Gujarat Exclusive > દેશ-વિદેશ > પ્રણવ મુખર્જી: પૂર્વ રાષ્ટ્રપતિ, જે ક્યારેય વડાપ્રધાન ના બની શક્યા

પ્રણવ મુખર્જી: પૂર્વ રાષ્ટ્રપતિ, જે ક્યારેય વડાપ્રધાન ના બની શક્યા

0
352

નવી દિલ્હી: લગભગ ચાર દાયકાના પોતાના સંસદીય જીવનમાં પ્રણવ મુખર્જી (Pranab Mukherjee)એ ત્રણ પ્રધાનમંત્રીઓ ઈન્દિરા ગાંધી (Indira Gandhi), પીવી નરસિંમ્હા રાવ (PV Narasimha Rao) અને મનમોહન સિંહ (Manmohan Singh) ના આધીન નાણાં, વિદેશ અને રક્ષા જેવા મહત્વના મંત્રાલયોના મંત્રી તરીકે કામ કર્યું હતું. પ્રણવ મુખર્જી ઈન્દિરા ગાંધીના ખૂબ જ નીકટના લોકોમાંથી એક હતા. જો કે રાજીવ ગાંધી (Rajiv Gandhi)એ તેમનાથી અંતર જાળવી રાખ્યું.

રાજીવ ગાંધીના મોત બાદ જ્યારે કોંગ્રેસ કપરા સમયમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે તેઓ તત્કાલીન પ્રધાન મંત્રી નરસિંહ રાવ અને કોંગ્રેસ અધ્યક્ષ સીતારામ કેસરીના પણ ઘણાં નજીક હતા. કોંગ્રેસની કમાન સોનિયા ગાંધીના હાથોમાં આવ્યા બાદ પ્રણવ મુખર્જી અનુભવી હોવાના કારણે પાર્ટી અને પછી સરકાર માટે મજબૂત સ્તંભ હતા.

કોંગ્રેસ, દેશની સત્તા અને રાજકારણને ખૂબ જ નજીકથી જોનારા પ્રણવ દાને સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી કેમ ના બનાવ્યા? એક સમયે સત્તાવાર રીતે પ્રણવ મુખર્જીના આધીન રહેલા મનમોહન સિંહને સોનિયા ગાંધીએ કેમ મહત્વ આપ્યું? આ કંઈક એવા પ્રશ્નો છે, જેનો જવાબ કદાચ પ્રણવ મુખર્જી સિવાય બીજો કોઈ આપી શકે તેમ નથી.

પૂર્વ રાષ્ટ્રપતિએ પોતાના સંસદીય જીવન પર ત્રણ પુસ્તકો લખ્યા છે. જેમાં પ્રથમ પુસ્તક ‘ધી ઈન્દિરા ગાંધી ઈયર્સ’ (1969-1980) અને ‘ધી ટરબૂલેન્ટ ઈયર્સ’ (1980-1996) અને ત્રીજું આખરી પુસ્તક ‘ધી કોલિશન ઈયર્સ’ (1996-2012) છે. નામ ઉપરથી જ સ્પષ્ટ જણાઈ આવે છે કે, તેમનું આખરી પુસ્તક 1996 થી 2012 વચ્ચેના ગઠબંધનની રાજીનીતિના પ્રત્યક્ષ સાક્ષી તરીકે લખવામાં આવેલ પુસ્તક છે.

તેઓ માત્ર રાજનીતિક ઘટનાક્રમના સાક્ષી જ નહતા, પરંતુ સરકારની અંદર અને બહાર શું થઈ રહ્યું હતું? તેનો એક હિસ્સો પણ હતા. જેમાં સંસદની અંદર કેટલીક એવી ઘટનાઓનો પણ ઉલ્લેખ છે. જેમાં અલગ-અલગ નેતાઓના સબંધો અને સંસદીય પરંપરાની જાણ થાય છે.

એક કિસ્સો અટલ બિહારી વાજપેયી સાથે પણ સંકળાયેલો છે. આ ઘટના 1977ની છે. ઈમરજન્સી બાદ જનતા સરકાર બની ગઈ હતી. શાહ કમિશન સમક્ષ હાજર થયા બાદ પ્રણવ મુખર્જી જ્યારે સંસદ પહોંચ્યા, ત્યારે રાજનારાયણે તેમને કહ્યું ડરીને ભાગી ગયા? આ સમયે ત્યાં ઉપસ્થિત વાજપેયીએ મુખર્જીનો બચાવ કર્યો હતો.

આ પણ વાંચો: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના નિધનને પગલે દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક

વાજપેયી વિશે પ્રણવ મુખર્જીનું એ પણ કહેવું હતું કે, તેઓ રાજનીતિક હરિફાઈને ક્યારેય વ્યક્તિગત નહતા લેતા. કોંગ્રેસનું આંતરિક રાજકારણ સમજવા માટે તેમના પુસ્તકો ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

જે મુબજ સોનિયા ગાંધીના વિદેશી મૂળનો વિરોધ કરવા પાછળ શરદ પવારની રાજનીતિક મહત્વાકાંક્ષા પણ હતી. હકીકતમાં શરદ પવાર ખુદને કોંગ્રેસની અંદર પ્રધાનમંત્રી પદના દાવેદાર તરીકે જોઈ રહ્યાં હતા. ખુદ પ્રણવ મુખર્જીએ પણ સ્વીકાર કર્યો હતો કે, બે વખત તેમને પણ લાગ્યુ હતું કે, સોનિયા ગાંધી તેમનું નામ આગળ કરી શકે છે.

પ્રથમ વખત જ્યારે 2004ની લોકસભા ચૂંટણી બાદ સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી બનવાનો ઈન્કાર કર્યો અને પછી મનમોહન સિંહનું નામ આગળ ધર્યું. બીજી વખત 2012માં રાષ્ટ્રપતિ ચૂંટણીના સમયે. એ વખતે અનેક લોકો સાથે પ્રણવ મુખર્જીને પણ લાગ્યું હતું કે, સોનિયા ગાંધી મનમોહન સિંહને રાષ્ટ્રપતિ પદ માટે આગળ કરીને પ્રધાનમંત્રી તરીકે તેમના (પ્રણવ મુખર્જી) નામને મંજૂરી આપી શકે છે.

પૂર્વ રાષ્ટ્રપતિના આ પુસ્તક એ સમયના પ્રામાણિક પુરાવા છે. જેય્રા દેશે ત્રણ ગઠબંધનો અને તેમની સરકારની ચડતી-પડતી જોઈ હોય. આ ગઠબંધનો છે. ત્રીજો મોર્ચો, યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (UPA) અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) .