Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > શહેરી વિકાસ વિભાગના સંયુક્ત સચિવ પ્રકાશ પટણી અને તેમના પત્ની કોરોના પોઝિટિવ

શહેરી વિકાસ વિભાગના સંયુક્ત સચિવ પ્રકાશ પટણી અને તેમના પત્ની કોરોના પોઝિટિવ

0
1084

અનિલ પુષ્પાંગદન, ગાંધીનગર: શહેરી વિકાસ વિભાગના સંયુક્ત સચિવ પ્રકાશ પટણી અને તેમના પત્નીનું કોરોના પોઝિટિવ આવ્યો છે. સંયુક્ત સચિવ પ્રકાશ પટણી ગયા મંગળવારે સ્વર્ણીમ સંકુલ-1 ખાતે શહેરી વિકાસ વિભાગના પ્રેઝન્ટેશનમાં હાજર રહ્યા હતા ત્યારબાદ તેમની તબિયત ખરાબ થવાને કારણે તેઓ રજા પર ઉતરી ગયા હતા.

ગાંધીનગર શહેરમાં સેક્ટર 4માં રહેતા અને શહેરી વિકાસ વિભાગના સંયુક્ત સચિવ તરીકે ફરજ બજાવતા પ્રકાશ પટણી અને તેમના પત્નીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. સંયુક્ત સચિવ અને તેમના પત્ની કોરોના પોઝિટિવ આવતા હોમ ક્વોરન્ટાઇન થઇ ગયા છે. સચિવાલયના અધિકારી સુત્રોના જણાવ્યા અનુસાર, સંયુક્ત સચિવ પ્રકાશ પટણી ગયા મંગળવાર સુધી સચિવાલયમાં આવતા હતા. ગયા મંગળવારે સ્વર્ણિમ સંકુલ-1 ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં શહેરી વિકાસ વિભાગના આત્મનિર્ભર અંગે પ્રેઝન્ટેશન રાખવામાં આવ્યુ હતું. આ પ્રેઝન્ટેશનમાં પણ તેઓ હાજર રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે. સચિવાલયનો કાર્યક્રમ પુરો થયા બાદ તેમનું સ્વાસ્થ્ય ખરાબ થવાને કારણે તેઓ રજા પર ઉતરી ગયા હતા અને શનિવારે તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે, તેમની સાથે તેમની પત્નીનો પણ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. સંયુક્ત સચિવના સંપર્કમાં આવેલા તેમના સગા સબંધીઓને સાવચેતીના પગલા રૂપે ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, તેવી જ રીતે શહેરી વિકાસ વિભાગમાં જે બીજા કર્મચારી-અધિકારીઓ સંપર્કમાં આવ્યા હતા તેમની પણ યાદી બનાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: પૂર્વ મુખ્ય સચિવ ડૉ. જેએન સિંઘની ગુજરાતને અલવિદા

આ અગાઉ સચિવાલયમાં નર્મદા વિભાગમાં કામ કરતા એક કર્મચારીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. સચિવાલયમાં સંયુક્ત સચિવ કક્ષાના અધિકારીનો રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે.