Gujarat Exclusive > દેશ-વિદેશ > સોનભદ્રથી હાથરસઃ પ્રિયંકા અને યોગી કેટલી વખત સામ-સામે ટકરાયા

સોનભદ્રથી હાથરસઃ પ્રિયંકા અને યોગી કેટલી વખત સામ-સામે ટકરાયા

0
218

નવી દિલ્હીઃ હાથરસની નિર્ભયાને ન્યાય અપાવવા માટે પ્રિયંકા અને રાહુલ ગાંધી (priyanka-yogi) તેના કુટુંબને મળવા દિલ્હીથી નીકળ્યા હતા. તેમને ગ્રેટર નોઇડા પાસે પોલીસના કાફલાએ રોક્યા. તેના પછી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી  કોંગ્રેસના હજારો કાર્યકરોની સાથે પગપાળા રવાના થયા હતા. આ મામલે પોલીસ સાથે ધક્કામુક્કી થયા બાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની ધરપકડ થઈ હતી.

સોનભદ્રના મામલામાં પ્રિયંકાએ 26 કલાક સુધી સંઘર્ષ કર્યો

સોનભદ્રના ઘોરાવલના ઉમ્ભા ગામમાં જમીનના કબ્જાને લઈને નરસંહાર થયો. આ ઘટનામાં દસની હત્યા થઈ હતી અને 28 લોકો ઇજા પામ્યા હતા. આ ઘટનાને લઈને પ્રિયંકા ગાંધી (priyanka-yogi)સોનભદ્રના પીડિતાઓને મળવા પહોંચી હતી. તેના પછી તેઓને મળવા તેણે 26 કલાક સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. આ દરમિયાન તે પોતાના ટેકેદારો સાથે પૂરી રાત ધરણા પર બેઠેલી રહી.

પોલીસે પ્રિયંકાના કાફલાને સોનભદ્ર જવાથી રોકી દીધો હતો, જેથી તે કોંગ્રેસી સમર્થકો સાથે રસ્તા પર ધરણા કરવા બેઠી હતી. તેના પછી પોલીસ વહીવટીતંત્રએ તેમની ધરપકડ કરી હતી અને એસડીએમ પોતે પોતાની ગાડીમાં તેમને ચુનાર ગેસ્ટ હાઉસમાં લઈ ગયા હતા. વહીવટીતંત્રે સમજાવવા છતા પ્રિયંકા ગાંદી પીડિતોને મળવાની વાત પર અડગ રહી. તેના પછી ગેસ્ટહાઉસમાં જ પીડિતા સાથે તેમની મુલાકાત કરાવવામાં આવી. પ્રિયંકાના આ વલણથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકાર બેકફૂટ પર આવી ગઈ હતી.

પ્રિયંકા જ્યારે સ્કૂટીથી પહોંચી

કોંગ્રેસ સ્થાપના દિવસના પ્રસંગે લખનઉ પહોંચી પ્રિયંકા ગાંધીએ (priyanka-yogi) તે સમયે ઉત્તરપ્રદેશ પોલીસનો સામનો કરવો પડ્યો હતો જ્યાં તે ભૂતપૂર્વ આઇપીએસ એસઆર દારાપુરીને મળવા જઈ રહી હતી. નાગરિકતા સંશોધન કાયદા સામે થયેલા વિરોધ પ્રદર્શનમાં તેમની ધરપકડ થઈ હતી. પ્રિયંકા તેમના ઘરે જતી હતી અને પોલીસે તેમને રોકી જણાવ્યું હતું કે સલામતીના પાસાને ધ્યાનમાં રાખી તેમને રોકવામાં આવી રહ્યા છે. તે સમયે પણ પોલીસ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે ઝપાછપી થઈ હતી.

પ્રિયંકાએ આરોપ મૂક્યો હતો કે પોલીસે તેમને જગ્યાએ-જગ્યાએ રોકવાનો પ્રયત્ન કર્યો અને તેમનું ગળુ પકડવામાં આવ્યુ અને તેમને ધક્કો આપવામાં આવ્યો. તેના પછી પ્રિયંકા ગાંધી કોંગ્રેસના નેતા ધીરજ ગુર્જરની સાથે સ્કૂટી પર સવાર થઈ આગળ વધી અને ત્યાંથી પગે ચાલીને ઇન્દિરાનગરમાં દારાપુરના ઘરે પહોંચી કુટુંબીજનો સાથે મુલાકાત કરી. આ દરમિયાન હેલમેટ વગર ટુ-વ્હીલર ચલાવવા બદલ દંડ પણ વસૂલાયો

