નવી દિલ્હી: રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રાએ ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કર્યો હતો. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગાઝિયાબાદના લોનીમાં પોતાના ભાઇનું સ્વાગત કરતા ભાજપ પર પ્રહાર કર્યા હતા.
Advertisement
Advertisement
પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે- “રાહુલ ગાંધીની છબીને ખરાબ કરવા માટે સરકારે કરોડો રૂપિયા ખર્ચ કર્યા પરંતુ આ સત્યથી પાછળ ના હટ્યા. દેશના ટોચના ઉદ્યોગપતિઓનું નામ લેતા પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીની પ્રશંસા કરી હતી. પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યુ કે, અદાણીજી અને અંબાણીજીએ દેશના તમામ નેતાઓને ખરીદી લીધા પરંતુ મારા ભાઇને ના ખરીદી શક્યા અને ના તો ક્યારેય ખરીદી શકશે. યૂપીમાં ભારત જોડો યાત્રાનું સ્વાગત કરતા પ્રિયંકા ગાંધીએ પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીને યોદ્ધા ગણાવતા કહ્યુ કે રાહુલ ગાંધી આજે મોહબ્બતની દુકાન ખોલી રહ્યા છે, મને મારા ભાઇ પર ગર્વ છે.
मेरे बड़े भाई… तुम पर गर्व है ❤️
तुम एक योद्धा हो 💪 pic.twitter.com/EaDHmTY0q3
— Congress (@INCIndia) January 3, 2023
રાહુલ સત્યનું કવચ પહેરીને ચાલ્યા, માટે ઠંડ નથી લાગતી
પ્રિયંકા ગાંધીએ આગળ કહ્યુ, “કોઇ મને પૂછી રહ્યુ હતુ કે તમારા ભાઇને ઠંડી કેમ નથી લાગતી. તેમની સુરક્ષા માટે તમને ડર નથી લાગતો. મારો જવાબ આ છે કે આ સત્યનું કવચ પહેરીને ચાલી રહ્યા છે. ભગવાન તેમને સુરક્ષિત રાખશે, બધા સાથે ચાલો. એકતા, સદભાવના, પ્રેમનો પેગામ લઇને ચાલો. તે બાદ બન્નેએ લોકોનું અભિવાદન કર્યુ હતુ. જોકે, સ્ટેજ પરથી રાહુલ ગાંધીએ કોઇ સ્પીચ આપી નહતી.
UPમાં 3 દિવસમાં 130 કિમી ચાલશે રાહુલ ગાંધી
ઉત્તર પ્રદેશમાં યાત્રા શરૂ કર્યા પહેલા રાહુલ ગાંધીએ દિલ્હીમાં મરઘટવાળા હનુમાનજીના દર્શન કર્યા હતા. આ દરમિયાન પુજારીએ તેમને ગદા પણ આપી હતી. રાહુલ ગાંધીની ગદા ઉઠાવતી એક તસવીર સામે આવી છે. ભારત જોડો યાત્રા 9 દિવસના બ્રેક પછી મંગળવારથી શરૂ થઇ હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં 3 દિવસમાં આશરે 130 કિલોમીટર ચાલવાના છે. આ દરમિયાન યૂપીના ત્રણ જિલ્લા ગાઝિયાબાદ, બાગપત અને શામલીમાંથી યાત્રા પ્રસાર થશે. આ 11 વિધાનસભા બેઠકને કવર કરશે.
Advertisement