Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સિંઘમ ફેમ પ્રકાશ રાજે વડગામમાં ઑક્સીજન પ્લાન્ટ માટે જીગ્નેશ મેવાણીને ડોનેટ કર્યા રુ.2 લાખ

સિંઘમ ફેમ પ્રકાશ રાજે વડગામમાં ઑક્સીજન પ્લાન્ટ માટે જીગ્નેશ મેવાણીને ડોનેટ કર્યા રુ.2 લાખ

0
468

જીગ્નેશ મેવાણીએ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 30 લાખ ખર્ચવાની તૈયારી બતાવી, તો સરકારે નિયમોની વાત કરી

ગાંધીનગર: સિઁઘમ અને વોન્ટેડ ફેમ સાઉથના સ્ટાર પ્રકાશ રાજે (Prakash Raj Donate Jignesh Mevani)ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને વડગામમાં ઑક્સીજન પ્લાન્ટ માટે રુ.2 લાખ દાનમાં આપ્યા. કોરોનાથી સંક્રમિત થતાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી લોકોને મદદ કરવા કટિબદ્ધ બન્યા છે. રાજ્યના ચીફ સેક્રેટરીને મળ્યા બાદ ગુજરાત હાઇકોર્ટ પાસે દાદ માંગી અને હવે લોક ફાળાથી વડગામમાં પ્લાન્ટ ઊભો કરવા ફાળો એકત્રિત કરી રહ્યા છે.

જીગ્નેશ મેવાણીના આ કાર્યમાં સાઉથ સ્ટારે પોતાના પ્રકાશ રાજ ફાઉન્ડેશનમાંથી રૂપિયા 2 લાખ ઓક્સિજન પ્લાન્ટ માટે ડોનેટ કર્યા છે. જીગ્નેશ મેવાણીએ ધારાસભ્ય તરીકે મળતી ગ્રાન્ટમાંથી 30 લાખ રૂપિયાની તૈયારી દર્શાવી હોવા છતાં સરકાર દ્વારા નિયમોની વાત કરી મંજૂરી નહીં.

આ પણ વાંચોઃ લોકોની ફરિયાદો વચ્ચે રાજ્યમાં 18 થી 44 વર્ષના નાગરિકોનું રસીકરણ શરૂ થયું

ધારાસભ્યે હાઇકોર્ટમાં માગી દાદ

કોરોનાની વકરેલી સ્થિતિ અને ઑક્સીજન- વેન્ટિલેટરની ઊભી થયેલી તંગીની પરિસ્થિતિ જોતાં જીગ્નેશ મેવાણીએ પોતાના મત વિસ્તારમાં કોરોના સામે લડવા સવલતો ઉભી કરવા, ઓક્સિજન પ્લાન્ટ બનાવવા અને ઓક્સીજન કોન્સેન્ટ્રેટર ખરીદવા હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે. જીગ્નેશ મેવાણીએ રજૂઆત કરી કે,

“મને મારી ગ્રાન્ટ માંથી કોઈપણ સંજોગોમાં ઓક્સિજનની વ્યવસ્થા વડગામ માટે ઊભી કરવા દો. આવનારા દિવસોમાં સરકાર આ મુદ્દે પોતાના જવાબ રજૂ કરશે.”

બૉલીવુડના સેલિબ્રિટી પાસેથી મદદ માંગી Prakash Raj Donate Jignesh Mevani

બીજી બાજુ, જીગ્નેશ મેવાણીએ સરકારના જવાબની રાહ જોઈને બેસી ના રહેતા પોતે સમાજ અને લોકો પાસેથી ફંડ ફાળો ઉઘરાવવાની શરુઆત કરી દીધી હતી. ,સૌથી પહેલાં પોતાના પગાર માંથી 1 લાખનું દાન આપી, ઓક્સિજન પ્લાન્ટ બનાવવાના સક્રિય પ્રયાસો હાથ ધરી દીધા છે સાથોસાથ બૉલીવુડ સેલિબ્રિટી પાસે (Prakash Raj Donate Jignesh Mevani)થી પણ આર્થિક સહાયની માંગણી કરી છે.

આ પણ વાંચોઃ કોરોના કેરઃ અમદાવાદમાં રોજના 275 ટનની જરુરિયાત સામે મળે છે 225 ટન ઓક્સિજન  

પ્રતીક ગાંધીએ પણ ડોનેશ આપ્યું, સાથે મદદની અપીલ કરી

જીગ્નેશ મેવાણીના પ્રયાસોને લોક ફાળો મળી રહ્યો છે જેમાં પ્રકાશ રાજ ધ્વારા 2 લાખ રૂપિયાનું ડોનેશન અને મળતી માહિતી મુજબ એક્ટર પ્રતિક ગાંધી ધ્વારા પણ વડગામ ખાતે ઑક્સીજન પ્લાન્ટ બનાવવા ડોનેશન આપવામાં આવ્યું છે. પ્રતિક ગાંધીએ ટ્વિટર પર લોકોને આ સંકટની સ્થિતિમાં શકય એ રીતે મદદ કરવા અપીલ કરી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat