Gujarat Exclusive > રાજનીતિ > કેજરીવાલની જીત પાછળ પ્રશાંત કિશોરની I-PACએ કેવી રીતે કર્યું કામ?

કેજરીવાલની જીત પાછળ પ્રશાંત કિશોરની I-PACએ કેવી રીતે કર્યું કામ?

0
369

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં ખરાબ રીતે હારનારી આમ આદમી પાર્ટીએ લગભગ એક વર્ષ પહેલા જ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમત મેળવ્યો છે. લોકસભામાં આમ આદમી પાર્ટીએ દિલ્હીની 7 બેઠકો પર કારમા પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો. જો કે એક વર્ષની અંદર જ દિલ્હી ચૂંટણીમાં પાર્ટીએ 70માંથી 62 બેઠકો જીતી લીધી, જ્યારે ભાજપને માત્ર 8 બેઠકો પર વિજય મેળવીને સંતોષ માનવો પડ્યો હતો.

આમ આદમી પાર્ટીની સતત ત્રીજી જીતનો શ્રેય રણનીતિકાર પ્રશાંત કિશોરની કંપની I-PACને પણ જાય છે. I-PACના ડિરેક્ટર અને કો-ફાઉન્ડર ઋષિ રાજ સિંહે ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે અભિયાન ચલાવ્યું હતું.

‘આપ‘ ચૂંટણી પ્રચારમાં કામ કરનારા સુત્રએ જણાવ્યું કે, પાર્ટીએ વડાપ્રધાન મોદી અને ભાજપની ટીકા કરવાની જગ્યાએ પોતાનું ફોક્સ દિલ્હીમાં 5 વર્ષોમાં કરેલા કામો પર લગાવ્યું હતું. ચૂંટણી પ્રચાર દરમિયાન પાર્ટીના નેતાઓએ પોતાના કામોને સારી રીતે પ્રજા સુધી પહોંચાડ્યા.

I-PACની AAPને સલાહ
I-PACની ટીમે દિલ્હીની 70 વિધાનસભાઓમાં કામ કરવાનું શરૂ કર્યું. ટીમ દરેક વિધાનસભા વિસ્તારમાં ફરીને લોકોને ફિડબેક લેતી અને તેના આધારે આમ આદમી પાર્ટી માટે સુત્રો અને પંચ તૈયાર કરવામાં આવ્યા.

I-PACના ડિરેક્ટર અને કો-ફાઉન્ડર ઋષિ રાજ સિંહે જણાવ્યું કે, આમ આદમી પાર્ટી પોતાના કામના કારણે લોકો વચ્ચે પહેલાથી જ લોકપ્રિય હતી. આથી અમને લાગ્યુ કે, પાર્ટીના નેતાઓએ લોકોની વચ્ચે જઈને પોતાના કામનો પ્રચાર કરવો જોઈએ. આ માટે અમે ત્રણ તરકીબો અપનાવી.

→ પાર્ટીએ સૌથી પહેલા AAPનું રિપોર્ટ કાર્ડ જાહેર કર્યું. જેને મતદાતાઓના દરવાજા સુધી પહોંચાડવામાં આવ્યુંટ
→ ટેલીવિઝન ન્યૂઝ નેટવર્ક સાથે ટાઉનહોલમાં બેઠકોની યોજના બનાવવામાં આવી
→ મહોલ્લા સભાઓનું આયોજન કરવામાં આવ્યું

રિપોર્ટ કાર્ડ બાદ પાર્ટીને ગેરન્ટી કાર્ડ રિલીઝ કરવાની સલાહ આપવામાં આવી અને વૉટરોના ઘેર-ઘેર પહોંચાડવામાં આવી. આ ગેરંટી કાર્ડને “અચ્છે બીતા 5 સાલ, લગે રહો કેજરીવાલ” કેમ્પેઈન સાથે રજૂ કરવામાં આવ્યું.

શાહીનબાગ ફેક્ટર
જ્યારે કેજરીવાલ સકારાત્મક રીતે ચૂંટણી પ્રચાર પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરવાનો નિર્ણય કર્યો, ત્યારે CAA-NRC મુદ્દે તેમના મૌનને લઈને અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા. ભાજપના તમામ નેતાઓ તેમની ટીકા કરતા રહ્યા. દિલ્હીમાં પાણીની ગુણવત્તા, શિક્ષણ વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર પણ આલોચના કરવામાં આવી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સૌ પ્રથમ દિલ્હી ચૂંટણીમાં શાહીન બાગ પ્રદર્શનનો ઉલ્લેખ કરીને ધ્રુવીકરણની રાજનીતિની શરૂઆત કરી. જે બાદ ભાજપના અનેક નેતાઓએ દાવો કર્યો કે, શાહીન બાગ પ્રદર્શનકારીઓને આપ અને કોંગ્રેસ સમર્થન કરી રહી છે. કેજરીવાલ પર પણ આરોપ લગાવવામાં આવ્યા કે, તેઓ પ્રદર્શનકારીઓને બિરયાની ખવડાવી રહ્યાં છે.

અભિયાન પર ઝીણવટ પૂર્વક કામ કરી રહેલા સુત્રોએ જણાવ્યું કે, સાંસદથી લઈને રાજ્યના મુખ્યમંત્રીઓ સુધી, ભાજપના તમામ નેતાઓએ દિલ્હીના શાહીન બાગના મુદ્દે વાત કરી હતી. જો કે દિલ્હી મીડિયાનું કેન્દ્ર છે, એવામાં શાહીન બાગને સમગ્ર ચૂંટણી ચર્ચામાં વધારે પડતું મહત્વ આપવામાં આવી રહ્યું હતું. જો કે વાસ્તવમાં દિલ્હીના લોકોની જરૂરત વીજળી અને પાણી હતી.

અહી સુધી કે ભાજપના પશ્ચિમી દિલ્હીના સાંસદ પ્રવેશ વર્માએ કેજરીવાલને આતંકવાદી કહી દીધા. જે બાદ રણનીતિમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો. કેજરીવાલ પર આ હુમલા બાદ I-PACએ પાર્ટીને દરેક વિધાનસભા વિસ્તારમાં સાઈલન્ટ પ્રોટેસ્ટ કરવાની સલાહ આપી હતી.

કેજરીવાલને જીત અપાવનાર સોશિયલ મીડિયાના કમાન્ડો, ત્રણ ટીમો બનાવીને ટાર્ગેટ પૂરો કર્યો