Gujarat Exclusive > રાજનીતિ > શું કાર્ગો ફ્લાઈટમાં કોલકત્તા ગયા પ્રશાંત કિશોર? CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ

શું કાર્ગો ફ્લાઈટમાં કોલકત્તા ગયા પ્રશાંત કિશોર? CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ

0
572

કોલકતા: રાજનીતિક રણનીતિકાર પ્રશાંત કિશોર પર NDAના નેતાઓએ લૉકડાઉન દરમિયાન કાર્ગો વિમાન મારફતે દિલ્હીથી કોલકતા જવાનો આરોપ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સરકાર અને એવિએશન અધિકારીઓના આદેશ પર દિલ્હી, કોલકત્તા અને ગુવાહાટી એરપોર્ટના 72 કલાકના CCTV ફૂટેજ તપાસવામાં આવી છે, જેથી આરોપોની તપાસ કરવામાં આવી શકે.

છેલ્લા 3 દિવસની અંદર દિલ્હી અને કોલકતા વચ્ચે 9 કાર્ગો વિમાનો ઉડ્યા છે. એવિએશન અધિકારીઓએ એર ઈન્ડિયા, સ્પાઈસ જેટ અને બ્લૂ ડાર્ટ જેવી એવિએશન કંપનીઓ પાસેથી પણ ફ્લાઈટો સંદર્ભે જાણકારી માંગી છે

રિપોર્ટ્સ પ્રમાણે, લૉકડાઉન પર કેન્દ્ર સરકાર સાથે મતભેદ વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજનીતિક રણનીતિકાર પ્રશાંત કિશોરને કોલકતા બોલાવ્યા હતા. કહેવાય છે કે, પ્રશાંત કાર્ગો ફ્લાઈટથી કોલકતા પહોંચ્યા છે. હવે તે સોશિયલ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયા પર ચાલી રહેલા સમાચારો પર નજર રાખવા સાથે જ વિપક્ષી પાર્ટીઓ અને મીડિયા ચેનલ્સના આરોપો પર જવાબી કાર્યવાહીની રણનીતિ તૈયાર કરશે.

આ અંગે JDU નેતા ડૉ અજય આલોકે જણાવ્યું કે, કાર્ગો વિમાનથી ડૉક્ટર, નર્સ, માસ્ક, સેનેટાઈઝર, વેન્ટિલેટર જેવી જરૂરી વસ્તુઓ મંગાવાય છે. જો કે મમતા બેનર્જીએ એટલો ભારે સામાન મંગાવ્યો. પ્રશાંતને શરમ આવવી જોઈએ. લૉકડાઉનનું આવું ઉલ્લંઘન નથી જોયું. કાર્ગો પ્લેનથી વ્યક્તિ કેવી રીતે પહોંચી ગયો? શું તે કોલકતામાં વધારે બીમારી ફેલાવવા ગયો છે?

ભાજપના બિહાર પ્રવક્તા નિખિલ આનંદે જણાવ્યું કે, પ્રશાંત કિશોર લૉકડાઉનમાં કાર્ગો ફ્લાઈટમાં છુપાઈને કોલકતા પહોંચ્યા છે. પ્રશાંતના પ્રવાસની વિગતો જાહેર કરવામાં આવે. આવા સંજોગોમાં કાર્ગો ફ્લાઈટમાં પ્રવાસ કરવાની મંજૂરી પ્રશાંતને કોણે આપી?

આ અંગે જવાબ આપતા પ્રશાંત કિશોરે જણાવ્યું કે, મારા પર આરોપ મૂકનારા પુરાવા આપે. કેન્દ્રમાં ભાજપની સરકાર છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ફ્લાઈટોને સંચાલિત કરનાર DGCA બન્ને કેન્દ્ર સરકારના હસ્તક છે. જો મેં કાર્ગોમાં મુસાફરી કરી છે, તો તેઓ સંપૂર્ણ વિગતો લોકો સમક્ષ જાહેર કરે. જો તેમના આરોપો સાચા સાબિત થયા તો, હું જાહેર જીવનમાંથી સંન્યાસ લઈ લઈશ અને જો ખોટા ઠર્યા તો, ભાજપ અને જેડીયુ નેતાઓએ દેશની જનતાની માફી માંગવી જોઈએ.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

COVID-19: હોમ ક્વોરન્ટીના નિયમનો ભંગ, ઉત્તરાખંડમાં 6 મહિનાના બાળક વિરૂદ્ધ FIR