લિસ્બન: પોર્ટુગલના સ્વાસ્થ્ય મંત્રી માર્તા ટેમિડોએ તે રિપોર્ટ સામે આવ્યાના કેટલાક કલાક પછી રાજીનામુ આપી દીધુ છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મેટરનિટી વોર્ડમાં જગ્યા ના મળવાને કારણે એક પ્રેગનન્ટ મહિલા પ્રવાસીને દાખલ કરવામાં ના આવતા તેનું મોત થયુ હતુ. દાખલ થવા માટે લિસ્બનમાં હોસ્પિટલના ચક્કર કાપવા દરમિયાન 34 વર્ષીય ભારતીય મહિલાને કાર્ડિયક એરેસ્ટનો સામનો કરવો પડ્યો હતો. પોર્ટુગલમાં આ રીતની ઘટના સામે આવી ચુકી છે. મીડિયા રિપોર્ટ્સની માનીએ તો અહીની હોસ્પિટલના મેટરનિટી વોર્ડમાં સ્ટાફની કમી છે.
Advertisement
Advertisement
માર્તા ટેમિડો 2018તી પોર્ટુગલના સ્વાસ્થ્ય મંત્રી હતા, તેમણે કોરોના મહામારીથી પોતાના દેશને સફળતાપૂર્વક બહાર કાઢવાનું શ્રેય આપવામાં આવે છે પરંતુ સરકારે એક નિવેદનમાં કહ્યુ, ટેમિડોને આ અહેસાસ થઇ ગયો હતો કે તેમની પાસે હવે પદ પર બન્યા રહેવા માટે કોઇ કારણ નથી. પોર્ટુગલની એજન્સી અનુસાર, વડાપ્રધાન એંટોનિયો કોસ્ટાએ કહ્યુ કે પ્રેગનન્ટ ભારતીય મહિલા પ્રવાસીનું મોત, તે ઘટના રહી જેને કારણે ડૉ. ટેમિડોએ રાજીનામુ આપવુ પડ્યુ.
સાંતા મારિયા હોસ્પિટલમાં નિયોનેટોલૉજી યૂનિટમાં જગ્યા નહતી
આ ઘટના બાદ પોર્ટુગલી સરકારને મેટરનિટી યૂનિટ્સમાં કર્મચારીઓની કમી સામે લડવા, તેમાંથી કેટલાકને અસ્થાયી રીતે બંધ કરવા અને ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલ વચ્ચે જોખમ ભરેલા સ્થળાંતરથી પસાર થવા માટે મજબૂર કરવા માટે ટિકાનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક મીડિયાએ જણાવ્યુ કે પોર્ટુગલની સૌથી મોટી હોસ્પિટલ સાંતા મારિયા જે પાટનગર લિસ્બનમાં છે, જેના નિયોનેટોલોજી યૂનિટમાં જગ્યા નહતી માટે પ્રેગનન્ટ પ્રવાસીને દાખલ કરી શકાઇ નહતી. બીજી હોસ્પિટલ સુધી પહોચ્યા પહેલા જ તેનું મોત થયુ હતુ.
ઇમરજન્સી સીજેરિયન સેક્શન બાદ બાળકને બચાવી લેવાયુ
અધિકારીઓએ જણાવ્યુ કે એક ઇમરજન્સી સીજેરિયન સેક્શન પછી તેના બાળકને બચાવી લેવામાં આવ્યુ છે જેનું સ્વાસ્થ સારૂ છે. મહિલાના મોતની તપાસ શરૂ કરવામાં આવી છે. તાજેતરના મહિનામાં પોર્ટુગલમાં આ રીતની કેટલીક ઘટનાઓ બની છે જેમાં બે અલગ અલગ બાળકના મોત પણ સામેલ છે.
પોર્ટુગલની હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફનું ભારે સંકટ
કેટલાક પ્રસવ એકમ બંધ થતા બચેલા પ્રસૂતિ વોર્ડમાં ભીડ થઇ રહી છે અને વિપક્ષી દળ, ડૉક્ટર અને નર્સોએ પૂર્વ સ્વાસ્થ્ય મંત્રીને તેના દોષી ગણ્યા છે. સ્થાનિક મીડિયા આઉટલેટ આરટીપી સાથે વાત કરતા પોર્ટુગલી ડૉક્ટર્સ એસોસિએશનના અધ્યક્ષ મિગુએલ ગુઇમારેસે કહ્યુ કે માર્તા ટેમિડોએ પદ છોડી દીધુ કારણ કે તેમની પાસે વર્તમાન સંકટને હલ કરવાની કોઇ રીત નહતી. જોકે, તેમણે સ્વાસ્થ્ય મંત્રીના રૂપમાં માર્તાના કાર્યકાળની પ્રશંસા કરી હતી.
Advertisement