Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > પ્રદિપસિંહ જાડેજાનો શંકરસિંહ વાઘેલાને જવાબ – ‘ગુજરાતમાંથી દારૂબંધી નહીં હટે’

પ્રદિપસિંહ જાડેજાનો શંકરસિંહ વાઘેલાને જવાબ – ‘ગુજરાતમાંથી દારૂબંધી નહીં હટે’

0
206
  • ગુજરાતમાં કેટલાંય સમયથી દારૂબંધી હટાવવાની માંગ ઉઠી રહી છે
  • શંકરસિંહ વાઘેલા પણ સોશિ. મીડિયા પર દારૂબંધી હટાવવા અભિયાન ચલાવી રહ્યાં છે
  • રાજ્ય સરકાર નશાબંધી માટે કટિબદ્ધ છે, દારૂબંધી હટાવવી શક્ય નથી : જાડેજા

અમદાવાદ : છેલ્લાં કેટલાંય સમયથી ગુજરાતમાં દારૂબંધી હટાવવાની માંગ ઉઠી રહી છે. તો બીજી બાજુ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ સોશિયલ મીડિયા પર દારૂબંધી (liquor ban) હટાવવા માટેનું સતત અભિયાન ચલાવી રહ્યાં છે. તેઓ દારૂબંધી હટાવવાની તરફેણમાં છે. એવામાં આજે ગાંધી જયંતી નિમિત્તે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા (pradipsinh jadeja on liquor ban) એ મોટું નિવેદન આપતા જણાવ્યું કે, ‘કેટલાંક લોકો ગુજરાતમાં દારૂબંધી હટાવવાની વાતો કરે છે, પરંતુ એ શક્ય નથી.’

વધુમાં તેમણે જણાવ્યું કે, “રાજ્ય સરકાર નશાબંધી માટે કટિબદ્ધ છે. થોડાં સમય પહેલાં જ શંકરસિંહ વાઘેલા ગુજરાતમાં દારૂબંધી હટાવવાની ખુલીને તરફેણ કરી રહ્યાં હતાં પરંતુ તે શક્ય નથી.” પ્રદિપસિંહ જાડેજા (pradipsinh jadeja on liquor ban) એ કોઈનું પણ નામ લીધા વગર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કેટલાંક લોકો દારૂબંધી હટાવવાથી કરોડોની આવક થાય અને ગુજરાતનો વિકાસ થાય એવો મત ધરાવે છે પરંતુ ગુજરાત સરકાર દારૂબંધી માટે કટિબદ્ધ છે. દારૂની બંધીને કારણે રાજ્યમાં કેટલાંયે પરિવારો ઉજડી ગયા છે. દારૂનો દૈત્ય કેટલીય બહેનોને વિધવા બનાવે છે. પરંતુ અમારી સરકાર તમામ નાગરિકો અને બહેનોનાં ચૂડી ચાંદલાની રક્ષા કરવા દારૂબંધી માટે કટીબદ્ધ છે.

આ પણ વાંચો: ભાવનગરના મહુવા પોલીસ બેડામાં ફફડાટ, DYSP સહિત 40 પોલીસકર્મીઓ કોરોનાગ્રસ્ત

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાંથી દારૂબંધી હટાવવા મામલે નિવેદન આપ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ભાજપ-કોંગ્રેસ બંનેને દારૂબંધી હટાવવામાં રસ નથી કેમ કે બંનેને લાભ થઈ રહ્યો છે. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધી ઢોંગ છે અને તેને હટાવી લેવી જોઈએ. તેઓએ ખુદ ટ્વિટ કરીને ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાની માંગ સાથેના વીડિયો પણ શેર કર્યાં હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા (pradipsinh jadeja on liquor ban) આજે પંચમહાલમાં ગાંધી જયંતીની ઉજવણી નિમિત્તે હાજર રહ્યાં હતાં. તેઓએ ગોધરા સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કર્યું હતું. તેમની મુલાકાત પહેલાં સર્કિટ હાઉસ ખાતે ફોગિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: ગાંધી જયંતિ નિમિત્તે સાબરમતી સેન્ટ્રલ જેલનાં કેદીઓ બનશે રેડીયો જોકી