Gujarat Exclusive > રાજનીતિ > પ્રિયંકા ગાંધીનો મોદી સરકાર પર હુમલો, ‘યુવાઓને ભાષણ નહીં નોકરી જોઇએ’

પ્રિયંકા ગાંધીનો મોદી સરકાર પર હુમલો, ‘યુવાઓને ભાષણ નહીં નોકરી જોઇએ’

0
535

અગાઉ પ્રિયંકા ગાધીએ ગગડેલી અર્થવ્યવસ્થા પર પણ હુમલો કર્યો હતો

નવી દિલ્હી: કોરોના અને ચીન સાથે સરહદ વિવાદ પર કેન્દ્રને સતત આડે હાથે લેનારી કોંગ્રેસે હવે વધી રહેલી બેરોજગારી તથા ખાડે પડેલી અર્થવ્યવસ્થાને લઇને હુમલો કરવાની શરૂઆત કરી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) વાડ્રાએ ઘણાં લાંબા સમયથી પેન્ડિંગ પડેલી SSC અને રેલવેની પરીક્ષાઓને લઇને મોદી સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા અને કહ્યું કે યુવાઓને ભાષણ નહીં નોકરી જોઇએ.

પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi)એ આજે મંગળવારે મોદી સરકાર પર નિશાન સાધતા જણાવ્યું કે,
“SSC અને રેલવેની ઘણી બધી પરીક્ષાઓના પરિણામ લાંબા સમયથી અટકાવી રાખ્યા છે. કોઇનું પરિણામ અટકેલું છે, તો કોઇની પરીક્ષા. ક્યા સુધી સરકાર યુવાઓના ધૈર્યની પરીક્ષા લેશે, ક્યાં સુધી? યુવાઓની વાત સરકાર સાંભળે. યુવાઓને ભાષણ નહીં નોકરી જોઈએ.”

આ પણ વાંચો: રાહુલ ગાંધીનો મોટો પ્રહારઃ નોટબંધીની સાથે જ અર્થતંત્ર બર્બાદ થવા માંડ્યું હતું

પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)એ ખરાબ રીતે ગગડેલી અર્થવ્યવસ્થા પર પણ હુમલો કર્યો હતો.

તેમણે જણાવ્યું હતુ કે આજથી 6 મહિના પહેલા રાહુલ ગાંધીએ આર્થિક સુનામી આવવાની વાત કહી હતી.

કોરોના સંકટ દરમિયાન હાથીના દાત બતાવવાની જેમ પેકેજની જાહેરાત કરી હતી.

પરંતુ આજે સ્થિતિ જુઓ. GDP -23.9. ભાજપ સરકારે અર્થવ્યવસ્થાને ડૂબાડી દીધી.

2.5 કરોડ વિદ્યાર્થીઓ 2 વર્ષથી રાહ જોઇ રહ્યા છે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ GDPને લઇને ટ્વીટ કરતા જણાવ્યું હતું કે,

“GDP 24% પડી. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી મોટું ગાબડું. સરકારે દરેક ચેતવણીને અવગણવી તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે”

આ પણ વાંચો: કોંગ્રેસના સંકટમોચક પ્રણવદાની વિદાય વિઘ્નહર્તાના પર્વમાં જ થઈ

વધતી બેરોજગારી અને નોકરીઓને લઇને થનારી પરીક્ષાઓને લટકાવી રાખવું તેના પર કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ કેન્દ્રની મોદી સરકારને ઘેરતા જણાવ્યું કે, વિશ્વાસઘાતી મોદી સરકાર! રેલવે, NTPC/ ગ્રુપ ડીની નોકરી માટે 2,50,00,000 બેરોજગાર વિદ્યાર્થીઓ પાસેથી 1000,00,00,000 રુપિયા લઇ ફોર્મ ભર્યા. 2 વર્ષની રાહ. SSC (2018)ની પ્રક્રિયા તો લાગે છે 3-4 વર્ષ ચાલશે? પ્રશ્નના જવાબ જોઇએ, યુવાઓને રોજગાર જોઇએ.

તેની સાથે જ સુરજેવાલાએ હેશટેગ સ્પીક અપ ફોર એસએસસી રેલ્વે સ્ટૂડેન્ટ્સ દ્વારા સરકાર પાસેથી જવાબ પણ માંગ્યા. કોંગ્રેસ તરફથી આ હેશટેગ સાથે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.