કેગના રિપોર્ટમાં અનેક મહત્વપૂર્ણ બાબતોનો ખુલાસો Government Company Profit
નવી દિલ્હી: તાજેતરમાં દેશનું સામાન્ય બજેટ સંસદમાં રજૂ કરવામાં આવ્યું. જેમા સરકારનો સંપૂર્ણ ભાર સરકારી કંપનીઓના વિનિવેશ અથવા સરળ ભાષામાં કહીએ તો ખાનગી હાથોમાં સોંપવાનો હતો. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)એ જણાવ્યું છે કે 100 સરકારી કંપનીઓ અને નિગમોએ 2018-19 દરમિયાન કેન્દ્રને 36,709 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવ્યું હતું. હવે ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે સરકાર તેને કેમ વેચી રહી છે. Government Company Profit
સરકારી કંપનીઓના લેખા જોખા
સંસદમાં મંગળવારે રજૂ કરવામાં આવેલા કેગ રિપોર્ટ મુજબ 100 સરકારી કંપનીઓ અને નિગમોએ 2018-19 દરમિયાન કુલ 71,857 કરોડ રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી. તેમાંથી કેન્દ્ર સરકારને 36,709 કરોડ રૂપિયાનો ડિવિડન્ડ મળ્યો છે. આ તમામ સરકારી કંપનીઓ અને નિગમોમાં ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા 4,00,909 કરોડના કુલ રોકાણ પર 9.16 ટકા વળતર સમાન છે.
રિપોર્ટ મુજબ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય હેઠળની 13 સરકારી કંપનીઓએ 29,272 કરોડનું યોગદાન આપ્યું છે, જે સરકારી કંપનીઓ અને નિગમો દ્વારા જાહેર કરાયેલા કુલ ડિવિડન્ડના 40.74 ટકા છે. Government Company Profit
કેગે જણાવ્યું કે 36 સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ (CPSEs)એ ડિવિડન્ડ ઘોષણા સંદર્ભે કેન્દ્ર સરકારના નિર્દેશનું પાલન કર્યું નથી. જેના પગલે 2018-19માં ડિવિડન્ડ પેમેન્ટમાં 8,011.33 કરોડ રૂપિયાનો ઘટાડો થયો. Government Company Profit
રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે 157 સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝને 2018-19 દરમિયાન નુકશાન થયુ. કુલ નુકશાન 37,310 કરોડ રૂપિયા રહ્યું, જે 2017-18માં 41,180 રૂપિયા હતુ.
કેગના જણાવ્યા અનુસાર 189 સરકારી કંપનીઓ અને નિગમોનું 31 માર્ચ 2019 સુધીમાં સંચિત નુકસાન 1,40,307.55 કરોડ રૂપિયા હતું.
તેમાંથી 77 કંપનીઓના સંચિત નુકસાન નેટવર્થને વટાવી ગયું હતું. એટલે કે, તેની નેટવર્થ ખતમ થઈ ગઈ હતી. Government Company Profit
આ પણ વાંચો: પ્રદર્શનોની આવી ‘કિલ્લાબંધી’ શું અન્ય કોઈ લોકતંત્રમાં થઈ રહી છે?
તેના કારણે 31 માર્ચ 2019ની સ્થિતિ મુજબ આ કંપનીઓની ચોખ્ખી સંપત્તિ શુદ્ધ જવાબદારી કરતા 83,394.28 કરોડ રૂપિયા ઓછી રહી.
આ 77 કંપનીઓમાંથી 15એ 2018-19 દરમિયાન કુલ 662.45 કરોડ રૂપિયાનો નફો કર્યો. Government Company Profit
કેગ રિપોર્ટની માનીએ તો સરકારી કંપનીઓ જે નુકશાનમાં પણ છે તેનું પ્રદર્શન ગત વર્ષની સરખામણીએ સારુ જ રહ્યું છે.
જ્યારે સરકારે જે પેટ્રોલિયમ અને ગેસ કંપનીના વિનિવેશની યોજના ઘડી છે, તે સરકારને સતત નફો આપી રહી છે. Government Company Profit
એનટીપીસી-સેલના સંયુક્ત સાહસ જાણવણીનું કોન્ટ્રાક્ટ આપવામાં સીવીલી માર્ગદર્શિકાનું ઉલ્લંઘન- કેગ
કેગે જણાવ્યું કે જાહેર ક્ષેત્રની કંપની એનટીપીસી અને સેલના સંયુક્ત સાહસ એનટીપીસી સેલ પાવર કંપની લિ. (NSPC)એ 129.76 કરોડ રૂપિયાના નિયમિત જાણવણી કામનો કોન્ટ્રાક્ટ પ્રતિસ્પર્ધિ બોલી વગર કોઇ એક ખાનગી એકમને લાભ માટે આપી દેવામાં આવ્યો.
કેગે જણાવ્યું કે આ પ્રકારે કોન્ટ્રાક્ટ આપવો કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC)ની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન છે.
કેગના 18મા રિપોર્ટ મુજબ આ કામ 2013-14થી 2018-19 દરમિયાન ફાળવવામાં આવ્યું હતું.
