અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં મેટ્રો ફેઝ-1નો પ્રારંભ કર્યો હતો. PM મોદીએ કાલુપુર રેલ્વે સ્ટેશનથી દૂરદર્શન કેન્દ્ર સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ દરમિયાન કેટલાક મુસાફરો સાથે તેમણે વાતચીત પણ કરી હતી.
Advertisement
Advertisement
મેટ્રો ટ્રેન વસ્ત્રાલથી થલતેજ સુધી દોડશે
અમદાવાદ પૂર્વ-પશ્ચિમ કોરિડોર પરના કાલુપુર રેલ્વે સ્ટેશન, ઘી કાંટા, શાહપુર, જૂની હાઇકોર્ટ, એસપી સ્ટેડિયમ, કોમર્સ સિક્સ રોડ, ગુજરાત યૂનિવર્સિટી, દૂરદર્શન કેન્દ્ર તેમજ થલતેજ પહોચશે.
25 રૂપિયા મેટ્રો ટ્રેનનું ભાડુ રહેશે
મેટ્રો ટ્રેન 22.5 કિલોમીટર લાંબી છે અને તેનું ભાડુ 25 રૂપિયા રહેશએ. બન્ને કોરિડોરમાં ટિકિટોના દર અલગ અલગ સ્ટેશન માટે 5 રૂપિયાથી 25 રૂપિયાની વચ્ચે રહેશે.
Advertisement