ચૂંટણીની રણનીતિ બનાવવા માટે જાણીતા પ્રશાંત કિશોર સાથે તાજેતરમાં ગાંધી પરિવારની મુલાકાતો થઈ હતી અને તે બાદ પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો શરૂ થઈ હતી.
જોકે કોંગ્રેસ માટે હવે પ્રશાંત કિશોરે એવુ નિવેદન આપ્યુ છે જેના કારણે તેમના કોંગ્રેસમાં જોડાવાની ધારણાઓ પર બ્રેક વાગી ગઈ છે. પ્રશાંત કિશોરે કોંગ્રેસનુ નામ લીધા વગર કહ્યુ છે કે, ભારતની સૌથી જુની પાર્ટીના સહારે વિપક્ષની ભારતના રાજકારણમાં વાપસી થશે તેવુ જો કોઈ વિચારતુ હોય તો તે ભૂલભરેલુ છે. કમનસીબે સૌથી જુની પાર્ટીના સંગઠનમાં અને તેના મૂળિયામાં જ બહુ મોટી ખામીઓ છે અને હાલમાં આ સમસ્યાઓનુ કોઈ સમાધાન મને દેખાઈ રહ્યુ નથી.
પ્રશાંત કિશોરના આ નિવેદનને આગામી ચૂંટણીને ધ્યાનમં રાખતા મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યુ છે. હાલમાં લખીમપુરમાં થયેલી હિંસા બાદ પ્રિયંકા અને રાહુલ ગાંધીએ માર્યા ગયેલા પરિવારોની મુલાકાત લીધા બાદ કોંગ્રેસ ફરી ચર્ચમાં આવી છે પણ પ્રશાંત કિશોરના નિવેદન પરથી એવુ લાગે છે કે, તેઓ કોંગ્રેસને હજુ પણ ભાજપનો મુકાબલો કરવા લાયક માનતા નથી.