Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ અદાણી એરપોર્ટ પર પાર્કિંગ લૂંટ સામે PM મોદીના ભાઇનો હંગામો

અમદાવાદ અદાણી એરપોર્ટ પર પાર્કિંગ લૂંટ સામે PM મોદીના ભાઇનો હંગામો

0
212

પ્રહ્લાદ મોદીનો આરોપઃ મેં કાર પાર્ક કરી જ નથી, છતાં ચાર્જ માંગવામાં આવ્યો

અમદાવાદઃ અમદાવાદ અદાણી એરપોર્ટ પર પાર્કિગ મામલે વિરોધ થઇ જ રહ્યો છે. ત્યાં PM મોદીના ભાઇ પ્રહ્લાદ મોદી (Prahlad Modi parking Charge) પણ તેમાં જોડાયા છે. પ્રહ્લાદ મોદીએ આરોપ કર્યો કે તેમણે કાર પાર્કિગમાં મૂકી જ નથી છતાં ચાર્જ વસુલી લેવાયો. હજુ ગઇ કાલે પણ એક વ્યક્તિ પાસેથી ઊંઘાણી લૂંટ કરતા 7000 રૂપિયાનો પાર્કિંગ ચાર્જ વસુલાયો હોવાના અહેવાલ હતા.

હોબાળો કરતા ચાર્જ લીધા વિના જવા દેવાયા

પ્રહલાદ મોદી ગઇકાલે અમદાવાદના સરદાર પટેલ અદાણી એરપોર્ટ પર હરિદ્વારથી આવ્યા ત્યારે અદાણીના કર્મચારીઓએ પાર્કિંગ ચાર્જ લેતાં તેમણે હોબાળો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મેં એરપોર્ટ પર ગાડી પાર્ક કરી જ નથી, હું રોડ ટેક્સ ભરું છું તો પછી પાર્કિંગ ચાર્જ શા માટે આપું. અલબત્ત તેમના હંગામા પછી તેમને પાર્કિંગ ચાર્જ લીધા વગર જવા દેવાયા.

આ પણ વાંચોઃ લોકડાઉનનો ભય: અમદાવાદ અને સુરતમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયોઓની ફરી હિજરત શરૂ

પ્રહ્લાદ મોદી હરિદ્વારથી આવ્યા હતા

આ અંગે પ્રહ્લાદ મોદીએ કહ્યું કે હું કારને હંમેશાં રોડ પર ઊભી રખાવીને ટર્મિનલમાં આવું ત્યારે ડ્રાઈવરને ફોન કરીને કાર મગાવું છું અને તરત જ બેસીને બહાર નીકળી જાઉં છું. ગઈકાલે પણ હરિદ્વારથી આવ્યા બાદ હું ટર્મિનલમાંથી બહાર નીકળ્યો ત્યારે કાર મગાવી, કારમાં બેસીને બહાર નીકળતો હતો ત્યારે પાર્કિંગ ટોલ બૂથ પર અદાણીના માણસોએ પાર્કિંગ ચાર્જ પેટે તેમની પાસે 90 રૂપિયા માગ્યા હતા.

પ્રહ્લાદ મોદીએ  જણાવ્યું હતું કે

“મારી ગાડી 10 મિનિટ પણ ત્યાં રોકાઈ નથી તો પાર્કિંગ ચાર્જ શું કામ આપું? જો મારી કાર અડધો કે એક કલાક પાર્કિંગમાં મુકી હોય તો હું પાર્કિંગ ચાર્જ  (Prahlad Modi parking Charge)આપું. પરંતુ મેં પાર્કિંગમાં કાર મૂકી જ નથી તો ચાર્જ શું કામ આપું? અદાણીને એરપોર્ટનું સંચાલન કરવા માટે આપ્યું છે, તો ટર્મિનલની અંદરની વ્યવસ્થામાં ધ્યાન આપે. બહાર આવતાં વાહનો પાસે સરકાર રોડ ટેક્સ વસૂલે છે. આ વિવાદ દરમિયાન પાર્કિંગ કર્મચારીઓએ અધિકારીને ફોન કરી કાર જમા કરવાની વાત કરતા, મોદીએ કહ્યું હતું કે તમે કાર જમા લઈ કેસ કરી શકો છે, પરંતુ હું ચાર્જ તો નહીં જ ચૂકવું.”

જોકે આ સમય દરમિયાન અધિકારીનો સંપર્ક ન થતાં છેવટે ચાર્જ લીધા વગર તેમને જવા દીધા હતા.

આ પણ વાંચોઃ અમદાવાદ એરપોર્ટ પર અદાણીની ખુલ્લી લૂંટ, ટેક્સી ચાલક પાસેથી 7 હજારનો દંડ વસૂલાયો

7000 વસુલાતા ટેક્સી ચાલકની પોલીસ ફરિયાદ

અમદાવાદ એરપોર્ટ પર ગઇકાલે જ એક ટેક્સી ચાલક પાસેથી 7000 રૂપિયા દંડ પેટે વસૂલવામાં આવશે ટેક્સી ચાલકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અમદાવાદ એરપોર્ટ પર ઓલા-ઉબેર ઓપરેટર્સ માટે 13 એપ્રિલથી 1 કલાક સુધી ફ્રી પાર્કિગ છે અને તે બાદ વધારાના દરેક કલાક દીઠ રૂપિયા 50 ચાર્જ ચુકવવામાં આવે છે. આ નિયમના ભંગ બદલ 1000 રૂપિયા દંડ પેટે લેવામાં આવે છે. આ રીતે અમદાવાદમાં એક ટેક્સી ચાલકની ગાડી પાર્કિગમાં આખી રાત પડી રહેતા બિલ વસૂલવામાં આવ્યુ હતું. Prahlad Modi parking Charge

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat