Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > હાઇકોર્ટની સૂચના છતાં પણ ફી માફી મુદ્દે રૂપાણી સરકાર પાણીમાં બેસી

હાઇકોર્ટની સૂચના છતાં પણ ફી માફી મુદ્દે રૂપાણી સરકાર પાણીમાં બેસી

0
393
  • વિધાનસભામાં ફી મુદ્દે સરકારે ચર્ચા કરવાનું જ ટાળતા કોંગ્રેસનો વોકઆઉટ
  • સરકારે સમયનું બ્હાનું કાઢીને વિધાનસભામાં ચર્ચા કરવાનું જ ટાળ્યું

અમદાવાદઃ રૂપાણી સરકાર હાઇકોર્ટની ટકોર છતાં ખાનગી શાળાઓની ફીમાં (private school-fees)વાલીઓના રાહત આપવા અંગે પાણીમાં બેસી ગઈ છે. સરકાર ખાનગી શાળાના (private school) સંચાલકોની કેટલી તરફેણ કેટલી કરે છે તેનો પુરાવો વિધાનસભાની કાર્યવાહી દરમિયાન જોવા મળ્યો હતો.

સરકાર સમયના અભાવનું બ્હાનું કાઢી છટકી ગઈ

હાઇકોર્ટે ગુજરાતમાં ખાનગી શાળામાં અભ્યાસ કરતાં દોઢ કરોડ વિદ્યાર્થીઓને ફીમાં (private school-fees)રાહત આપવા આદેશ આપ્યો હતો. સરકાર આ મુદ્દે હજી સુધી કોઈ નિર્ણય લઈ શકી નથી. ગૃહમાં ગઇકાલે આ અંગે ચર્ચા થવાની હતી, પરંતુ સરકારે સમયના અભાવનું બ્હાનું કાઢી છટકી ગઈ હતી. આમ સરકારે આ વાતને ટાળી હતી.

આ પણ વાંચોઃ ગુજરાતીઓ માટે ખુશખબર : ગિરનારનો રોપ વે તૈયાર, જાણો કેટલી ટિકીટ રહેશે?

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ (education minister bhupendrasingh chudasama) ગુરુવારે સાંજે નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે ખાનગી શાળાઓમાં ફીમાં (private school-fees)ઘટાડો કરવાની બાબતને લઈને ટૂંકી મુદ્દતમાં નિયમાનુસાર પ્રશ્નકાળ અવધિ પૂરી થઈ જતા ચર્ચામાં લઈ શકાયો ન હતો.

સરકાર ફી માફી મુદ્દે ચર્ચા જ ઇચ્છતી નથીઃ કોંગ્રેસનો આક્ષેપ

આ અંગે વિપક્ષ કોંગ્રેસે (congress) આક્ષેપ કર્યો હતો કે સરકાર ઇચ્છતી જ નથી કે આ મુદ્દે પોતે કોઈ નિર્ણય લે. તેને ખાનગી શાળાના સંચાલકોનો ડર સતાવે છે. તેણે આ મુદ્દે નિર્ણય હાઇકોર્ટ પર ઢોળવા પ્રયત્ન કરી જોયો હતો, પરંતુ તેની કોઈ કારી ફાવી ન હતી. હવે સરકાર આ મુદ્દે પોતાની જવાબદારીમાંથી છટકી જવા માંગે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં અક્ષરધામ મંદિર પર હુમલાની ઘટના પર ફિલ્મ બનશે

વિપક્ષી ધારાસભ્ય કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાએ (Imaran khedavala) જણાવ્યું હતું કે ખાનગી શાળાઓમાં ફીમાં (private school-fees)ઘટાડો કરવાની બાબત અંગે ટૂંકી મુદતનો પ્રશ્ન ગૃહમાં ચર્ચા માટે મૂકાયો હતો. પણ પછી સરકારી આ વાત ટાળી દીધી હતી.

આમ ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓની ફી માફી (private school-fees)અંગે નિર્ણય લેવાની વાત આવે છે ત્યારે રૂપાણી સરકાર પાણીમાં બેસી જાય છે. શિક્ષણ મંત્રી એક જ વાત રટે રાખે છે કે સરકાર વાલીઓ અને શાળાના સંચાલકો બંનેનું હિત સચવાય તે રીતે નિર્ણય લેશે.