીર સાથ આપવાનું બંધ કરી દે છે.

લોહીની તપાસથી વયનો સંબંધ

લોહીની તપાસથી કઇ રીતે વય નક્કી કરાય. તે અંગે વિજ્ઞાનીઓએ વિવિધ વયજૂથના લોકોના લોહીના નમૂના લીધા. તેનું કમ્પલીટ બ્લડ કાઉન્ટ (CBC)તપાસ્યું. જેનાથી લોહીની અંદરના સફેદ કણ , લાલ કણ અને પ્લેટલેટ્સની માત્રા જણાય છે. વિજ્ઞાનીઓએ વધતી વયની ટ્રેજેક્ટરી અને સીબીસીના આંકડાને ભેગા કરી જોયું કે કઇ વયમાં કઇ સંભવિત બીમારી શરીર પર કેટલી અસર કરી શકે છે. એટલું જ નહીં શરીર કેટલી બીમારીઓ સામે સંઘર્ષ કરી શકે છે, તે પણ જાણી શકાયું.

મતલબ કે સંશોધકોએ શોધેલા ઇન્ડિકેટર્સ (DOSI)શરીરની ફિઝિકલ ક્ષમતા જણાવે છે. દાખલા તરીકે જેમની લાઇફ સ્ટાઇલ સારી નથી, તેમનું ડોસી જણાવે છે કે તેઓ ઓછું જીવે છે. ટુંકમાં ડોસીમાં કાયમ ગંભીર બીમારીઓ નહીં પણ સામાન્ય રોગ પરથી શરીરની મહત્તમ વય જાણી શકાય છે. એટલે મનુષ્યનું શરીર કઇ તરફ જઇ રહ્યું છે, તે કેટલા દિવસ સ્વસ્થ રહી શકે છે, તે જાણી શકાય છે.

જો કોઇ વ્યક્તિને કોઇ બીમારી ન હોય અને તેની લાઇફ સ્ટાઇલ યોગ્ય હોય તો તેના લાંબી મેળવી શકવાની શક્યતા છે. વિજ્ઞાનીઓએ સ્વસ્થ લોકોના લોહીની તપાસ પરથી જાણ્યું કે તેમનું ડોસી ભવિષ્યમાં થનારી સંભવિત બીમારી અંગે પણ જણાવી શકે છે. પરંતુ વર્તમાનમાં કોઇ બીમારી અંગે ચેતવી શકતું નથી.

ડોસી વધતી વય સાથે વધતુ હોવાથી વિજ્ઞાનીઓએ પછી ડોસીના સ્તરને વધારીને જોયું જેથી મહત્તમ વય જાણી શકાય. તેમાં જણાયું કે શરીરના બધા અંગે વ્યવસ્થિત અને સંતુલિત રીતે કામ કરી રહ્યા છે અને તેમાં કોઇ ગંભીર ક્રોનિક બીમારી નથી. ઉપરાંત જીવનશૈલી સુચારુ છે, તો તે શરીર વાળી વ્યક્તિ 120થી 150 વર્ષ સુધી જીવી શકે છે.

આ પણ વાંચોઃ અનોખી ઘટનાઃ મુંબઇથી દુબઇની 360 યાત્રીની ફ્લાઇટમાં માત્ર એક ગુજરાતીની સફર

સાથે વિજ્ઞાનીઓએ એ વાત માની કે ભવિષ્યમાં ગમે તેટલી ટેક્નિક શોધાઇ જાય તો પણ વધતી વયને અટકાવી શકાશે નહીં. કારણ કે વધતી વયની સાથે શરીરની ફિઝિકલ અને એનાટોમિકલ એટલી આંતરિક અને બાહ્ય ક્ષમતા ઓછી થતી જાય છે. વળી બીમારીઓ તેના પર ઘાતક કામ કરે છે.

બાકી બધુ અલ્લાહ, ઇશ્વર, ભગવાનના હાથમાં

આજના સમયમાં લોકો લાઇફસ્ટાઇલ સંબંધી રોગોનો વધુ શિકાર થઇ રહ્યા છે. પરિણામ વ્યક્તિની સરેરાશ વય ઘટતી જાય છે. માટે વય વધારવા માટે કોઇ ટેક્નિક કે થેરેપી કામ આવવાની નથી. માત્ર જીવનશૈલી સુધારવાથી લાંબુ જીવવાનો માર્ગ (probable age of human being)મોકળો થઇ શકે છે. બાકી તો બધુ અલ્લાહ, ઇશ્વર, ભગવાનના હાથમાં છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat