Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજસ્થાન સરકારની કામગીરી કરતાં ગુજરાત સરકારની કામગીરી સર્વોત્તમ ; પ્રદીપસિંહ

રાજસ્થાન સરકારની કામગીરી કરતાં ગુજરાત સરકારની કામગીરી સર્વોત્તમ ; પ્રદીપસિંહ

0
32
  • કોરોના કાળમાં સરકાર પર કોંગ્રેસના આક્ષેપોને રાજ્યના ગૃહમંત્રી જાડેજાએ પાયાવિહોણા ગણાવ્યા
  • બેબુનિયાદ આક્ષેપો કરતી કોંગ્રેસ એક વાર રાજસ્થાન અને પંજાબમાં શું હાલ છે તેનું મૂલ્યાંકન કરેઃ ગૃહમંત્રી

ગાંધીનગરઃ ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવતા આક્ષેપોને પાયાવિહોણા (Pradeep Singh slaps Congress)ગણાવ્યા. તેમણે જણાવ્યું કે બેબુનિયાદ આક્ષેપો કરતી કોંગ્રેસ એક વાર રાજસ્થાન અને પંજાબમાં શું હાલ છે તેનું મૂલ્યાંકન કરે પછી આક્ષેપો કરે. કારણ કે રાજસ્થાન કરતા ગુજરાત સરકારની કામગીરી સર્વોત્તમ છે. ત્યારે માનવીની મહામૂલી જિંદગી બચાવવા માટે નાગરિકોને સહાયરૂપ થવાને બદલે કોંગ્રેસ હિનકક્ષાની રાજનીતિ કરી રહી છે તે અત્યંત દુ:ખદ અને નિંદનીય છે.

પ્રદીપ સિંહ કહ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાત અવિરતપણે ગુજરાતની જનતાની પડખે ઉભી છે ત્યારે સત્તા ભૂખી કોંગ્રેસ અભ્યાસ વગરના આક્ષેપો કરી પ્રજાને ગેરમાર્ગે દોરે તે શોભતુ નથી.

આ પણ વાંચોઃ કોંગ્રેસ બાદ શંકર સિંહ ‘બાપુ’એ પણ સાથે મળી કોરોનાનો સામનો કરવા CMને લખ્યો પત્ર

કોંગ્રેસના નેતા કે કાર્યકરે લોકોમાં જઇ સેવા કરી હોય તો બતાવેઃ મંત્રી

મંત્રી જાડેજા (Pradeep Singh slaps Congress)એ કહ્યું કે ભાજપના કાર્યકર્તા અને ટીમ ગુજરાત કોરોનાના કાળમાં સદાય પ્રજાની પડખે ખભેખભો મિલાવીને કામગીરીમાં ખડેપગે તૈનાત છે. કોંગ્રેસના એક પણ કાર્યકરે કે નેતાએ જનતાની વચ્ચે જઈને સેવા કરી હોય તો તેનો હિસાબ આપે.

કોંગ્રેસના નેતાઓ દ્વારા કરાતી બેફામ ટિપ્પણીઓ તેમના સંસ્કારો અને પોતાની હલકી માનસિકતા છતી કરે છે. એક તરફ દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર વધુને વધુ ઑક્સિજન પ્લાન્ટ ઊભા કરવા, આઇસીયુ બેડ બનાવવા તથા ઇન્જેક્શન -દવાઓની વ્યવસ્થા ઉભી કરવા સહિતના તમામ પ્રયત્નો કરી રહી છે ત્યારે માનવીની મહામૂલી જિંદગી બચાવવા માટે નાગરિકોને સહાયરૂપ થવાને બદલે કોંગ્રેસ હિનકક્ષાની રાજનીતિ કરી રહી છે. તે અત્યંત દુ:ખદ અને નિંદનીય છે.

મંત્રીએ ઉમેર્યું કે, કોરોનાના પ્રથમ તબક્કામાં રાજ્ય સરકારે શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પૂરી પાડીને લોકોને બચાવ્યા હતા. તે જ રીતે બીજા તબક્કામાં પણ ટીમ ગુજરાત સતત સર્વોત્તમ આરોગ્ય સેવા પૂરી પાડવા માટે પ્રયત્નશીલ છે ત્યારે બેબુનિયાદ આક્ષેપો કરતી કોંગ્રેસ એક વાર રાજસ્થાન અને પંજાબમાં શું હાલ છે તેનું મૂલ્યાંકન કરે, પછી આક્ષેપો કરે.

આ પણ વાંચોઃ ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં દાખલ થવા દર્દીના સગાએ ફોર્મ ભરી ટોકન લેવાનું રહેશે

રાજસ્થાન અને ગુજરાતના આંકડા આપ્યા

પ્રદીપ સિંહે રાજસ્થાન અને ગુજરાતના આંકડા આપતા જણાવ્યું કે આજની સ્થિતીએ કોરોનાના એકટીવ કેસ 5,46,964 છે. જેની સામે ગુજરાતમાં 5,24,725 કેસ છે. એ જ રીતે રાજસ્થાનનો ડીસ્ચાર્જ રેસિયો 70.93 ટકા છે. જ્યારે ગુજરાતમાં 74.37 ટકા છે. જ્યારે પોઝિટીવિટી રેટ રાજસ્થાનમાં 6.50 ટકા છે તેની સામે ગુજરાતમાં 2.58 ટકા છે. રાજસ્થાનમાં અત્યાર સુધીમાં 84,11,797 કોરોનાના ટેસ્ટ કરાયા છે તેની સામે ગુજરાતમાં 1,75,83,647 ટેસ્ટ કરવામાં આવ્યા છે. Pradeep Singh slaps Congress

મંત્રીએ સરકારે કરેલી કામગીરીને વર્ણવવાની સાથે ભારત સરકારના ગૃહ મંત્રાલયની ૨૬ એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગૃહ વિભાગ સાથેની તાકીદની બેઠક પછી રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે એ માટે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા હોવાની હકીકત જણાવી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat