Gujarat Exclusive > દેશ-વિદેશ > અનોખું ઑપરેશન: દર્દી જોતો રહ્યો ‘બિગ બૉસ’ અને ડૉક્ટરોએ કરી સફળ બ્રેન સર્જરી

અનોખું ઑપરેશન: દર્દી જોતો રહ્યો ‘બિગ બૉસ’ અને ડૉક્ટરોએ કરી સફળ બ્રેન સર્જરી

0
52
  • દર્દીને જાગતો રાખવા ઓપરેશન થિયેટરમાં ‘બિગબૉસ’ અને ‘અવતાર’ ફિલ્મ દર્શાવાયી
  • ઑપન બ્રેન સર્જરી સમયે દર્દી જોતો રહ્યો ‘બિગ બૉસ’

વિજયવાડા: ગંભીર બીમારીઓથી પીડિત દર્દીઓનું ઑપરેશન કરવું અનેક વખત ડૉક્ટરો માટે પણ મુશ્કેલ હોય છે.એમાં પણ જ્યાં મગજ સાથે સંકળાયેલી બીમારીની સર્જરી હોય, ત્યારે વધારે કાળજી માંગી લે છે. એવામાં એક નાની ભૂલની પણ મોટી કિંમત ચૂકવવી પડી શકે છે.

જો કે એક એવો કિસ્સો આંધ્ર પ્રદેશના ગુંટૂરમાંથી (Private Hospital In Guntur) સામે આવ્યો છે. જ્યાં એક દર્દીનું ઑપરેશન (Brain Surgery) ડૉક્ટરોએ તેને ભાનમાં રાખીને કર્યું. સમગ્ર ઑપરેશન દરમિયાન દર્દી ભાનમાં રહ્યો અને તેનું ધ્યાન ઑપરેશન (Brain Surgery) પર ના રહે, તે માટે ઑપરેશન થિયેટરમાં દર્દીને તેનો મનગમતો શૉ બિગ બૉસ (Big Boss) અને હૉલિવૂડની ફિલ્મ (Hollywood Film) દેખાડવામાં આવી.

અહીંની એક ખાનગી હૉસ્પિટલમાં (Private Hospital In Guntur) ડૉક્ટરોએ દર્દીને તેની પસંદગીનો શૉ (Big Boss) દેખાડીને તેને ભાનમાં રાખીને ગંભીર ગણાતી ઓપન બ્રેન સર્જરી (Brain Surgery) કરી હતી. આ ઓપરેશન સફળ રહ્યું. 33 વર્ષનો દર્દી વારા પ્રસાદના બ્રેનમાં ગ્લિયોમા અને મોટર કૉર્ટેક્સવાને હટાવવા માટે તેની ઓપન બ્રેન સર્જરી કરવામાં આવી.

આ પણ વાંચો: અપમાનજનક કે ધમકી ભરેલી પોસ્ટ લખશો, તો દંડાશો- કેરળ સરકારનો નવો કાયદો

આ ઑપરેશન (Brain Surgery) ગુંટૂરના વૃંદા ન્યૂરો સેન્ટરમાં (Private Hospital In Guntur) કરવામાં આવ્યું હતું. જે બાદ સ્વસ્થ થઈ જતાં દર્દીને શનિવારે રજા પણ આપી દેવામાં આવી છે.

સૌથી ખાસ વાત એ રહીં કે, આ સર્જરીમાં વારા પ્રસાદને જાગતો રાખવો જરૂરી હતો. “બિગ બૉસ” અને “અવતાર” ફિલ્મ દેખાડીને જાગતો રાખવામાં આવ્યો. જેથી ડૉક્ટર બ્રેનમાં થનારી ગતિવિધિઓને કોમ્પ્યુટર મારફતે મૉનિટર કરી શકે. જ્યારે ડૉક્ટરોની ટીમે તેના માથામાંથી ટ્યૂમર હટાવવાની પ્રક્રિયા કરી રહ્યાં હતા, ત્યારે દર્દી પોતાની પસંદગીનો શો અને ફિલ્મની મજા માણી રહ્યો હતો. (Image Caption: ફાઈલ ફોટો)