President Draupadi Murmu Security Lapse: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (Draupadi Murmu)ના રાજસ્થાન (Rajasthan) પ્રવાસ સમયે સુરક્ષામાં ચૂકની ઘટના સામે આવી છે. પાલી જિલ્લાના રોહટમાં 4 જાન્યુઆરીએ હેલીપેડ પર ત્રિસ્તરીય સુરક્ષા ઘેરો તોડીને એક મહિલા રાષ્ટ્રપતિના પગે પડી હતી. જોકે, પોલીસ વડાની સૂચના પર પોલીસ કર્મીઓ મહિલાને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા જ્યા પૂછપરછ પછી તેને છોડી દેવામાં આવી હતી. ગૃહગ મંત્રાલયે રાજ્ય પોલીસ પાસે રિપોર્ટ માંગ્યો છે.
Advertisement
Advertisement
સુરક્ષાકર્મીઓએ મહિલાને હટાવી
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સ્કાઉટ ગાઇડની રાષ્ટ્રીય જંબોરીનું ઉદ્દઘાટન કરવા માટે રોહત નજીક નિમ્બોલી બ્રાહ્મણ ગામમાં પહોચ્યા હતા. હેલિપેડ પર તેમની સુરક્ષા માટે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ પ્લેનમાંથી નીચે ઉતરીને કાર તરફ જઇ રહ્યા હતા ત્યારે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટમાં તૈનાત મહિલા જૂનિયર એન્જિનિયર આગળ જઇને તેમના પગે પડી હતી. રાષ્ટ્રપતિના સુરક્ષાકર્મીઓએ મહિલા કર્મચારીને હટાવી હતી.
ગૃહ મંત્રાલયે માન્યુ સુરક્ષામાં ચૂક થઇ
બાદમાં જિલ્લા પોલીસ વડા ગગનદીપ સિંગલાના આદેશ પર જૂનિયર એન્જિનિયરની રોહત પોલીસ સ્ટેશને લઇ જઇને પૂછપરછ કરવામાં આવી હતી બાદમાં તેને છોડી દેવામાં આવી હતી. જૂનિયર એન્જિનિયરના રાષ્ટ્રપતિ સુધી પહોચવા અને પગે પડવાને ગૃહ મંત્રાલયે સુરક્ષામાં ચૂક માની છે.
Advertisement