Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > લેબર કોડ લાગુ કરવાની તૈયારી, કર્મચારીઓના હાથમાં પગાર ઓછો આવશે PF વધશે

લેબર કોડ લાગુ કરવાની તૈયારી, કર્મચારીઓના હાથમાં પગાર ઓછો આવશે PF વધશે

0
94

આગામી કેટલાક મહિનાઓમાં ચારેય લેબર કોડ લાગુ થઈ જશે. કેન્દ્ર સરકાર આ કાયદાઓના અમલીકરણ ઉપર આગળ વધવાની તૈયારી કરી રહી છે. આ કાયદો લાગું થયા પછી કર્મચારીઓમાં હાથમાં આવનાર પગાર (ટેક હોમ) ઘટી જશે, જ્યારે કંપનીઓ તરફથી આપવામાં આવતા પ્રોવિડન્ટ ફંડ (પીએફ)માં વધારો થઈ જશે.

વેતન કોડના અમલ પછી કર્મચારીઓના મૂળ પગાર અને ભવિષ્ય નિધિની ગણતરીની રીતમાં નોંધપાત્ર ફેરફાર થશે. શ્રમ મંત્રાલય આ ચાર લેબર કોડ.. ઔદ્યોગિક સંબંધ, વેતન સામાજિક સુરક્ષા, વ્યાવસાયિક અને સ્વાસ્થ્ય સુરક્ષા તથા કાર્યસ્થિતિને એક એપ્રિલ, 2021થી લાગુ કરવા માંગતી હતી. 44 કેન્દ્રિય મજૂર કાયદાઓને આ ચાર મજૂર કોડ સાથે સુમેળમાં કરવામાં આવશે. મંત્રાલયે આ ચાર કોડ હેઠળના નિયમોને પણ અંતિમ સ્વરૂપ આપ્યું હતું. પરંતુ આનો અમલ થઈ શક્યો નહીં કારણ કે ઘણાં રાજ્યો તેમના સંબંધિત કોડ હેઠળ આ નિયમોને સૂચિત કરવાની સ્થિતિમાં ન હતા.

શ્રમએ ભારતના બંધારણ હેઠળ એક સમાન વિષય છે. આવી સ્થિતિમાં કેન્દ્ર અને રાજ્યો બંનેએ આ નિયમોને આ ચાર કોડ હેઠળ સૂચિત કરવા પડશે તે પછી જ સંબંધિત રાજ્યોમાં આ કાયદા અમલમાં આવશે.

એક સૂત્રએ પીટીઆઈને કહ્યું, ‘ઘણા મોટા રાજ્યોએ આ ચાર કોડ હેઠળના નિયમોને અંતિમ સ્વરૂપ આપ્યું નથી. કેટલાક રાજ્યો આ કાયદાઓના અમલ માટેના નિયમોને અંતિમ રૂપ આપવાની તૈયારીમાં છે. કેન્દ્ર સરકાર હંમેશા રાજ્યોની આ નિયમોને અંતિમ સ્વરૂપ આપવાની રાહ જોતી રહેશે નહીં. તેવામાં સરકાર આ કાયદાઓને એક કે બે મહિનામાં લાગુ કરવાની યોજના ધરાવે છે કારણ કે કંપનીઓ અને પ્રતિષ્ઠાનોને નવા કાયદા સાથે વ્યવસ્થિત થવા માટે થોડો સમય આપવો પડશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat