Gujarat Exclusive > દેશ-વિદેશ > અમેરિકા: વ્હાઈટ હાઉસ બહાર ગોળીબાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પને સુરક્ષિત સ્થળે લઈ જવાયા

અમેરિકા: વ્હાઈટ હાઉસ બહાર ગોળીબાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પને સુરક્ષિત સ્થળે લઈ જવાયા

0
142

વૉશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ (US President) ડોનાલ્ડ ટ્રમ્પ (Donal Trump)ના પ્રેસ મીટ દરમિયાન વ્હાઈટ હાઉસ (White House) બહાર ગોળીબાર થવાની ઘટના સામે આવી છે. ખુદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ વાતની પુષ્ટિ કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમેરિકાના વ્હાઈટ હાઉસ બહાર અંધાધૂધ ફાયરિંગની ઘટનાની જાણકારી ખુદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપી છે. કહેવાય છે કે, આ દરમિયાન રાષ્ટ્રપતિની પ્રેસ બ્રીફિંગ પણ પ્રભાવિત થઈ હતી. થોડા સમય માટે તેમને પોડિયમથી નીચે ઉતરવા માટે જણાવાયું હતું. ગોળીબારની ઘટના બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સિક્રેટ સર્વિસના કર્મચારીઓ સુરક્ષિત સ્થળે લઈ ગયા છે.

જો કે સિક્રેટ સર્વિસના અધિકારીઓએ તાત્કાલીક કાર્યવાહી કરીને આરોપીને ગોળી મારી દીધી છે. જે બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. પ્રેસિડન્ટ ટ્રમ્પે ખુદ આ જાણકારી આપી છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું કે, વ્હાઈટ હાઉસ બહાર ગોળીબાર થઈ રહ્યો હતો. લાગે છે કે, સ્થિતિ હવે નિયંત્રણમાં છે. હું સિક્રેટ સર્વિસના કર્મચારીઓની તત્કાલ અને પ્રભાવી કાર્યવાહી માટે તેમનો આભાર માનું છું.

આ વર્ષના અંત સુધીમાં કોરોનાની વૅક્સીન
અમેરિકામાં કોરોના સંકટને લઈને રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું કે, અમે અંદાજિત 65 મિલિયન લોકોનો ટેસ્ટ કર્યો છે. વિશ્વનો કોઈ બીજો દેશ આ મામલે અમેરિકાની આસપાસ પણ નથી. 11 મિલિયન ટેસ્ટ સાથે ભારત બીજા સ્થાને છે. મને વિશ્વાસ છે કે, કોરોના સામેની જંગમાં આ વર્ષના અંત સુધીમાં આપણી પાસે તેની કોઈ અક્સીર વૅક્સીન જરૂર હશે.