Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > લોકોની આવક સ્થિર મોંઘવારી સ્પીડમાં, આજથી વધી રહ્યાં છે અનેક ચીજ-વસ્તુઓના ભાવ

લોકોની આવક સ્થિર મોંઘવારી સ્પીડમાં, આજથી વધી રહ્યાં છે અનેક ચીજ-વસ્તુઓના ભાવ

0
92

1 એપ્રિલથી નવા નાણાકીય વર્ષની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ નવા નાણાકીય વર્ષમાં સામાન્ય વ્યક્તિને ભયંકર મોંઘવારીનો સામનો કરવો પડશે. કેમ કે, રોજમર્રામાં ઉપયોગમાં આવનાર અનેક ચીજ-વસ્તુઓના ભાવ વધવા જઈ રહ્યાં છે. આવો જાણીએ અત્યારથી કંઈ-કંઈ ચીજ-વસ્તુઓના ભાવમાં વધારો થવા જઈ રહ્યો છે.

દરેક રીતના વાહન થઈ જશે મોંઘા

મારૂતિ સુઝુકી સહિત બધી જ ઓટો કંપનીઓએ 1 એપ્રિલ 2021થી કાર અને બાઈકોની કિંમતમાં વધારાની જાહેરાત કરી છે. મારૂતિ સુઝુકી ઉપરાંત Nissan અને રેનોની કાર પહેલી એપ્રિલથી મોંઘી થઈજશે. હિરોએ ટૂ-વ્હીલરની કિંમતોમાં પણ વધારો કરવાની જાહેરાત કરી છે. આ વચ્ચે ખેડૂતોને પણ ઝાટકો લાગવાનો છે કેમ કે, ટ્રેકટરોની કિંમતમાં પણ વધારો થવા જઈ રહ્યો છે.

ટીવીના ભાવમાં થશે વધારો

1 એપ્રિલ 2021થી ટીવી ખરીદવી મોંઘી થઈ જશે. પાછલા કેટલાક મહિનાથી સતત ટીવીના ભાવ વધી રહ્યાં છે. 1 એપ્રિલ 2021થી ટેલિવિઝનના ભાવ 2000 રૂપિયાથી લઈને 3000 રૂપિયા સુધી વધવાની સંભાવના છે. ચીનથી આયાતના મોરચા પર બેન પછી ટીવીની કિંમતોમાં વધારો થયો છે.

મોબાઈલ ફોન થઈ જશે મોંઘા

1 એપ્રિલથી મોબાઈલ પણ મોંઘા થઈ જશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવાની જાહેરાત કરી હતી. જે પછી મોબાઈલ પોર્ટ્સ, મોબાઈલ ચાર્જર, એડોપ્ટર, બેટરી અને હેડફોન વગેરે સામેલ છે. ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારા પછી પ્રીમિયમ રેન્જ સ્માર્ટફોન સૌથી વધારે મોંઘા થઈ જશે.

ACની કિંમતમાં થઈ શકે છે વધારો

આ ગરમીમાં નવા AC અને રેફ્રિજરેટર ખરીદનારાઓને ઝકટો લાગશે. નવા નાણાકીય વર્ષથી એસી અને રેફ્રિજરેટર મોંઘા થઈ જશે. કંપનીઓના કાચા માલની કિંમતમાં વધારાનું કારણભૂત ગણાવ્યું છે. એર કન્ડીશનરના ભાવમાં 1500 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધી થઈ શકે છે. પાછલા મહિનાઓથી ગ્લોબલ માર્કેટમાં ઓપન-સેલ પૈનલની કિંમતોમાં 35 ટકાનો વધારો થયો છે.

હવાઈ યાત્રા થઈ જશે મોંઘી

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) પહેલી એપ્રિલથી એર સિક્યુરિટી ફી (એએસએફ) માં વધારો કરવા જઈ રહી છે. જેનાથી હવાઈ મુસાફરી મોંઘી થઈ જશે. ડોમેસ્ટિક ફ્લાઈટ્સના ભાડામાં ઓછામાં ઓછા પાંચ ટકાનો વધારો થઈ જશે. ઘરેયૂ યાત્રા કરનાર યાત્રીઓએ એરપોર્ટ સિક્યોરિટી ફિના નામ પર 200 રૂપિયા અને વિદેશી યાત્રીઓને 12 ડોલર આપવાના રહેશે.

ઈન્શ્યોરન્સ પ્રીમિયમમાં વધારો થવાની સંભાવના

વીમા કંપનીઓ 1 એપ્રિલમાં ટર્મ ઈન્શ્યોરન્સ પ્રીમિયમમાં ભાવ વધારો કરવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, નવા નાણાકીય વર્ષ 2021-22માં ટર્મ ઈન્શ્યોરન્સના પ્રીમિયમમાં 10થી 15 ટકાનો વધારો થઈ શકે છે. અસલમાં કોરોના સંકટ દરમિયાન વીમો કંપનીઓનો ખર્ચમાં ખુબ જ વધારો થયો છે. ટર્મ પોલિસીમાં બધી જ રીતે જોખમ કવર થાય છે. આમાં કોઈ જ મેચ્યોરિટી રકમ મળતી નથી.

સ્ટીલની કિંમતમાં વધારાના સંકેત

સ્ટીલ બનાવનાર કંપનીઓ કિંમત વધારવાની તૈયારીમાં છે. JSW સ્ટીલ, જેએસપીએલ, એમ/એનએસ અને ટાટા સ્ટીલ હોટ રોલ્ડ ક્વોયલ અને એચઆરસીના ભાવમાં પ્રતિ ટન 4000 રૂપિયા વધારો થઈ શકે છે. ઘરેલૂ માર્કેટમાં કાચા માલમાં થયેલો ધરખમ વધારો અને ઓડિશામાં ઉત્પાદનમાં આવેલા ઘટાડાના કારણે કિંમતોમાં ઉછાળો આવી રહ્યો છે. આનાથી પહેલા ડિસેમ્બર 2020માં સ્ટીલના ભાવ 2500 રૂપિયા પ્રતિ ટનનો વધારો થયો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat