Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > આજે પ્રિયંકા ગાંધીનો જન્મ દિવસઃ કેવી છે તેમની રોબર્ટ વાડરા સાથેની લવ સ્ટોરી?

આજે પ્રિયંકા ગાંધીનો જન્મ દિવસઃ કેવી છે તેમની રોબર્ટ વાડરા સાથેની લવ સ્ટોરી?

0
118

પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડરા દિલ્હીમાં એક જ સ્કૂલમાં ભણતા હતા

નવી દિલ્હીઃ કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડરા સાથેના તેમના લગ્ન પાછળ ફિલ્માંકન થઇ શકે તેવી  લવ સ્ટોરી (Priyanka Vadra Lovestory) છે. પૂર્વ PM રાજીવ ગાંધીનાં સંતાન પ્રિયંકા ગાંઘીનો આજે જન્મ દિવસ છે. તેઓ 49 વર્ષનાં થયાં. પ્રિયંકાનો જન્મ 1972માં દેશના સૌથી મોટા રાજકીય પરિવારમાં થયો હતો.

મોડે મોડે છેક ગત વર્ષે 48 વર્ષની વયે રાજકારણમાં તેમણે પ્રવેશ કર્યો, જો કે તેમનું જીવન બહુ રસપ્રદ રહ્યું છે. પ્રિયંકાના લગ્ન દેશના  ઉદ્યોગપતિ રોબર્ટ વાડરા સાથે થયા છે. તેઓ 18 ફેબ્રુઆરી 1997માં લગ્ન બંધનમાં બંધાયા હતા. તેમના લગ્નને 24 લર્ષ વિતી ગયા.

આ પણ વાંચોઃ વિરુષ્કાની દિકરીની પ્રથમ તસવીર સો. મીડિયા પર વાયરલ, પણ ઉત્સુક્તા વધારી

પિતાના જેમ પ્રિયંકાના પણ લવમેરેજ

પ્રિયંકા ગાંધીએ પણ પિતા રાજીવ ગાંધીની જેમ પ્રેમવિવાહ કર્યા. પ્રિયંકા ગાંધીને બિઝનેમમેન રોબર્ટ વાડરા સાથે પ્રેમ (Priyanka Vadra Lovestory) થઇ ગયો હતો. જ્યારે તેઓ પહેલી વખત રોબર્ટ વાડરાને મળ્યાં હતાં ત્યારે તેમની વય 13 વર્ષની હતી.

બંને દિલ્હીની એક જ સ્કૂલમાં સાથે ભણતા હતા. પછી બંને વચ્ચે વાતચીતનો દોર શરૂ થયો અને ધીમે-ધીમે આ સિલસિલો પ્રેમમાં પરિણમ્યો હતો.

રોબર્ટ વાડરાને રાજકારણ સાથે નિસબત નહતું

બિઝનેસ પરિવાર સાથે સંબંધ ધરાવતા રોબર્ટ વાડરાને રાજકારણ સાથે કોઇ લેવા દેવા નહતા. તેમનો જન્મ 18 એપ્રિલ, 1969ના રોજ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં થયો હતો. નોંધનીય છે કે મુરાદાબાદ પિતળના કામ માટે પ્રસિદ્ધ છે.

રોબર્ટ વાડરાના પિતા પિત્તળના વેપારી Priyanka Vadra Lovestory news

રોબર્ટ વાડરાના પિતા પિત્તળના વેપારી હતા. તેમનો સંબંધ પાકિસ્તનના સિયાલકોટથી પણ છે. દેશના ભાગલા વખતે રોબર્ટ વાડરાના દાદા સિયાલકોટથી હિજરત કરી ભારત આવ્યા હતા.

આ પણ વાંચોઃ બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલ કોરોના પોઝિટિવ, થાઈલેન્ડમાં રમી રહી હતી ચેમ્પિયનશીપ

બહેન મિશેલ થકી પ્રિયંકા સાથે મુલાકાત

પ્રિયંકા ગાંધીની રોબર્ટ વાડરા સાથે મુલાકાત તેમની બહેન મિશેલ વાડરા દ્વ્રારા થઇ હતી ત્યારથી બંને મિત્ર બની ગયા.

વાડરા પરિવારનો બિઝનેસ પિત્તળ ઉપરાંત આર્ટિફિશિયલ જ્વેલરીમાં પણ હતો. તેથી રોબર્ટ વારે ન્યારે પ્રિયંકાને ખાસ જ્વેલરી ભેટમં આપતા રહેતા હતા. પછી રોબર્ટ બહુ જલદી રાહુલ ગાંધીના પણ મિત્ર (Priyanka Vadra Lovestory)બની ગયા હતા.

પ્રિયંકા મુરાદાબાદ પહોંચતા Priyanka Vadra Lovestory ચર્ચા

જ્યારે એક વખત દેશના વડાપ્રધાનની પુત્રી પ્રિયંકા ગાંધી રોબર્ટ વાડરાને મળવા મુરાબાદ પહોંચ્યાં હતા. ત્યારે તેમની લવ સ્ટોરી(Priyanka Vadra Lovestory)ની ચર્ચા થવા લાગી હતી. જો કે રોબર્ટ ઇચ્છતા નહતા કે તેમની પ્રેમ કહાની ચર્ચાસ્પદ બને.

રોબર્ટ વાડરાએ ઇન્ટરવ્યૂમાં પ્રિયંકા વિશે શું કહ્યું

રોબર્ટ વાડરાએ એક વખત ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે,

” દિલ્હીની બ્રિટિશ સ્કૂલમાં ભણતો હતો, ત્યારે મારી પ્રિયંકા સાથે મુલાકાત થઇ હતી. મને લાગ્યું હતું કે તેમને મારામાં રસ છે. અમે એક-બીજા સાથે બહુ વાતો કરતા હતા. પરંતુ હું ઇચ્છતો હતો કે લોકોને મારા વિશે જાણ થાય. કારણ કે લોકો તેને ખોટી રીતે લેત.”

વડાપ્રધાનની પુત્રી હોવાને કારણે પ્રિયંકાની આજુબાજુ સઘન પહેરો રહેતો હતો. પરંતુ ક્લાસમેટ હોવાના કારણે બંનેને મુલાકાત (Priyanka Vadra Lovestory)ની તક મળી જતી હતી. રોબર્ટ વાડરાએ પ્રિયંકા સમક્ષ લગ્ન માટે સીધો પ્રપોઝ મૂકી દીધો હતો. પ્રિયંકાએ તુરત જ સ્વીકાર કરી લીધો હતો.

આ પણ વાંચોઃ વિરુષ્કાના ઘેર આવેલી ‘નન્હી પરી’ને 2 કલાકમાં 37 લાખ લોકોએ કરી લાઇક

પહેલાં રાજેન્દ્ર વાડરા લગ્ન માટે સંમત્ત નહતા

રિપોર્ટ મુજબ રોબર્ટ વાડરાના પિતા રાજેન્દ્ર વાડરા પહેલાં આ બંનેના લગ્ન માટે તૈયાર નહતા. પરંતુ પ્રિયંકા અને રોબર્ટે જ્યારે લગ્નનો નિર્ણય લઇ જ લીધો તો તેમણે પાછળથી મંજૂરી આપી હતી. બંનેના લગ્ન 10 જનપથ પર હિન્દુ રિત રિવાજો મુજબ થયા હતા.

પ્રિયંકા-રોબર્ટના બે બાળકો છે

પ્રિયંકા અનો રોબર્ટ વાડરાને બે બાળકો છે. જેમાં પુત્રી મિરાયા વાડરા અને પુત્ર રેહાન વાડરા છે. આખો પરિવાર ગુડગાંવમાં એક સાથે રહે છે.

પ્રિયંકાને રોબર્ટની સાદગી ગમી ગઇ હતી

રોબર્ટ અને પ્રિયંકા સાથે ભણતા હતા. ત્યારે રોબર્ટ બહુ ધનીક પરિવારના ન હતા. પ્રતિભા પણ અસાધારણ નહતી. પરંતુ પ્રિયંકાને રોબર્ટની સાદગી ગમી ગઇ હતી. પછી બંનેએ એક-બીજા સાથે જીવન વિતાવવાનો નિર્ણય લઇ લીધો હતો.

આ પણ વાંચોઃ કંગનાનો ટ્વીટર પર હુમલોઃ ઇસ્લામી દેશો અને ચીની પ્રોપેગેન્ડા સામે વેચાઇ જવાનો આરોપ

પહેલી મુલાકાતમાં રોબર્ટ અંજાયા નહીં

પ્રિયંકા ગાંધીએ એક વખત ઇન્ટરવ્યૂમાં પતિ રોબર્ટ અંગે જણાવ્યું હતું કે ,

” જ્યારે હું પહેલી વખત રોબર્ટને મળી હતી. ત્યારે તેમણે મને અલગ રીતે ટ્રીટ કરી નહતી. મને આ સારું લાગ્યું. તે દિલના બહુ પ્રામાણિક વ્યક્તિ છે. પોતાની રીતે જીવે છે. તેમને બીજી વસ્તુઓ પ્રભાવિત કરતી નથી. તેમના માટે એક હાઇ પ્રોફાઇલ રાજકીય પરિવારનો માહોલ એકદમ નવો હતો. પરંતુ જે રીતે તેમણે બહુ સંભીળી લીધું તે શાનદાર છે.

ગમે તેવી મુશ્કેલીમાં પણ સાથે

પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડરા મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિમાં પણ એક સાથે ઊભેલા હોય છે . જે તેમની લવસ્ટોરીને એક ઉદાહરણ બનાવે છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9