Gujarat Exclusive > રાજનીતિ > પ્રિયંકા ગાંધીનો ચૂંટણી દાવો, યુપીમાં સરકાર બની તો આશા વર્કસને 10 હજાર રૂપિયા આપશે

પ્રિયંકા ગાંધીનો ચૂંટણી દાવો, યુપીમાં સરકાર બની તો આશા વર્કસને 10 હજાર રૂપિયા આપશે

0
77

લખનઉં: ત્રણ દાયકાથી યુપીની સત્તાથી દૂર કોંગ્રેસ માટે જમીન શોધી રહેલા રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી એક પછી એક ચૂંટણી દાવા કરી રહ્યા છે. સમાજના દરેક તબક્કાને સાધવા માટે પ્રિયંકા ગાંધી મહેનત કરી રહ્યા છે. પ્રિયંકા ગાંધીએ આશા અને આંગણવાડી વર્કસને સાધવાનો પ્રયાસ કર્યો છે, તેમણે કહ્યુ કે જો 2022માં કોંગ્રેસ પાર્ટીની સરકાર બની તો આશા અને આંગણવાડી વર્કસને 10 હજાર રૂપિયા પ્રતિ મહિને પગાર મળશે.

શાહજહાંપુરમાં મુખ્યમંત્રીને મળવા જઇ રહેલા આશા વર્કસને પોલીસ દ્વારા રોકવા પર પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી સરકાર પર પ્રહાર કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ લખ્યુ, “યુપી સરકાર દ્વારા આશા બહેનો પર કરવામાં આવેલા અત્યાચાર તેમના દ્વારા કરવામાં આવેલા કામનું અપમાન છે. મારી આશા બહેનોએ કોરોનામાં તેમજ અન્ય પ્રસંગે પુરી લગનથી પોતાની સેવા કરી છે, તેમની વાત સાંભળવી સરકારનું કર્તવ્ય છે. આશા બહેનો સમ્માનની હકદાર છે અને હું આ લડાઇમાં તેમની સાથે છું.

પ્રિયંકા ગાંધીએ આ દાવા પણ કર્યા

મહત્વપૂર્ણ છે કે આ પહેલા પ્રિયંકા ગાંધીએ જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણીમાં 40 ટકા ટિકિટ મહિલાઓને આપશે. તે બાદ તેમણે 12માં અને ગ્રેજ્યુએટ પાસ યુવતીઓ માટે પણ જાહેરાત કરી હતી. પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે જો કોંગ્રેસની સરકાર બને છે તો ઇન્ટર પાસ યુવતીઓને સ્માર્ટફોન અને ગ્રેજ્યુએટ પાસને ઇલેક્ટ્રિક સ્કૂટી આપવામાં આવશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat