Gujarat Exclusive > રાજનીતિ > શું તમે બિહારને લીડ કરવા માંગો છો કે પછી..? પ્રશાંત કિશોરના નીતિશ કુમારને સવાલ

શું તમે બિહારને લીડ કરવા માંગો છો કે પછી..? પ્રશાંત કિશોરના નીતિશ કુમારને સવાલ

0
355

પટના: ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે (PK) મંગળવારે પત્રકાર પરિષદ સંબોધીને જણાવ્યું કે, નીતિશકુમારે તેમને પુત્રની જેમ રાખ્યા હતા. PKએ જણાવ્યું કે, મને પાર્ટીથી નીકાળવામાં આવ્યા હોવા છતાં પણ હું તેમનું સમ્માન કરું છું. નીતિશ કુમાર સાથેના મતભેદના કારણો પણ જણાવ્યા હતા. પ્રશાંત કિશોરે જણાવ્યું કે, મને પાર્ટીમાં સામેલ કરવાનો અને નીકાળવાનો આ બન્ને નિર્ણયોનું સ્વાગત કરું છું. હું તેના પર કોઈ પ્રતિક્રિયા આપવા નથી માંગતો. તે તેમનો અધિકાર હતો. તેમના પ્રત્યે મારા મનમાં હંમેશા આદર રહેશે. અમારી વચ્ચે બે કારણોથી મતભેદ હતા. લોકસભા ચૂંટણી વખતે પણ અમારી વચ્ચે આ બાબતોને લઈને વાતચીત ચાલી રહી હતી.

આ અંગે પ્રશાંત કિશોરે જણાવ્યું કે, આમારી વચ્ચે પ્રથમ વિચારધારાને લઈને મતભેદ હતા. નીતિશજીનું કહેવું છે કે, તેઓ ગાંધી, જેપી અને લોહિયા અને તેમના વિચારોને છોડી નથી શકતા. જો કે મારા મનમાં શંકા હતી કે, જો કોઈ આવું વિચારે છે તો તે ગોડસે સાથે ઉભા રહેનારા અને તેમની વિચારધારા ધરાવતા લોકો સાથે કેવી રીતે ઉભા રહી શકે છે? ભાજપ સાથે તેમના રહેવા પર કોઈ વાંધો નથી, પરંતુ બન્ને બાબતો એક સાથે તો ના હોઈ શકે. ગાંધી અને ગોડસે એક સાથે ના ચાલી શકે.

આ સાથે જ PKએ જણાવ્યું કે, નીતિશ કુમાર પહેલા પણ ભાજપ સાથે હતા અને આજે પણ છે. જો કે બન્નેમાં ઘણો તફાવત છે. પહેલા નીતિશ કુમાર બિહારની શાન હતા અને બિહારના લોકોના નેતા હતા. આજે તેઓ પાસે 16 સાંસદો હોવા છતાં ગુજરાતનો કોઈ નેતા તેમને બતાવે છે. તમે જ નેતા બન્યા રહો. કોઈ બીજી પાર્ટીના નેતા ના જણાવવા જોઈએ કે, તેઓ અમારા નેતા છે. અમે લોકો સશક્ત નેતા ઈચ્છીએ છીએ, જે સમગ્ર ભારત અને બિહાર માટે વાત કરે.

આ સિવાય પ્રશાંત કિશોરે જણાવ્યું કે, કેટલાક લોકોનો મત છે કે રાજનીતિમાં થોડી ઘણી સમજૂતિ કરવી પડે છે. બિહારના વિકાસ માટે સમજૂતિ કરવી પડે, તો કોઈ વાંધો નથી. મૂળ વાત બિહારના વિકાસની છે. તમારે જોવું પડશે કે, શું આ ગઠબંધન સાથે રહેવાથી બિહારનો વિકાસ થઈ રહ્યો છે? શું બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળી ગયો?

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર પણ સુપર મુખ્યમંત્રીનું પદ NCP પાસે: ભાજપ