Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તંદુરસ્તી માટે ઠેરઠેર પ્રાર્થના કરાઈ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તંદુરસ્તી માટે ઠેરઠેર પ્રાર્થના કરાઈ

0
110
  • ભાજપના નેતા ગુફતાર અહેમદે વીડિયોમાં કરી જાહેરાત
  • કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ કેન્દ્રીય મંત્રી અમિત શાહ
  • સંપર્કમાં આવનારાને શાહની અપીલ- આઇસોલેટ થઇ તપાસ કરાવો

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા સાંસદ અમિત શાહનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દુ:ખદાયી સમાચાર વાયુવેગે પ્રસરી ગયા હતાં. અમિત શાહની તંદુરસ્તી માટે ઠેર ઠેર મહામૃત્યુંજય મંત્રોચ્ચાર કે આરતી પ્રાર્થના થવાનું શરૂ થઈ ગયું છે. કોઈ પાંચ દિવસ તો કોઈ દસ દિવસ મંત્ર કરવાના સંકલ્પ લઈ રહ્યા છે.

આજે વસ્ત્રાપુર ખાતે આવેલ કલ્યાણ પુષ્ટીહવેલીમાં પણ મહાઆરતી અને પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોનાના કારણે સોશીયલ ડિસ્ટન્સીંગ નું પાલન કરી શ્રીનાથજી ભગવાનને અમિત શાહ ની તંદુરસ્તી અને દીધાયું માટે પ્રાર્થના કરવામાં આવી હતી જેમાં ભાજપ કર્ણાવતી મહાનગર અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા,ગાંધીનગર લોકસભા ઈન્ચાર્જ અને મહીસાગર જીલ્લા પ્રભારી હર્ષદ પટેલ,શહેર મહામંત્રી કૌશિક જૈન,ઉપાધ્યક્ષ હિતેશ બારોટ , સ્થાનિક કાઉન્સિલરો, સંગઠનના પદાધિકારીઓ, કાર્યકર મિત્રો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

અમિત શાહ સાજા થાય ત્યાં સુધી કાશ્મીરી નેતા ગુફ્તાર રોજા રાખશે

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપ નેતા અમિત શાહ ( Home minister Amit shah news ) કોરોના પોઝિટિવ થતાં હોસ્પિટલમાં દાખલ થયા છે. ત્યારે અમિત શાહ વહેલી તકે સાજા થઇ જાય તે માટે જમ્મુ-કાશ્મીરના નેતા ગુફતાર અહેમદે (Guftar Ahmed) રોજા રાખવાની જાહેરાત કરી છે. જ્યારે કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પા (CM yediurappa) પણ કોરોના પોઝિટિવ થયા છે.

આ પણ વાંચો: Ayodhya Update:PM મોદી રામલલા પહેલાં ભગવાન હનુમાનના દર્શન કરશે

કોરોનામાં જકડાયેલા અમિત શાહના સ્વાસ્થય માટે સમગ્ર દેશમાં લોકો કામના કરી રહ્યા છે. ત્યારે જમ્મુ-કાશ્મીરના કુપવાડાના ભાજપ નેતા ગુફતાર અહેમદે સોમવારે જાહેરાત કરી છે કે જ્યાંર સુધી ગૃહમંત્રી અમિત શાહનો કોરોના વાઇરસ રિપોર્ટ નોગોટિવ આવી નહીં જાય ત્યાં સુધી તેઓ રોજ રોજા રાખશે. ગુફતારે આ અંગે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરી આ જાહેરાત કરી છે.

અમિત શાહ માટે દુઆ કરી

ગુફતાર અહેમદે વીડિયોમાં અમિત શાહ માટે દુઆ કરી. સાથે કહ્યું કે આશા વ્યક્ત કરી કે અમિત શાહ જલદી સાજા થઇ જશે. તેમણે કહ્યું કે,હું મંગળવારથી રોજા રાખવાનું શરૂ કરીશ અને જ્યાં સુધી અમિત શાહનો કોરોના રિપોર્ટ નોગોટીવ નહીં આવે ત્યાં સુધી હું રોજા રાખીશ. અલ્લાહતઆલાને દુઆ કરીશ કે અમિત શાહ જલદી સાજા થઇ જાય.

કોરોનામાં સપડાયેલા પ્રથમ કેન્દ્રીય મંત્રી

અમિત શાહ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ડોક્ટરોની સલાહથી વેદાન્તા હોસ્પિટલમાં દાખલ થયા છે. તેઓ કોરોના વાઇરસમાં સપડાયેલા પ્રથમ કેન્દ્રીય મંત્રી છે. અમિત શાહે ટ્વીટ કરી જણાવ્યું કે કોરોનાના પ્રારંભિક લક્ષણો દેખાતા મેં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો. મારી તબિયત સારી છે. છતાં ડોકટરોની સલાહથી હું હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યો છું. મારી તમને વિનંતી છે કે તમારીમાંથી આ કેટલાક દિવસોમાં જે પણ મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ મહેરબાની કરીને પોતાને આઇસોલેટ કરી પોતાની તપાસ કરાવે.