રિપોર્ટ મુજબ એનટીપીસી સેલ પાવર કંપની લિ.એ 2013-14થી 2018-19 દરમિયાન એક ખાનગી એકમને 129.76 કરોડ રૂપિયાના મૂલ્યના નિયમિત જાણવણીનું કામ સોપાયું હતું.
આ કાર્ય સીવીસીની માર્ગદર્શિકા ખરીદ નિયમને અવગણી કરાર મૂલ્યના 10 ટકા લાભના માર્જિનના આધેરા સીધુ આપવામાં આવ્યું હતું. Government Company Profit
એનટીપીસી અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સંયુક્ત સાહસ એનટીપીસ સેલ પાવર કંપની લિં. (NSPCL) વિજળી ઉત્પાદન કરતી કંપની છે.
કંપનીના પાવર સ્ટેશન ભીલાઇ, દુર્ગાપુર અને રાઉરકેલામાં છે. Government Company Profit
રિપોર્ટ મુજબ એનએસપીસીએલના નિર્દેશક મંડળે ઓગસ્ટ 2007માં યૂટિલિટી પાવરટેક લિ. (UPL) સાથે એનટીપીસી સાથે પાવર હાઉસ જાણવણી પર સમજૂતી કરી હતી.
આ પણ વાંચો: બજેટ 2021: ગ્રોથ માટે ખર્ચ ઉપર જોર, તેની સાથે ઉઠાવ્યો ભરપૂર રાજકીય ફાયદો
યૂપીએલની જાણવણી કરારને જાન્યુઆરી 2008માં 10 વર્ષ માટે મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ બંને પક્ષોની પરસ્પર સંમતિથી કરાર મે 2016માં સમાપ્ત કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ કંપનીએ યૂપીએલ સાથે મે 2016માં પાંચ વર્ષ માટે નવા જાળવણી કરાર પર હસ્તાક્ષર કર્યા. Government Company Profit
એનએસપીસીએલ ભિલાઈ, રાઉરકેલા અને દુર્ગાપુરમાં યૂપીએલે 2013-19 દરમિયાન કુલ 346 કામો કર્યા.
જેમાં પેટા કોન્ટ્રાક્ટ્સ પર કરવામાં આવેલા કામોનો સમાવેશ થાય છે. આ માટે કંપનીને 129.76 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. તેમાં 11.53 કરોડ રૂપિયાનું નફો ગાળો સામેલ છે. Government Company Profit
તેમાંથી 4.58 કરોડ રૂપિયાના 75 કાર્ય યૂપીએલે ખુદ કર્યા, જ્યારે 125.18 કરોડ રૂપિયાના 271 કાર્ય પેટા કોન્ટ્રાક્ટ પર કરાવવામાં આવ્યા.
સીવીસીના જુલાઈ 2007ના આદેશ હેઠળ કોઈપણ સરકારી એજન્સીને કામ કરાર આપવા માટે ટેન્ડર પ્રક્રિયા અથવા જાહેર હરાજી કરવી જરૂરી છે. કોઈ પણ બીજી રીત ખાસકરી નામાંકનના આધારે કામના કોન્ટ્રક્ટ આપવા બંધારણની કલમ 14માં સમાનતાના અધિકાર, જાહેર ખરીદી અધિનિયમ, સીવીસી માર્ગદર્શિકા અને સર્વોચ્ચ અદાલતના 2006ના આદેશનું ઉલ્લંઘન છે. સાથે જ આ કંપનીના હિત વિરુદ્ધ પણ છે. Government Company Profit
સરકાર દ્વારા સરકારી કંપનીઓને ખાનગી હાથોમાં સોંપવાના નિર્ણય પર સીપીઆઈ(એમ)ના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીએ પ્રહાર કરતા જણાવ્યું હતું કે આ ‘રાષ્ટ્રીય સંપત્તિની લૂંટ’ છે.
યેચુરીએ ટ્વીટ કર્યું હતું કે ભારતના લોકો સરકારી ક્ષેત્રની માલિકી ધરાવે છે. સરકારો આવે છે અને જાય છે. કોઈ પણ લોકોની પરવાનગી વિના સંપત્તિ વેચી શકે નહીં.
તેમણે જણાવ્યું કે લોકો રાષ્ટ્રીય સંપત્તિ લૂંટવાની મંજૂરી નથી આપી શકતા. અમે તેનો સખત વિરોધ કરીએ છીએ. Government Company Profit
જ્યારે સરકારના આ નિર્ણયનો વિરોધ દેશભરમાં કર્મચારીઓ અને મજૂર સંઘ કરી રહ્યા છે.
તેના વિરોધમાં 3 ફેબ્રુઆરીએ મજૂર અને કર્મચારીઓએ દેશભરમાં પ્રદર્શન કર્યું. જ્યારે બેંક કર્મચારીઓએ માર્ચમાં બે દિવસીય હડતાલ પર જવાની જાહેરાત કરી છે. Government Company Profit
આ કર્મચારીઓનું કહેવુ છે કે સરકાર ઇરાદાપૂર્વક સરકારી કંપનીઓ વેચીને તેના મૂડીવાદી મિત્રોની મદદ કરવા માંગે છે.