Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > પ્રાંતિજમાં રવિ-સોમવારે વેપારીઓ બજારો સ્વયંભૂ બંધ રાખશે

પ્રાંતિજમાં રવિ-સોમવારે વેપારીઓ બજારો સ્વયંભૂ બંધ રાખશે

0
75

પ્રાંતિજ: અમદાવાદ સહિત રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા કરફ્યૂ લાદવામાં આવ્યો છે. કોરોના સંક્રમણ વધતા હવે રાજ્યની અનેક નગરપાલિકાઓ દ્વારા સ્વેચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી રહી છે. પ્રાંતિજમાં પણ વેપારીઓએ રવિવાર અને સોમવારે બજાર સ્વયૂંભૂ બંધ રાખવાની જાહેરાત કરી છે. Pratij

પ્રાંતિજમાં 21થી 30 નવેમ્બર સુધી રાત્રિ લોકડાઉન

પ્રાંતિજમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા વેપારીઓ સતર્ક થયા છે. પ્રાંતિજમાં નગરપાલિકાના અધિકારીઓ સાથેની બેઠકમાં વેપારીઓએ બજારને રવિવાર અને સોમવારે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ 21થી 30 નવેમ્બર સુધી રાત્રિના 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી જનતા કરફ્યુની વેપારીઓએ અપીલ કરી છે. Pratij

આ પણ વાંચો: 57 કલાકના કરફ્યૂ બાદ અમદાવાદમાં નાઇટ કરફ્યૂ લાગુ પડશે

આણંદની ઓડ નગરપાલિકાએ પણ લોકડાઉન જાહેર કર્યુ

કોરોના સંક્રમણને રોકવા માટે આણંદની ઓડ નગરપાલિકાએ પણ સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી છે. બે દિવસ આણંદના ઓડમાં લોકડાઉન રહેશે.