Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > સરકાર પ્રાઇવેટ સ્કૂલોની ફી 25 ટકા ઘટાડવાનો નિર્ણય લઈ શકે

સરકાર પ્રાઇવેટ સ્કૂલોની ફી 25 ટકા ઘટાડવાનો નિર્ણય લઈ શકે

0
146

અમદાવાદઃ સ્કૂલ ફી અંગે (private-school-fee-gujarat)વાલીઓ માટે રાહતરૂપ નિર્ણય આજ સાંજ સુધીમાં લેવાઈ શકે છે. સરકાર સ્કૂલોની ફીમાં 25 ટકા ફી ઘટાડવાના નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી શકે છે. જો કે વાલીમંડળે 50 ટકા ફી માફીની માંગ કરી છે.

જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ 25 ટકા ફી માફીને ગુજરાત બોર્ડની સ્કૂલો(private-school-fee-gujarat) માન્ય રાખે તેવી સંભાવના છે, પરંતુ આ મુદ્દે સીબીએસઇની સ્કૂલો હજી પણ અવળચંડાઈ કરી શકે છે. કોરોનાના લીધે શાળાઓનું પ્રથમ સત્ર ધોવાઈ ગયા પછી અને તેઓએ આ માંગ કરી હતી.

આ પણ વાંચોઃ હાઇકોર્ટની સૂચના છતાં પણ ફી માફી મુદ્દે રૂપાણી સરકાર પાણીમાં બેસી

વાલી મંડળના સભ્યો શિક્ષણમંત્રીને આજે મળ્યા હતા અને શાળાકીય ફીમાં રાહત (private-school-fee-gujarat)આપવાની માંગ સાથે શિક્ષણમંત્રી સાથે બેઠક કરી હતી. ગઇકાલે શિક્ષણમંત્રીએ તમામ સાથે ચર્ચા કરવા નિવેદન આપ્યું હતું. બપોરે સ્વર્ણિમ સંકુલ એક ખાતે બેઠક પણ યોજાઈ હતી. તેમા શિક્ષણમંત્રીની સાથે વાલી મંડળના સભ્યોની હાજરી હતી.

ફી મુદ્દે અનિર્ણીત સરકાર પર માછલા ધોવાયા

ફી માફીના મુદ્દે (private-school-fee-gujarat) સરકાર દ્વારા હજી સુધી કોઈ નિર્ણય ન લેવાતા તેના પર મોટાપાયા પર માછલા ધોવાઈ રહ્યા છે. વિપક્ષ કોંગ્રેસના હાથમાં તેની સામે મુદ્દો આવી ગયો છે. કોંગ્રેસે તો ખાનગી સ્કૂલ સંચાલકો સાથે સરકારની મિલીભગત હોવા સુધીનો આરોપ મૂક્યો છે. વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ગુજરાત ફી માફિયાઓના ભરડામાં છે.

આ પણ વાંચોઃ ગુજરાત ફી માફિયાઓના ભરડામાંઃ વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો દાવો

પરેશ ધાનાણીએ ખાનગી સ્કૂલોને ફી માફિયા ગણાવી

આ ફી માફિયાઓની (private-school-fee-gujarat)પક્કડ ગુજરાત સરકાર પર એટલી બધી મજબૂત છે કે સરકાર કોરોનાના વિષમકાળમાં અને સામાન્ય પ્રજાની આર્થિક પરિસ્થિતિ વિકટ થઈ ગઈ છે તેવા સંજોગોમાં પણ લોકોને રાહત આપવા અંગે યોગ્ય નિર્ણય લઈ શકતી નથી. સરકારે આ મુદ્દો હાઇકોર્ટ પર ઢોળવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ હાઇકોર્ટે કહ્યું હતું કે સરકાર પાસે આ સંદર્ભમાં નિર્ણય લેવાની પૂરતી સત્તા છે. તે બધી જ બાબતોને હાઇકોર્ટ પર છોડીને છટકી ન શકે.

તેમણે કહ્યું હતું કે ગઈકાલે વિધાનસભામાં સરકારે પોતે જ કબૂલ્યુ હતુ કે છેલ્લા બે વર્ષમાં સરકારે 123 સરકારી શાળા બંધ કરી હતી અને તેની સામે 1,157 ખાનગી શાળાઓને મંજૂરી આપી હતી. આમ સરકાર રીતસર આ રીતે લોકોને લૂંટવાનો પરવાનો ખાનગી શાળાઓના સંચાલકોને આપી રહી છે. સરકારને હવે લોકોને શિક્ષણ આપવાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખવા છે અને સામાન્ય પ્રજા માટે પણ શિક્ષણ દોહ્યલુ બનાવી દેવાની રીતસરની ચળવળ સરકાર ચલાવી રહી છે.

 

(પ્રતિકાત્મક તસવીર)