Gujarat Exclusive > રાજનીતિ > યુપી ચૂંટણી: પ્રિયંકા ગાંધીએ મહિલા મેનિફેસ્ટો જાહેર કર્યુ- સરકારી નોકરીમાં 40% અનામતનો દાવો

યુપી ચૂંટણી: પ્રિયંકા ગાંધીએ મહિલા મેનિફેસ્ટો જાહેર કર્યુ- સરકારી નોકરીમાં 40% અનામતનો દાવો

0
9

લખનઉં: ઉત્તર પ્રદેશમાં કેટલાક મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ બુધવારે મહિલાઓ માટે મેનિફેસ્ટો જાહેર કર્યુ છે. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ જણાવ્યુ કે મહિલાઓને સરકારી નોકરીમાં 40 ટકા અનામત આપવામાં આવશે.

પ્રિયંકા ગાંધીએ મહિલા મેનિફેસ્ટો જાહેર કરતા કહ્યુ, “મારી આશા છે કે આ પ્રથમ મહિલા મેનિફેસ્ટો નહી હોય, જેનાથી બીજા રાજકીય દળો પર પણ દબાણ હશે કે મહિલાઓની ભાગીદારીને સીરિયસલી લેવામાં આવે.”

પ્રિયંકા ગાંધીએ પ્રતિજ્ઞા યાત્રા દરમિયાન કર્યા હતા આ દાવા

પ્રિયંકા ગાંધી આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા પ્રતિજ્ઞા યાત્રા કાઢી રહી છે, તેમણે બારાબંકીથી કોંગ્રેસની 5 પ્રતિજ્ઞાઓની જાહેરાત કરી હતી. તાજેતરમાં પ્રિયંકા ગાંધીની મુરાદાબાદ રેલીમાં પણ સ્કૂટીની ડિસપ્લે પણ બતાવવામાં આવી હતી. પ્રિયંકા ગાંધીએ આ પ્રતિજ્ઞાઓ કરી હતી…

આ પણ વાંચો: COVID-19: Omicron વેરિએન્ટ વિરૂદ્ધ ઓછી અસરદાર છે Pfizer વેક્સીન- રિપોર્ટ

પ્રથમ પ્રતિજ્ઞા- અમારી પ્રથમ પ્રતિજ્ઞા ટિકિટોમાં મહિલાઓને 40 ટકા ભાગીદારી આપવાની છે.
બીજી પ્રતિજ્ઞા- યુવતીઓને સ્માર્ટફોન અને સ્કૂટી આપવામાં આવશે.ત્રીજી પ્રતિજ્ઞા- ખેડૂતોનું પુરૂ દેવુ માફ થશે.
ચોથી પ્રતિજ્ઞા- 20 લાખ સરકારી રોજગાર
પાંચમી પ્રતિજ્ઞા- બધાનું વિજળી બિલ અડધુ માફ
છઠ્ઠી પ્રતિજ્ઞા- પરિવારને 25000 હજારની આર્થિક મદદ આપવામાં આવશે
સાતમી પ્રતિજ્ઞા- 2500માં ઘઉં-ધાન, 400 રૂપિયામાં ખરીદવામાં આવશે શેરડી

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat