Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > હત્યાકેસમાં વોન્ટેડ કુશ્તીબાજ સુશીલકુમાર માટે પોલીસે જાહેર કર્યું એક લાખનું ઇનામ

હત્યાકેસમાં વોન્ટેડ કુશ્તીબાજ સુશીલકુમાર માટે પોલીસે જાહેર કર્યું એક લાખનું ઇનામ

0
62
  • મહિનાના પ્રારંભે અન્ય પહેલવાનની સાગર રાણાની હત્યા બાદથી ઓલિમ્પિક મેડલિસ્ટ ફરાર
  • રેસલરના પીએ અજય સોનુની માહિતી આપનાર માટે પણ 50 હજાર રુપિયાનું ઇનામ

નવી દિલ્હીઃ રાજધાનીમાં પ્રોપર્ટીને મામલે રેસ્લર સાગર રાણાના હત્યાકાંડમાં પોલીસે ઓલિમ્પિયન પહેલવાન સુશીલકુમાર માટે 1 લાખ રુપિયાના ઇનામ (Prize for Sushilkumar)ની જાહેરાત કરી છે. જ્યારે સુશીલકુમારે સુરક્ષા માટે કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી છે. જેની આજે સુનાવણી હાથ ધરાશે.

દિલ્હી પોલીસે 23 વર્ષીય સાગર રાણાની હત્યા મામલે સુશીલના પીએ અજયની પણ માહિતી આપવા માટે 50 હજાર રુપિયાનું ઇનામ જાહેર કર્યું છે. ઓલિમ્પિકમાં બે વખતનો મેડલિસ્ટ રેસ્લર સુશીલકુમાર દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં થયેલી હત્યા બાદથી ફરાર છે. પોલીસ તેને દોઢ સપ્તાહથી શોધી રહી છે. અનેક સ્થળે દરોડા છતાં નિષ્ફળતા મળતા પોલીસે સુશીલ અને તેના પીએ માટે ઇનામ જાહેર કર્યું.

સુશીલ અને સોનુ સામે બિન જામીનપાત્ર વોરન્ટ

ઇનામની જાહેરાત અંગે ગઇ કાલે મોડી રાત્રે જિલ્લા ડીપીસી ઉષા રંગનાનીએ જણાવ્યું હતું કે સુશીલકુમાર અને તેના ભોગેડુ સાથી અજયકુમારને પોલીસ શોધી રહી છે. બંને સામે બિન જામીનપાત્ર વોરન્ટ પણ જારી થઇ ગયા છે. છતાં બંને હજુ પોલીસની પહોંચથી દૂર છે. તેથી તેમની ધરપકડ માટે અલગ-અલગ ઇનામ (Prize for Sushilkumar)ની રકમ જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ બિલ-મેલિંડાના જીવનનું ત્રીજું કોણઃ ગેટસનું માઇક્રોસોફટની જ કર્મચારી સાથે હતું અફેરઃ રિપોર્ટ

તે પહેલાં દિલ્હીની રોહિણી કોર્ટે વિશ્વપ્રસિદ્ધ પહેલવાન સુશીલકુમાર સામે બિન જામીનપાત્ર વોરન્ટ ઇશ્યુ કર્યું હતું. અત્યાર સુધીની તપાસમાં સુશીલકુમાર ભાગીને હરિદ્વાર અને ત્યાંથી ઋષિકેશ પહોંચી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પોલીસ હજું તેનું ચોક્ક્સ લોકેશન શોધી શકી નથી.

દરમિયાન સુશીલકુમારે વકીલ મારફત રોહિણી કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી છે. જેની સવારે 10.30 કલાકે સુનાવણી હાથ ધરાવવાની છે. પહેલવાન સુશીલકુમાર દિલ્હી સરકાર હેઠળના છત્રસાલ સ્ટેડિયમમાં ઓફિસર ઓન ડ્યૂટી (OSD)છે. હત્યાકાંડમાં ભાગેડુ હોવા છતાં દિલ્હી સરકારે હજુ સુશીલને હોદ્દા પરથી હટાવ્યો નથી.

હત્યાકાંડની ઘટના શુ હતી

દિલ્હીના મોડલ ટાઉન વિસ્તારના છત્તસાલ સ્ટેડિયમમાં પહેલવાનો (રેસલર્સ)ના બે જુથો વચ્ચે ઝઘડો થયો હતો. તેમાં 5 પહેલવાનને ગંભીર ઇજા થઇ હતી. આ તમામને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સાગર નામના 23 વર્ષીય એક કુસ્તીબાજનું સારવાર દરમિયાન મોત થઇ ગયું. પોલીસે હવે કેસ નોંધી તપાસ શરુ કરી હતી. Prize for Sushilkumar

સુશીલ સહિત અન્ય કુશ્તીબાજોના નામ

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ જીવલેણ અથડામણમાં રેસલર સુશીલકુમાર તેનો પીએ અજય, સોનુ, સાગર, પ્રિન્સ અને અમિત ઉપરાંત બીજા કુશ્તીબાજ પણ સામેલ હતા. કારણ કે પ્રત્યેક્ષદર્શીઓની જુબાની અને તપાસ બાદ એફઆઇઆરમાં સુશીલકુમારનું નામ આવતા દરોડા પાડવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ બે વખતના ઓલિમ્પિક મેડાલિસ્ટ પહેલવાન સુશીલકુમારને હત્યા કેસમાં શોધી રહી છે દિલ્હી પોલીસ

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat