Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > અસંભવઃ સેક્સ વિના માત્ર ઓરલ સેક્સથી કિશોરી પ્રેગ્નેન્ટ, મેડિકલ સાયન્સ પણ પરેશાન

અસંભવઃ સેક્સ વિના માત્ર ઓરલ સેક્સથી કિશોરી પ્રેગ્નેન્ટ, મેડિકલ સાયન્સ પણ પરેશાન

0
343

કિશોરીને બ્લાઇન્ડ વજાઇના, પીરિયડ પણ આવતું નહતું છતાં ગર્ભવતી થયાની કહાની

લંડનઃ ગર્ભધારણ કરવા માટે સેકસ અત્યંત જરુરી છે. પરંતુ એક કિશોરી સેક્સ સંબંધ બાંધ્યા વિના (pregnant without sex) માત્ર ઓરલ સેક્સથી પ્રેગ્નન્ટ થઇ હોવાનો અસંભવ અને અવિશ્વસનીય કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેનાથી મેડિકલ સાયન્સ પણ પરેશાન છે.

આ કિસ્સામાં ઘણાં ચોકાવનારા પાસા છે. જે યુવતીને કોઇ કાળે પણ ગર્ભવતી નહીં બનવા અંગે કારણભૂત હતા. છતાં આ કિશોરીએ 16 વર્ષની વયે એક બાળકને જન્મ આપ્યો.

કિશોરીના બે પ્રેમી હતા

આ રહસ્યમયી વાર્તાની શરુઆત ઘટનાના 9 મહિના પહેલાં થઇ હતી. જ્યારે અહીંની એક 15 વર્ષીય કિશોરીને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. તેણે ડોક્ટરોને જણાવ્યું હતું કે તેના બે નવા અને એક્સ બોયફ્રેન્ડ છે. તેને બંનેમાંથી કોઇએ ચાકૂ માર્યું છે. પરંતું કોણે માર્યું તેની તેને ખબર નહતી. કારણ કે ચાકૂ મારતા પહેલાં ત્રણેય વચ્ચે થોડી બોલાચાલી થઇ હતી. કિશોરીના ડાબા હાથે અને પેટમાં ગંભીર ઘા થયા હતા. તેનો હાથનો એક હિસ્સો લટકી રહ્યો હતો. જ્યારે પેટમાં અંગદ સુધી ચાકૂ ઘૂસ્યાની ઇજા હતી. પરંતુ તે પેટના ઉપરના ભાગે હતી.

આ પણ વાંચોઃ કોરોના વાઈરસનો ખાતમો કરી શકે છે ‘આઈવરમેક્ટિન’ ટેબલેટ, ગોવા સરકારે આપી મંજૂરી

કિશોરીને તાત્કાલિક સર્જરી માટે લઇ જવાઇ. તપાસમાં જણાયું કે પેટનો ઘા ગંભીર હતો. જો કે સર્જરી વખતે તેનું પેટ ખાલી હતુ. એટલે કોઇ ખાધેલી વસ્તુ અંદર હતી નહીં. કિશોરીને 10 દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ હતી.

હવે આવ્યો ચોંકાવનારો વળાંક

મામલમાં ટ્વીસ્ટ કે ચોંકાવનારો વળાંક આશરે 9 મહિના બાદ આવ્યો. જ્યારે કિશોરીને પેટમાં દુઃખાવો ઉપડ્યો. ડોક્ટરોએ તેના જુના રિપોર્ટના આધારે તપાસ કરી તો ચોંકી ગયા કે કિશોરી ગર્ભવતી (pregnant without sex) હતી. ડોક્ટરોનું ચોંકવાનું કારણ કંઇક અલગ પણ હતું. વાસ્તવમાં કિશોરીના શરીરમાં બ્લાઇન્ડ વજાઇના (Blind Vagina)એટલે અંધ યોની હતી. જેની ઊંડાઇ માત્ર 2 સેમી હતી. જેથી તે ઇન્ટરકોર્સ કરી શકતી નહતી કે ગર્ભવતી પણ થઇ શકતી નહતી.

સૌથી પહેલાં તો પુરા મહિના હોવાથી ડોક્ટરોએ તેનું સીજેરિયન ઓપરેશન કરી એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. પછી કિશોરી સ્વસ્થ થઇ તો તેને આ અંગે પુછવામાં આવ્યું. ત્યારે તેણે જે વાત જણાવી તે વધુ ચોંકાવનારી હતી. કિશોરીએ કહ્યું કે તેને વજાઇના (યોની) નથી આ વાત તે જાણે છે. તેથી તે ઓરલ સેક્સ કરતી હતી. નવ મહિના પહેલાંની ઘટનાથી થોડા સમય પહેલાં તેણે નવા બોયફ્રેન્ડ સાથે ઓરલ સેક્સ કર્યું હતું. ત્યારે જ જુનો પ્રેમી ત્યાં આવી ગયો હતો. જેને લઇ ત્રણેય વચ્ચે ઝઘડો થયો હતો અને તેમાં તેના પર ચાકૂથી વાર કરવામાં આવ્યા હતા.

કિશોરીએવધુમાં જણાવ્યું કે તેને ક્યારેય પીરિયડ (માસિક) આવ્યું નહીં. તેથી તે ગર્ભવતી થઇ તેનો તેને વિશ્વાસ નહતો. 9 મહિના સુધી તેનું પેટ ફુલતુ રહ્યું. તો પણ પોતે પ્રેગ્નેન્ટ થઇ છે, તેનો ખ્યાલ ન રહ્યો. પરંતુ ડોક્ટરોએ તેને જણાવ્યું કે તે ઓરલ સેક્સથી ગર્ભવતી (pregnant without sex) થઇ છે. ડોક્ટરોએ તેને કારણ પણ જણાવ્યું કે કેવી રીતે સંભવ છે.

આવું કઇ રીતે સંભવ થયું, ડોકટરોનો જવાબ

ડોક્ટરોના જણાવ્યા મુજબ ઓરલ સેક્સને કારણે સ્પર્મટોજોઆ (Spermatozoa) એટલે શુક્રાણુઓ તેના પેટના ઘાને રસ્તે પ્રજનન અંગો ((Reproductive Organs)સુધી પહોંચ્યું હશે. તેને ત્યાં સુધી પહોંચાડવામાં ઉચ્ચ પીએચવાળા સલાઇવાએ મદદ કરી હોય. કારણ કે જ્યારે ચાકૂના ઘા બાદ કિશોરીની જ્યારે સર્જરી થઇ ત્યારે તેનું પેટ ખાલી હતું. એટલે શરીરમાં ભોજનથી ઉત્પન્ન થતું એસિડનું નિર્માણ થયું નહતું. જો એસિડ નિર્માણ થઇ ગયું ગયું હોત તો સ્પર્મટોજોઆ પ્રજનન અંગો સુધી પહોંચ્યું નહોત.

આ પણ વાંચોઃ 1 જૂનથી Google Photo સર્વિસ ફ્રીમાં નહીં મળે, દર મહિને ભરવો પડશે ચાર્જ

વાસ્તવમાં આ ઘટનાનો રિપોર્ટ 33 વર્ષ પહેલાં 1988માં બ્રિટિશ જર્નલ ઓફ ઓબ્સટેટ્રિક્સ એન્ડ ગાયનોકોલોજીમાં ‘ઓરલ કોન્સેપ્શનઃ ઇમ્પ્રિગનેશન વાયા પ્રોક્સિમલ ગેસ્ટ્રોઇન્સ્ટોઇનલ ટ્રેકટ ઇન પેશન્ટ વિથ એન એપ્લાસ્ટિક ડિસ્ટલ વજાઇના’ નામે પ્રાકાશિત થયો હતો. આવો જ એક રિપોર્ટ પ્રસિદ્ધ મેડકલ જર્નલ લેસેન્ટે 2000માં પણ પ્રકાશિત કર્યું હતુ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat