Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > જુહાપુરા-શાહપુરમાં વગર પરવાનગીએ તાણી દીધેલી 12 દુકાનો તોડી પડાઇ

જુહાપુરા-શાહપુરમાં વગર પરવાનગીએ તાણી દીધેલી 12 દુકાનો તોડી પડાઇ

0
261
  • જુહાપુરામાં 12 દુકાનો તોડીને 1200 ચો. ફૂટ જગ્યા ખુલ્લી કરાઇ

  • પોલીસ બંદોબસ્ત હેઠળ બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના દક્ષિણ પશ્ચિમ ઝોન વિસ્તારમાં ઇલેકશન વોર્ડ મક્તમપુરામાં જુહાપુરા  (Juhapura) વિસ્તારમાં આવેલી મુસ્કાન ગાર્ડન પાસે 12 દુકાનો તોડી પાડી છે. આ દુકાનો તોડીને 1200 ચો. ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. આ ઉપરાંત શાહપુર વોર્ડમાં પણ દબાણ દૂર કરવામાં આવ્યા. રામ પોલીસ બંદોબસ્ત હેઠળ આ કામગીરી હાથ ધરાઇ હતી.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોન વિસ્તારમાં ઇલેકશન વોર્ડ મક્તમપુરામાં જુહાપુરા (Juhapura) વિસ્તારમાં આવેલી મુસ્કાન ગાર્ડન પાસે ટી.પી. સ્કીમ નં. 1 ( વેજલપુર )માં સમાવિષ્ટ મક્તમપુરાના રેલવે સર્વે નં. 682માંથી કપાત થઇ 18.00 મીટરના ટી.પી. રસ્તામાં ભળતી જગ્યામાં બિન પરવાનગીએ 12 દુકાનો પ્રકારનું કોમર્શીયલ બાંધકામ શરૂ કર્યું હતું. આ બાંધકામ કરનારને પી.જી.પી.એમ.સી. એક્ટની જોગવાઇ અનુસારની નોટિસ બજાવી બાંધકામ આગળ વધતું અટકાવવા સીલ કરવામાં આવેલ છે. આ બાંધકામ દૂર કરવા વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ઓએનજીસી બ્લાસ્ટઃ ફિટનેસ સર્ટિફિકેટ વગર ચાલી રહી છે પાઇપલાઇન

બુધવારના રોજ પોલીસ બંદોબસ્ત મળતાં સદરહુ બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન 10 બાય 120 ફૂટ જગ્યામાં લિન્ટલ લેવલ સુધી કરવામાં આવેલી 12 દુકાન તથા 1 પતરાંના શેડનું બાંધકામ પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ એસ્ટેટ, નગર વિકાસ ખાતુ તથા દક્ષિણ પશ્ચિમ ઝોનના સમગ્ર સ્ટાફ દ્વારા બે દબાણ ગાડી, 5 મજૂરો, 1 જેસીબી મશીન તથા ડમ્પરની મદદથી દૂર કરી રસ્તા માટે અંદાજીત 1200 ચો. ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.

આ પણ વાંચો: તામિલ ભાષાની શાળાને બંધ કરવાનો પડઘો Tamil Nadu સરકારમાં પડયો

જ્યારે શાહપુર વોર્ડમાં અંકલેશ્ચરીયાની ચાલીની સામે ઇન્દિરાનગર પે એન્ડ યુઝ ટોયલેટથી રામલાલના ખાડા તરફ જવાના ટી.પી. રસ્તામાં ટ્રાફિકમાં અડચણરૂપ થતા સ્થાનિક વ્યવસાય દબાણ દૂર કરવામાં આવ્યું. અહીં કાચા-પાકા કોમર્શિયલ શેડ નંગ 35, ઓટલા નંગ 45, ક્રોસ વોલ નંગ 26, જેસીબી મશીનથી દૂર કરવામાં આવ્યું. તથા 9 નંગ પરચુરણ દબાણ પણ દૂર કરવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સેટેલાઇટ જોધપુર રોડ પરના સત્યાગ્રહ છાવણી બંગલાની કોટની દિવાલ તોડીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં બિન પરવાનગીએ બનેલા બાંધકામો, ટી.પી. રસ્તા, ફૂટપાથ પરના દબાણો, પાર્કીંગની જગ્યામાં તથા મ્યુનિ. રિઝર્વ પ્લોટમાં થયેલા દબાણો, બાંધકામો દૂર કરવાની કામગીરી સઘન રીતે રાખવામાં આવશે.