Gujarat Exclusive > યુથ > મનોરંજન > “બાહુબલી” પ્રભાસે કોરોના વાયરસ સામે લાડવા માટે કર્યું 4 કરોડનું દાન

“બાહુબલી” પ્રભાસે કોરોના વાયરસ સામે લાડવા માટે કર્યું 4 કરોડનું દાન

0
360

આજે વિશ્વભરમાં કોરોના વાયરસના કારણે મહામારી ફેલાયેલી છે, ત્યારે ભારતમાં પણ આ રોગ દિવસેને દિવસે વધી રહ્યો છે, આ રોગની મહામારીના કારણે ઘણી મોટો આર્થિક સહાયની પણ જરૂર પડી રહી છે ત્યારે ઘણા લોકો આ સહાય માટે દાન આપવા આગળ આવી રહ્યા છે.

ત્યારે બાહુબલીના સુપરસ્ટાર પ્રભાસ પણ દાન આપવા માટે આગળ આવ્યો છે, પ્રભાસે પ્રધાનમંત્રી રાહતકોશમાં 3 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે તેમજ આંધ્રપ્રદેશ અને તેલંગાણા મુખ્યમંત્રીકોશમાં 50-50 લાખનું દાન આપ્યું છે. પ્રભાષ થોડા સમય પહેલા જ જ્યોર્જીયાથી આવ્યો હતો, જ્યાં તેની આવનાર ફિલ્મ “પ્રભાસ-20” નું શૂટિંગ ચાલી રહ્યું હતું, તેની સાથે અભિનેત્રી પૂજા હેગડે પણ હતી, જ્યોર્જીયાથી આવીને પ્રભાસે પોતાને 14 દિવસ સુધી એકાંતવાસમાં રાખી દીધો છે.

પ્રભાસના પહેલા તેલુગુ અભિનેતા પવન કલ્યાણે 1 કરોડ, તેમના ભત્રીજા રામચરણે 70 લાખ, તેના પિતા તેલુગુ સ્ટાર ચિરંજીવીએ 1 કરોડ રૂપિયા અને પ્રખ્યાત અભિનેતા મહેશબાબુએ 1 કરોડ રૂપિયાનું દાન કર્યું છે.

દેશની અંદર કોરોના વાયરસનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે, દેશમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા 600 પાર પહોંચી ગઈ છે જયારે 16 લોકોના મૃત્યુ પણ થઇ ગયા છે.

કોરોનાવાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલેગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

અમદાવાદ: કોરોનાથી મૃત્યુ પામેલ મહિલાની 9 ફૂટ ઊંડી કબર ખોદાઇ, જમાઈ અને દોહિત્ર જ રહ્યા હાજર