Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > જાણો, ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને રાહતરૂપ કયો ચુકાદો હાઇકોર્ટે આપ્યો

જાણો, ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને રાહતરૂપ કયો ચુકાદો હાઇકોર્ટે આપ્યો

0
66

અમદાવાદઃ રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવાના મેટ્રો કોર્ટના આદેશને સોમવારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો છે. ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. વર્ષ 2007 વિધાનસભાની ચૂંટણી દરમિયાન પ્રદીપસિંહ પર આચારસંહિતા ભંગ કરવાના આક્ષેપ મામલે મેટ્રો કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. gujarat high court latest news

અગાઉ હાઈકોર્ટના જસ્ટિસ એસ.એચ વોરાએ મેટ્રો કોર્ટમાં પ્રદીપસિંહ વિરુદ્ધ ટ્રાયલ કોર્ટમાં ચાલતી તમામ કાર્યવાહી પર સ્ટે આપ્યો હતો. હાઈકોર્ટે પ્રદીપસિંહ જાડેજાને મેટ્રો કોર્ટની કાર્યવાહીમાં હાજર ન રહેવાની છૂટ આપી હતી અને રાજ્ય સરકારને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો હતો. gujarat high court latest news

આ પણ વાંચોઃ ગુજરાત હાઈકોર્ટમાં પ્રાયોગિક ધોરણે વર્ચ્યુલ સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ શરૂ કરાયું

અરજદાર તરફે હાઈકોર્ટમાં દાખલ અરજીમાં માંગ કરવામાં(pradipsingh-jadeja-high-court) આવી હતી કે મેટ્રો કોર્ટના આદેશને રદ અથવા તેના પર સ્ટે આપવામાં આવે. ગત 21મી ડિસેમ્બરના રોજ મેટ્રો કોર્ટે પ્રદિપસિંહ જાડેજા વિરૂધ 12 વર્ષ જૂની 2007ની ફરિયાદના આધારે ગૃહ પ્રધાન સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવાનો આદેશ કર્યો હતો. શહેર કોગ્રેસના પૂર્વ પ્રમુખ પંકજ શાહ દ્વારા આચારસહિંતાના ભંગની ફરિયાદ ચૂંટણી પંચ સમક્ષ કરવામાં આવી હતી. gujarat high court latest news

પંકજ શાહે પ્રદિપસિંહ જાડેજા વિરૂધ આર.પી. એક્ટની કલમ 127 (સી) મુજબ ફરિયાદ દાખલ કરી હતી. 2007ની ચૂંટણી ચાલી રહી હતી ત્યારે જાડેજાએ નરેન્દ્ર મોદી અને માતાની સ્તુતિનો ઉલ્લેખ દર્શાવતા પત્રિકા છપાવી તેનું વિતરણ કર્યું હતું. 22મી ઓક્ટોબર 2007ના રોજ પંકજ શાહે ચૂંટણી પંચ અને જીલ્લા કલેક્ટર સમક્ષ પ્રદિપસિંહ જાડેજા વિરૂધ ફરિયાદ દાખલ કરી હતી. gujarat high court latest news