બસ વિવાદ પર પ્રિયંકા-યોગી આમને સામને

કોરોનાના ચેપ અને લોકડાઉન વચ્ચે દેશના અલગ-અલગ રાજ્યોમાં પ્રવાસી મજૂરો ઘરે પરત ચાલતા આવી રહ્યા હતા. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ (priyanka-yogi) પ્રવાસી શ્રમિકો માટે 1,000 બસો મોકલવા માટે પ્રદેશની સરકારને મંજૂરી આપવા પત્ર લખ્યો હતો. આ બસને લઈને યોગી સરકાર અને પ્રિયંકા ગાંધીની વચ્ચે પત્રયુદ્ધ છેડાયુ હતુ.

કોંગ્રેસે રાજસ્થાન-ઉત્તરપ્રદેશ સરહદ પર બસો લાવી મૂકી દીધી હતી, પરંતુ યોગી સરકારે મંજૂરી આપ્યા પછી બસોની અને ડ્રાઇવરની યાદી માંગી. તેના પછી યોગી સરકારે બસોના કાગળો અને તેમા ખામીઓ બતાવી તેને ચલાવવા ન દીધી. તેને લઈને કોંગ્રેસ અને બાજપ વચ્ચે ઘણો વિવાદ વધ્યો. તેમા પ્રિયંકાના વ્યક્તિગત સચિવ સંદીપસિંહની નામે કેસ નોંધાયો હતો.

મેરઠમાં રાહુલ-પ્રિયંકાને પોલીસે રોકી

ઉત્તરપ્રદેશમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં થઈ રહેલા પ્રદર્શનોમાં માર્યા ગયેલા લોકોના કુટુંબીજનોની સાથે પ્રિયંકા ગાંધી (priyanka-yogi) મુલાકાત કરી રહી હતી. મેરઠમાં મરનારાઓના કુટુંબીજનોને મળવા માટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પહોંચ્યા હતા, પરંતુ પોલીસે મેરઠ શહેરની બહાર જ તેમને રોક્યા.

કોંગ્રેસના નેતાઓએ પોલીસને કહ્યું કે ફક્ત ત્રણ જ જશે, પરંતુ પછી પોલીસે તેમને શહેરમાં જવા ન દીધા. કોંગ્રેસે તેને લઈને યોગી સરકાર સામે નારાબાજી કરી હતી. આ પહેલા પ્રિયંકા બિજનૌર જિલ્લામાં નહટોર હિંસામાં માર્યા ગયેલા અનસ અને સુલેમાનના કુટુંબને મળી હતી અને યોગી સરકારની સામે સવાલ ઉઠાવ્યા હતા. તેના લીધે પોલીસે તેમને મેરઠ જવા ન દીધા. તેના પછી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી દિલ્હી પરત ફર્યા હતા.

આગ્રા-કાનપુર કોરોના કેસમાં પ્રિયંકાને નોટિસ

ઉત્તરપ્રદેશમાં કોરોનાની ઝડપ પર પણ પ્રિયંકા ગાંધી અને યોગી સરકાર આમને-સામને આવી હતી. આગ્રામાં કોરોનાનો મૃત્યુદર દિલ્હી તેમ મુંબઈથી વધારે હોવાના મામલે પ્રિયંકા ગાંધીએ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે આગ્રા મોડેલનું અસત્ય ફેલાવીને તેને વિષમ સ્થિતિઓમાં ધકેલવા જવાબદાર કોણ છે, તે અંગે આગ્રાના ડીએમ પ્રભુ એન સિંહે કોંગ્રેસ મહાસચિવને નોટિસ મોકલી હતી. આ જ રીતે પ્રિયંકાએ કાનપુર બાલ સંરક્ષણ ગૃહના મામલે યોગી સરકારની સામે મોરચો ખોલ્યો હતો. પ્રિયંકા ગાંધીએ કાનપુર મામલામાં મુઝફ્ફરનગરના બાળગૃહ સાથે જોડ્યો હતો. પ્રિયંકાએ જણાવ્યું હતું કે તપાસના નામે બધુ દબાવી દેવાય છે, પરંતુ સરકારના બાલ સંરક્ષણ ગૃહોમાં ઘણી અમાનવીય ઘટનાઓ બની રહી છે.