Gujarat Exclusive > દેશ-વિદેશ > રશિયા-ભારત બીજા દેશના આંતરિક મામલે દખલ નથી આપતા- મોદી

રશિયા-ભારત બીજા દેશના આંતરિક મામલે દખલ નથી આપતા- મોદી

0
488

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના રશિયા પ્રવાસે છે. મોદી ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમની બેઠકમાં ભાગ લેવા માટે રશિયાના વ્લાદિવોસ્તોક પહોચ્યા છે. સાથે જ પીએમ અહી બન્ને દેશ વચ્ચે 20માં વાર્ષિક શિખર સમ્મેલનમાં ભાગ લેશે. આ સિવાય વડાપ્રધાન કેટલાક મહત્વના કાર્યક્રમમાં ભાગ લેશે, જેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાર્તા પણ શામેલ છે.

રાષ્ટ્રપતિ પુતિને ગળે મળી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કર્યુ સ્વાગત

વ્લાદિવોસ્તકમાં જ્વેજડા શિપ-બિલ્ડિંગ કોમ્પલેક્સ માટે રવાના થયા પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને હાથ મીલાવી અને ગળે મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યુ હતું.બન્ને શિપ બિલ્ડિંગ કોમ્પલેક્સનો પ્રવાસ કરવા માટે એક સાથે નીકળ્યા હતા. બન્ને નેતા એક સાથે બોટમાં બેસીને રવાના થયા હતા.

મોદીએ પત્રકાર પરિષદમાં શું કહ્યું?

પીએમ મોદીએ કહ્યું, ‘હું રશિયાના રાષ્ટ્રપતિ અને મારા મિત્ર પુતિનનો આભાર માનું છું. હું 2001માં તે સમયના પીએમ અટલ બિહારી વાજપેયી સાથે રશિયા આવ્યો હતો. ત્યારે હું પ્રથમ વખત રાષ્ટ્રપતિ પુતિનને 2001માં મળ્યો હતો, ત્યારે પણ વ્લાદિમીર પુતિન અહીના રાષ્ટ્રપતિ હતા.’

ભારતમાં રશિયાના સહયોગથી ન્યૂક્લિયર પ્લાન્ટ બની રહ્યાં છે. હું લાંબા સમય સુધી ગુજરાતનો સીએમ રહ્યો છું અને પુતિન પણ રશિયાના વિસ્તારને જાણે છે. તાજેતરમાં ભારતનું એક પ્રતિનિધિમંડળ અહી આવ્યુ હતું અને કેટલીક સમજૂતીને લઇને વાતચીત થઇ હતી. ભારત-રશિયા ડિફેન્સ, કૃષિ, ટુરીઝમ, ટ્રેડમાં આગળ વધી રહ્યાં છે. સ્પેસમાં અમારૂ સહયોગ સતત આગળ વધી રહ્યું છે. ભારત અને રશિયાનો સબંધ પાટનગર સુધી સીમીત નથી. આ સબંધનું મૂળ લોકો છે, તેમના આમંત્રણ બાદ અમે ઘણી સીરીયસ તૈયારી શરૂ કરી દીધી હતી. જેની માટે ભારતને વાણિજ્ય મંત્રી, 4 રાજ્યના મુખ્યમંત્રી અને 150થી વધુ બિઝનેસમેને સાથ આપ્યો હતો. આગામી વર્ષે ભારત-રશિયા મળીને ટાઇગર કન્જર્વેશન પર મોટો ફોરમ કરવા પર સહમત થયા છીએ.