Gujarat Exclusive > દેશ-વિદેશ > વિપક્ષના વિરોધ વચ્ચે કૃષિ બિલ પર રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર કર્યા

વિપક્ષના વિરોધ વચ્ચે કૃષિ બિલ પર રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર કર્યા

0
94

દેશભરમાં ખેડૂતો બિલના વિરોધમાં કરી રહ્યા છે પ્રદર્શન

નવી દિલ્હી: વિપક્ષ ઉપરાંત એનડીએ સરકારમાં સહયોગી રહેલા અકાલી દળ સિવાય દેશના ઘણા ભાગોમાં ખેડુતોના વિરોધ પ્રદર્શન વચ્ચે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે કૃષિ બિલ પર હસ્તાક્ષર કર્યા છે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે જ હવે આ બિલ કાયદો બની ગયો છે. કૃષિ સંબંધી બે વિવાદાસ્પદ બિલને લઇને દેશમાં વિપક્ષી પક્ષો સાથે સાથ ખેડૂતોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. હિરાયાણા અને પંજાબ સહિત દેશના ઘણાં ભાગોમાં ખેડૂત આ બિલના વિરોધમાં રસ્તા પર ઉતર્યા છે. ખેડૂતોને લાગે છે કે આ બિલના કારણે કૃષિ ક્ષેત્રમાં કોર્પોરેટની એન્ટ્રી થઇ જશે અને તેમને ઉત્પાદનનું યોગ્ય વળતર નહીં મળે. જોકે સરકાર તરફથી આશ્વાસન આપવામાં આવી રહ્યું છે કે MSP પર કોઇ પણ પ્રકારનો પ્રભાવ નહીં પડે. પરંતુ ખેડૂત આ બિલને પરત લેવાની માંગ કરી રહ્યા છે.

આ બિલના વિરોધમાં ભાજપના સૌથી જૂના સાથી શિરોમણિ અકાળી દળે પણ સરકારનો સાથ છોડી દીધો છે. અકાળી દળના મંત્રી હરસિમરત કૌરે પહેલા આ મુદ્દે રાજીનામું આપ્યું હતું અને હવે શનિવારે પાર્ટીએ એનડીએમાંથી બહાર આવવાની પણ જાહેરાત કરી છે.

આ પણ વાંચો: અંતે બિહારના પૂર્વ DGP ગુપતેશ્વર પાંડેની રાજકારણમાં એન્ટ્રી, JDUમાં થયા સામેલ

ઉલ્લેખનીય છે કે 20 સપ્ટેમ્બરે રાજ્યસભામાં ખેતી સંબંધી બીલો પસાર કરવા અંગે કેન્દ્ર સરકારની રીત પર વિપક્ષે નારાજગી વ્યક્ત કરી હતી.

18 વિરોધી પક્ષોએ આ મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એક પત્ર લખ્યો હતો, જેમાં સરકાર દ્વારા બીલ પસાર કરવાની રીતને ‘લોકશાહીની હત્યા’ ગણાવી હતી. આ પત્રમાં, ‘મહામહિમ’ને બંને સૂચિત કાયદાઓ પર સહી ના કરવા વિનંતી કરવામાં આવી હતી. આ સાથે જ “જે રીતે તેના એજન્ડાને આગળ વધાર્યો છે” તે અંગે પણ વિપક્ષી પક્ષોએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો હતો.