Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > કાશ્મીરમાં સંવિધાન હેઠળ મળેલા અધિકારોનો ખુલ્લેઆમ દુરૂપયોગ, શરતો પર જેલમાથી છૂટકારો

કાશ્મીરમાં સંવિધાન હેઠળ મળેલા અધિકારોનો ખુલ્લેઆમ દુરૂપયોગ, શરતો પર જેલમાથી છૂટકારો

0
559

નવી દિલ્હી: મોટા નેતાઓ સાથે કાશ્મીરમાં રાજકીય રૂપથી કસ્ટડીમાં લેવામા આવેલા લોકોને છોડવા માટે એક બોન્ડ પર હસ્તાક્ષર કરાવવામા આવી રહ્યાં છે, જે દેશમાં સંવિધાન હેઠળ મળેલ અધિકારોનો ખુલ્લેઆમ દુરૂપયોગ છે.

રિહા કરનારાઓ લોકો પાસે જે બોન્ડ પર હસ્તાક્ષર કરાવવામાં આવી રહ્યાં છે, તે હેઠળ રિહા કરવાની શરત છે કે, તેઓ અનુચ્છેદ 370 સહિત કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ પર કોઇ જ ટિપ્પણી કરશે નહીં.

ટેલીગ્રાફના રિપોર્ટ અનુસાર, હાલમાં જ રિહા કરવામા આવેલ બે મહિલાઓ પાસે 107ના સંશોધિત બોન્ડ પર હસ્તાક્ષ કરાવવામા આવ્યા. આનો સામાન્ય રીતે તે મામલાઓમાં ઉપયોગ કરવામા આવે છે, જ્યારે કોઈ જિલ્લા મજિસ્ટ્રેટ પોતાની પ્રશાસનિક શક્તિઓનો ઉપયોગ અપરાધ પ્રક્રિયા સંહિતા હેઠળ કોઇને સુરક્ષા કારણોથી કસ્ટડીમાં લેવા માટે કરે છે.

બોન્ડની સામાન્ય શરતો હેઠળ સંભાવિત રૂપથી સમસ્યા પેદા કરનારાઓને શાંતિનો ઉલ્લંઘન ના કરવા અને કોઈપણ એવા કાર્યને અંજામ ના આપવાનો વચન આપવો પડે છે, જે શાંતિ ઉલ્લંઘન થઇ શકે છે. આ વચનનું કોઈપણ રીતે ઉલ્લંઘન કરવા પર કસ્ટડીમાં લેવામા આવેલા વ્યક્તિઓને રાજ્ય સરકારને દંડ આપવો પડે છે.

નવો બોન્ડ બે અર્થમાં અલગ છે

પ્રથમ સંશોધિત શરત તે છે કે, હસ્તાક્ષર કરનારાઓને તે વચન આપવો પડશે કે, તેઓ જમ્મુ કાશ્મીરની હાલની ઘટનાઓ પર કોઈ ટિપ્પણી કરશે નહીં, ના કોઇ નિવેદન રજૂ કરશે, ના કોઈ સાર્વજનિક ભાષણ આપશે અને તેની સાથે ના તેઓ કોઈ સાર્વજનિક સભામાં ભાગ લેશે, કેમકે આનાથી એક વર્ષના સમયગાળા માટે રાજ્યમાં શાંતિ અને કાનૂન વ્યવસ્થાને ખતરામા નાખવાની ક્ષમતા છે.

અહીં વર્તમાન ઘટનાઓના સંદર્ભમાં અનુચ્છેદ 370 અથવા જમ્મુ કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કરવા અને જમ્મુ કાશ્મીરનો રાજ્યોની દરજ્જો ખત્મ કરવાથી છે.

બીજી સંશોધિત શરત તે છે કે, તેમને બોન્ડના રૂપમાં 10,000 રૂપિયા જમા કરાવવા પડશે અને બોન્ડનો કોઈપણ રીતે ઉલ્લંઘન માટે 40,000 રૂપિયા જમાનતના રૂપમાં ચૂકવવા પડશે. આના ઉલ્લંઘન માટે તેમને ફરીથી કસ્ટડીમાં લઇ શકાય છે.

કાનદાના નિષ્ણાતો અને અધિકાર કાર્યકર્તાઓનું માનવું છે કે, આ નવી શરતો સમસ્યાઓ ઉભી કરનારી અને અસંવૈધાનિક છે.

સંવૈધાનિક મામલાઓ પર લખનાર વકીલ ગૌતમ ભાટિયાએ ધ વાયરને જણાવ્યું હતુ કે, ‘સંવિધાનના અનુચ્છે 19(2) હેઠળ હિંસા માટે ઉશ્કેરણી કરવા પર અભિવ્યક્તિની સ્વંત્રતાને પ્રતિબંધિત કરવામા આવી શકે છે. સુપ્રીમ કોર્ટે વારં-વાર કહ્યું છે કે, જ્યાર સુધી કોઇ હિંસાને ઉશ્કેરતો નથી, ત્યાર સુધી ક્રાંતિકારી વિચારોને પણ આઝાદી છે. તેથી સીઆરપીસીની ધારા 107નો ઉપયોગ આવી રીતે કરી શકાય નહી, જેનાથી કોઈ વ્યક્તિની વ્યક્તિગત સ્વતંત્રતા પર અસંવૈધાનિક પ્રતિબંધ પર લગાવી દેવામા આવે’

તે સ્પષ્ટ નથી કે, સંશોધિત ધારા 107 બોન્ડ પર કેટલા લોકોએ હસ્તાક્ષર કર્યા છે પરંતુ ધ ટેલીગ્રાફનો રિપોર્ટ કહે છે કે, અનેક લોકોને આ બોન્ડ પર હસ્તાક્ષર કરવા પર મજબૂર કરવામા આવ્યા જ્યારે પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી જેવા કેટલાક નેતાઓએ કથિત રીતે આના પર હસ્તાક્ષર કરવાથી ઈન્કાર કરી દીધો.

પાછલા બે અઠવાડિયાઓમાં અન્ય કેટલાક રિપોર્ટોએ સંકેત આપ્યા છે કે, બધી જ રાજકીય અટકાયતોને પોતાની રિહાઇની શરતના રૂપમાં એક બોન્ડ પર હસ્તાક્ષર કરવાની આવશ્યકતા છે, પરંતુ તે બતાવવામા આવ્યું નથી કે, કેમ આ મુક્તિ કરારમાં નવા પ્રતિબંધ સામેલ હતા.

જ્યારે ધ ટેલીગ્રાફે રાજ્યના મહાધિવક્તા ડીસી રૈના સાથે સંપર્ક કર્યો તો તેમને આ વાતથી ઈન્કાર કરી દીધો કે, તેમને નવો બોન્ડ જોયો હોવા છતાં આને એકદમ કાનૂની ગણાવ્યો હતો.