Gujarat Exclusive > દેશ-વિદેશ > PM મોદીએ 75 દિવસની સિદ્ધિ ગણાવી, ખેડૂતથી કાશ્મીર સુધી કર્યુ કામ

PM મોદીએ 75 દિવસની સિદ્ધિ ગણાવી, ખેડૂતથી કાશ્મીર સુધી કર્યુ કામ

0
368

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળના 75 દિવસ પૂર્ણ થવા પર અત્યાર સુધીના કામકાજને શાનદાર ગણાવ્યુ હતું. IANSને આપેલા ઇન્ટરવ્યૂમાં વડાપ્રધાન મોદીએ પોતાના બીજા કાર્યકાળની સિદ્ધિ ગણાવતા કહ્યું કે સરકાર ‘સ્પષ્ટ નીતિ, સાચી દિશા’ પર ચાલી રહી છે અને ખેડૂતથી કાશ્મીર સુધી તમામ માટે કામ કરવામાં આવ્યુ છે. પીએમ મોદીએ ન્યૂઝ એજન્સી IANSને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે કાશ્મીરથી મોટો કોઇ નિર્ણય ના હોઇ શકે.

પીએમ મોદીએ કહ્યું કે 17મી લોકસભાના પ્રથમ સત્રએ રેકોર્ડ બનાવ્યો છે. આ 1952થી લઇને અત્યાર સુધીનો સૌથી ફળદાયી સત્ર રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું, ‘મારી નજરમાં આ કોઇ નાની સિદ્ધિ નથી, આ એક ઐતિહાસીક મોડ છે, જેણે સંસદને જનતાની જરૂર પ્રત્યે વધુ જવાબદારી ભર્યો બનાવ્યો છે. કેટલીક એતિહાસીક પહેલ શરૂ કરવામાં આવી જેમાં ખેડૂતો અને વ્યાપારીઓ માટે પેન્શન યોજના, મેડિકલ સેક્ટરનું રિફોર્મ, દેવામાં મહત્વપૂર્ણ સંશોધન, શ્રમ સુધારની શરૂઆત..હું સતત આગળ વધતો રહ્યો. કોઇ સમયની બરબાદી નહી, કોઇ લાંબો વિચાર નહી, કાર્યાન્વયન અને સાહસી નિર્ણય લેવો, કાશ્મીરથી મોટો કોઇ નિર્ણય ના હોઇ શકે.’

વડાપ્રધાન મોદીએ કાશ્મીર અને પોતાની સરકારના 75 મહત્વપૂર્ણ દિવસ વિશે IANS સાથે વિસ્તારથી વાતચીત કરી હતી. ખાસ કરીને સરકાર પોતાનો રિપોર્ટ કાર્ડ 100 દિવસ પર સામે મુકે છે પરંતુ વડાપ્રધાન મોદીએ 75 દિવસ પર જ પોતાનો રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે તેમનો બીજો કાર્યકાળ કઇ રીતે અલગ છે? વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘અમે પોતાની સરકાર બનવાના થોડા દિવસની અંદર જ એક ઝડપ નક્કી કરી હતી. અમે જે મેળવ્યુ છે, તે સ્પષ્ટ નીતિ, સાચી દિશાનું પરિણામ છે. પીએમ મોદીએ કહ્યું- અમારી સરકારના પ્રથમ 75 દિવસમાં જ ઘણી વસ્તુ થઇ. બાળકોની સુરક્ષાથી લઇને ચંદ્રયાન-2,ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કાર્યવાહીથી લઇને મુસ્લિમ મહિલાઓને ત્રણ તલાકમાંથી મુક્તિ અપાવવી, કાશ્મીરથી લઇને ખેડૂતો સુધી અમે તે બધુ કરીને બતાવ્યુ, જે એક સ્પષ્ટ બહુમત ધરાવતી દ્રઢસંકલ્પિત સરકાર મેળવી શકે છે.અમે જળની જરૂરિયાત અને જળ સંરક્ષણ વધારવાના એકીકૃત દ્રષ્ટિકોણ અને એક મિશન મોડ માટે જળશક્તિ મંત્રાલયની રચના સાથે અમારા સમયના સૌથી જરૂરી મુદ્દા સુલજાવવા સાથે શરૂઆત કરી.

મજબૂત જનાદેશથી નિર્ણય લેવામાં આસાની

પીએમ મોદીને જ્યારે પૂછવામાં આવ્યુ કે શું આ ઝડપનું કારણે પ્રથમ કાર્યકાળથી વધુ બહુમત સાથે સત્તામાં પરત ફરવુ તો નથી? શું તે આ વાતને લઇને સજાગ છે જે લોકોએ તેમણે આટલો મોટો બહુમત આપ્યો છે, એક સંદેશ આપવો જરૂરી છે કે આગામી પાંચ વર્ષમાં શું થવાનું છે?

વડાપ્રધાન મોદીએ આ વાતનો સ્વીકાર કર્યો હતો અને કહ્યું, ‘એક રીતે, સરકારની જે રીતે જોરદાર રીતે સત્તામાં વાપસી થઇ છે, તેનું આ પરિણામ છે. અમે આ 75 દિવસમાં જે મેળવ્યુ છે, તે મજબૂતીનું પરિણામ છે, જેને અમે ગત પાંચ વર્ષના કાર્યકાળમાં બનાવ્યા હતા.’

પીએમ મોદીએ કહ્યું કે, ગત પાંચ વર્ષમાં કરવામાં આવેલા સેકડો સુધારાને કારણે દેશ આજે ગતિથી આગળ વધવા માટે તૈયાર છે, જેમાં જનતાની આકાંક્ષાઓ જોડાયેલી છે, તેમણે કહ્યું કે આ માત્ર સરકારનું કારણ નથી પરંતુ સંસદમાં મજબૂતીને કારણે પણ થયુ છે.

PM મોદી સાથે શૂટિંગ માટે ડિસ્કવરી ચેનલે જિમ કૉર્બેટને કેટલા રૂપિયા આપ્યા?